શું તમને ખ્યાલ છે લવિંગનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે આવું નુકશાન, જાણીલો આ વાત

મિત્રો, શું તમે જાણો છો કે, આપણુ ઘર એ એક ઔષધીશાળા છે. અહી આવેલી અનેકવિધ વસ્તુઓ એ તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ વસ્તુઓમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image soucre

આજે આ લેખમા આપણે રસોઈઘર સાથે સંકળાયેલ આ એક વિશેષ વસ્તુ વિશે માહિતી મેળવવાની છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ વસ્તુ છે લવિંગ. તે આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે-સાથે આપણા સ્વાસ્થ્યને નીરોગી રાખવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image soucre

તમે હજી સુધી ફક્ત લવિંગ ખાવાના ફાયદાઓ વિશે જ સાંભળ્યું છે.પરંતુ શું તમે જાણો છો કે કેટલાક કિસ્સાઓમાં લવિંગનો વપરાશ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.કેટલાક લોકો તેના નુકસાન વિશે વિચાર કર્યા વિના માઉથ ફ્રેશનર તરીકે દિવસભર લવિંગ ચાવતા હોય છે.

image source

જ્યારે કેટલાક લોકો ખોરાક દ્વારા પણ ઘણાં લવિંગનો સેવન કરે છે.આવા લોકોને લવિંગના વધુ પડતા સેવનથી સંબંધિત આ ગેરફાયદાઓ વિશે પણ જાણવાની જરૂર છે.ચાલો આજે આપણે અહીં લવિંગના વધુ પડતા સેવનથી થતા નુકસાન વિશે માહિતી મેળવીશુ.

આ વસ્તુના સેવનથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ખુબ જ ઓછુ થઈ શકે છે. તેથી, જે લોકોના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોય છે તેમણે તેનુ સેવન ઓછું કરવું જોઈએ. આ સિવાય હિમોફિલિયા જેવા રક્તસ્રાવ ડિસઓર્ડર ધરાવતા લોકોએ લવિંગનુ સેવન ના કરવુ જોઈએ.

image soucre

આ વસ્તુમા લોહી પાતળા થવાના ગુણધર્મો પણ સમાવિષ્ટ હોય છે, જે તમારી રક્તસ્ત્રાવની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ વસ્તુના વધુ પડતા સેવનથી કિડની અને યકૃતને પણ ખુબ જ ભારે નુકસાન થઇ શકે છે. તેની અસર ખૂબ જ ગરમ છે, જેના કારણે લીવર, કિડની અને પેટની સમસ્યાઓનું જોખમ રહેલું છે.

image soucre

આ વસ્તુના વધુ પડતા સેવનથી આંખોમા બળતરા થાય છે તેથી, વધુ પડતા સેવનથી બચવું જોઈએ. આ વસ્તુના વધુ પડતા સેવનથી શરીરમા એલર્જીક પ્રતિક્રિયાઓ થવાનું જોખમ પણ રહેલું છે. તેથી, આ વસ્તુનો હમેંશા વિચારપૂર્વક ઉપયોગ કરો. આ વસ્તુનુ વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. તે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન ઘટાડી શકે છે, જેના કારણે પુરુષોની પૌરુષ શક્તિમાં ઘટાડો થવાની સંભાવના રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત