એકદમ શાહી જીવન જીવે છે બૉલીવુડનો કુલી નં-1, સંપત્તિ જાણી હોશ ઉડી જશે

વરુણ ધવન એક સ્ટાર કિડ છે, પરંતુ તેમ છતાં તેણે આ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. અભિનેતાનું જીવન ખૂબ જ શાહી છે અને આજે આપણે તેની અમુક કિંમતી સંપત્તિઓ પર એક નજર નાખીએ જે તેના શાનદાર જીવનનો એક ભાગ છે.

વરુણ ધવન તેના સુપર વ્હીલ્સને પસંદ કરે છે અને તેની પાસે કારનું જોરદાર કલેક્શન છે. અભિનેતા પાસે તેના ગેરેજમાં ઘણી લગ્ઝરી કાર પાર્ક છે, જેમાં શક્તિશાળી SUV Audi Q7નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 89.90 લાખ છે. ‘જુડવા 2’ અભિનેતા પાસે 88 લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ GLS 350d 4Matic પણ છે. આ સિવાય વરુણ ધવન પાસે લેન્ડ રોવર LR3 પણ છે જેની કિંમત 59 લાખ રૂપિયા છે.

image source

આવી શાનદાર કાર્સ ઉપરાંત, વરુણ પાસે રોયલ એનફિલ્ડ બાઇક પણ છે જેની કિંમત ભારતમાં રૂ. 2.40 લાખ છે. વરુણ ધવને તેના ગેરેજમાં ક્વોડ બાઇક પોલારિસ સ્પોર્ટ્સમેન 850 પાર્ક કરેલી છે.  વરુણ ધવન હિન્દી સિનેમાના સૌથી યુવા અને સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. અભિનેતાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમની કુલ સંપત્તિ 381 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. HT અનુસાર, અભિનેતાએ તેની છેલ્લી ફિલ્મ ‘કુલી નંબર 1’ માટે 25 કરોડ રૂપિયા ફી લીધી હતી.

image source

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, વરુણ ધવન ટૂંક સમયમાં કોમેડી ડ્રામા ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. આ ફિલ્મમાં નીતુ કપૂર, અનિલ કપૂર, કિયારા અડવાણી અને પ્રાજક્તા કોલી સહિતના કલાકારો હશે.