લૂઝ મોશન એટલે કે અતિસાર રોકવા માટેના ઘરગથ્થુ ઉપાય અને ઉપચાર વિશે જાણી લો તમે પણ

પેટ સાથે જોડાયેલી સામાન્ય સમસ્યામાં ઝાડા એટલે કે અતિસારનો પણ સમાવેશ થાય છે. આ તે સ્થિતિ છે જ્યારે મળ સામાન્ય કરતાં વધારે પાતળુ એટલે કે પાણી જેવું આવે છે. અને દર્દીએ વારંવાર શૌચ કરવા જવુ પડે છે. ઝાડાને, ડાયેરીયા અને લૂઝ મોશન તેમજ અતિસાર પણ કહે છે. આ અવસ્થામાં શરીરમાં પાણી અને ઉર્જાની કમી થઈ જાય છે, જેના કારણે દર્દીને નબળાઈ વર્તાય છે. લૂઝ મોશન બે પ્રકારના હોય છે. પહેલો એક્યુટ ડાયેરિયા જે 1-2 દિવસ સુધી રહે છે, જ્યારે બીજો છે ક્રોનિક ડાયેટરિયા જે બેથી વધારે દિવસ સુધી રહે છે. બીજી સ્થિતિ વધારે ગંભીર હોય છે.
અતિસારથી પિડિત દર્દી બસ એ જ વિચારતો રહે છે કે તે તેનાથી છૂટકારો કેવી રીતે મેળવે. તો આજે અમે તમને તેનો ઘરગથ્થુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. પણ જો તેમ છતાં તમને આ તકલીફ લાંબા સમય સુધી રહે તો મોડું કર્યા વગર તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ચાલો જાણીએ અતિસાર એટલે કે લૂઝ મોશનના કારણો વિષે

image source

આ સ્થિતિ સ્ટેફિલોકોકસ તેમજ એસ્ચેરિચિયા કોલાઈ જેવા બેક્ટેરિયા અને વાયરસના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત, દૂષિત, મસાલેદાર, તેમજ જંક ફૂડ ખાવાથી તેમજ દારૂ પીવાથી પણ ઝાડા થઈ શકે છે. આ સમસ્યાના બીજા કારણો આ પ્રકારના છે.

ફ્લૂ, નોરોવાયરસ કે રોટાવાયરસ જેવા વાયરસના કારણે. બાળકોમાં એક્યૂટ લૂઝ મોશનનું સૌથી સામાન્ય કારણે રોટાવયારસ છે.
દૂષિત ભોજન તેમજ પાણી પીવાથી પેરાસાઇટિસના કારણે.</p.
એન્ટીબાયોટિક્સ, કેન્સર ડ્રગ્સ અને એંટાસિડ જેવી દવાઓનું સેવન, જેમાં મેગ્નેશિયમ હોય છે.

અપચાના કારણે પણ ઝાડા થઈ શકે છે.

image source

એવી બમારીઓ જે પેટ કે પછી નાના આંતરડાને પ્રભાવિત કરતી હોય.

કેટલાક લોકોને પેટની સર્જરી બાદ પણ ઝાડા થતા હોય છે.

અતિસારના લક્ષણો

પેટમાં પીડા થવી

વારંવાર શૌચાલય જવું

આંતરડાની કાર્ય પ્રણાલી નબળી પડવી

જો વાયરસ કે બેક્ટેરિયા ઝાડાનું કારણ છે, તો તાવ આવવો, ઠંડી લાગવી લોહીના ઝાડા પણ થઈ શકે છે

અતિસારને અટકાવતા ઘરેલુ ઉપાયો

image source

ઝાડાની સમસ્યા થાય ત્યારે મનમાં પ્રશ્ન આવે છે કે તેને કેવી રીતે રોકવા. તેના માટે આમ તો લોકો ઝાડા બંધ થવાની દવા જ લેતા હોય છે, અને મોટા ભાગના લોકોને તેનાથી આરામ મળી જતો હોય છે પણ કેટલાક લોકોને તેની આડઅસર પણ થતી હોય છે જેમ કે કબજિયાત થઈ જવો. માટે અમે તમને આજે તેના ઘરેલુ ઉપાય વિષે જણાવીશું.

દહીં

image source

રોજ જમ્યા બાદ એક કપ દહીંનુ સેવન કરવું જોઈએ. દિવસમાં બે વાર તમારે આ પ્રયોગ કરવો જોઈએ. દહીંને ઝાડાની ઘરેલૂ દવા ગણવામાં આવે છે. તેમાં હાજર સારા બેક્ટિરિયા આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે સાથે ખરાબ બેક્ટિરિયાથી લડવામાં પણ મદદ કરે છે. એક સંશોધન પ્રમાણે દહીંમાં પ્રોબાયોટિક્સ લેક્ટિક એસિડ બેક્ટેરિયા સમાયેલા હોય છે. આ બેક્ટેરિયા તે કીટાણુઓને ખતમ કરે છે જે ઝાડા માટે જવાબદાર હોય છે. તે શરીરનને તેની સામે લડવામાં મદદ કરે છે.

નાળિયેર પાણી

image source

દિવસમાં એક-બે વાર નાળિયેળ પાણી પીવાથી ઝાડામાં રાહત મળી શકે તેમ છે. એક અઠવાડિયા સુધી તમારે દિવસમાં બે વાર નાળિયેર પાણી પીવું જોઈએ. વાસ્તવમાં ઝાડાના કારણે શરીરમાં ગ્લૂકોઝ અને પાણીની કમી થઈ જાય છે અને નાળિયેર પાણી આ બન્ને ખોટને પૂરી કરે છે. એનસીબીઆઈ એટલે કે નેશનલ સેંટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામા આવેલા એક સંશોધન પ્રમાણે નારિયેળ પાણીને ગ્લૂકોઝ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન તરીકે હળવા ઝાડાને દૂર કરવા માટે ઉપયોગમા લઈ શકાય છે.

લીંબુ પાણી

image source

તેના માટે તમને એક ગ્લાસ લીંબુ, અરધા લીંબુનો રસ અને જરૂર પ્રમાણે ખાંડની જરૂર પડશે. તમારે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી ને દર બે કલાકે પીતા રહેવું. લીંબુ એક અસરકારક એન્ટીમાઇક્રોબિયલ અને એસિડિક ગુણોથી સમૃદ્ધ હોય છે. જે સંક્રમિત આંતરડાને આરામ પહોંચાડે છે અને ઝાડા માટે કારણરૂપ એસ્ચેરિચિયા કોલાઈ નામના બેક્ટિરિયાને ખતમ કરવાનું કામ કરે છે.

જીરુનું પાણી

image source

તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરુ નાખીને તેને 10 મિનિટ સુધી સારી રીતે ગરમ કરવું. હવે તે પાણીને ઠંડુ કરીને તેને ધીમે-ધીમે પીવું. દિવસમાં ત્રણ-ચાર વાર આ પ્રયોગ કરવો. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જીરુ ઉર્જા અને પ્રતિરક્ષા વધારનારું તેમજ પાચનને સારું બનાવવનારું ગણવામા આવે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જીરામાં મળી આવતા ગુણોના કારણે તેનું સેવન કરવાથી ડાયેરિયાથી પિડિત વ્યક્તિના પિડાદાયક શૌચના ઉપચારમાં કેટલોક સુધારો આવી શકે છે.

મેથીના દાણા

image source

તેના માટે તમારે બે ચમી મેથીના દાણા અને એક ગ્લાસ પાણીની જરૂર પડશે. તમારે 15 મિનિટ માટે મેથીના દાણા પલાળી દેવા ત્યાર બાદ તે મેથીના દાણાને પિસી લેવા અ પાણીમાં મિક્સ કરી પી લેવા. આ પ્રયોગ તમારે દિવસમાં 2-3 વાર કરવો. મેથીને પીસવાથી જે તેલ નીકળે છે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે પેટમાં સંક્રમણને ફેલાતું અટકાવે છે અને ઝાડા માટે કારણરૂપ એસ્ચેરિચિયા કોલાઈ નામના બેક્ટેરિયા સામે લડે છે. આ ઉપરાંત ઝાડા વખતે જો પેટમાં પીડા થતી હોય તો આ મેથીના સેવનથી તે પીડા પણ દૂર થાય છે.

તજ અને મધ

આ પ્રયોગ માટે તમને અરધી ચમચી તજનો પાઉડર, એક ચમચી મધ અને એક ગ્લાસ હુંફાળુ પાણી જોઈશે. તમારે હુંફાળા પાણીમાં તજનો પાઉડર અને મધ મિક્સ કરી તેને ધીમે ધીમે પીવું દિવસમાં તમે આ પ્રયોગને 2-3 વાર કરી શકો છો.

તે એન્ટીમાઇક્રોબિયલ, એન્ટી-ઓક્સિડન્ટ તેમજ એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ હોય છે. તેના તેમાં મળી આવતું એન્ટીમાઇક્રોબિયલ ગુણ ઝાડા માટે કારણરૂપ અને સંક્રમણ ફેલવનારા ઇ.કોલાઈ નામના બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. એક સંશોધન દ્વારા જાણવા મળે છે કે ઝાડાના ઉપચારમાં તજ અસરકારક સાબિત થઈ શકે છે. મધ સાથે મળીને તે ઓર વધારે અસરકારક બને છે અને સંક્રમિત પેટને આરામ પહોંચાડે છે.

ફુદીનો અને મધ

image source

આ પ્રયોગ માટે તમારે એક ચમચી ફૂદીનાનો રસ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી મધ અને એક કપ ગરમ પાણીની જરૂર પડશે. તમારે મધ, લીંબુ અને ફૂદીનાના રસને મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેમાં ગરમ પાણી મિક્સ કરવું. પછી તેને ધીમે ધીમે પીવું. આ પ્રયોગ તમારે દિવસમાં બે વાર કરવો.

એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે ડાયેરિયાના લક્ષણોથી રાહત મેળવવા માટે ફુદિનાનું તેલ પણ લાભ પહોંચાડે છે. અભ્યાસમાં એ વાત સામે આવી છે કે ફુદિનાનો ઉપયોગ ઝાડા દરમિયાન થતાં પેટના દુઃખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે. લીંબુ અને મધ બન્ને મળે છે ત્યારે તે ઓર વધારે પ્રભાવશાળી બને છે. મધમાં હાજર એન્ટી બેક્ટેરિયલ તેમજ એટીઇન્ફ્લેમેશન ગુણ પેટને સંક્રમિત કરતાં બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે.

આદૂ

તેના માટે તમારે 1-2 ચમચીનો આદૂનો રસ અને અરધી ચમચી મધની જરૂર પડશે. તે બન્નેને મિક્સ કરીન્ તમારે પી લ્વું દિવસમાં બે-ત્રણ વાર તમે આ પ્રયોગ કરી શકો છો. આદૂ એક ગુણવાન ખાદ્ય પદાર્થ છે જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણોથી સમૃદ્દ હોય છે. આદુ પાચન તંત્રને સંક્રમિત કરતા બેક્ટેરિયા સામે લડવાની સાથે સાથે આંતરડાને આરામ પણ પહોંચાડે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આયુર્વેદમાં આદુનો ઉપયોગ પેટની ઘણી બધી સમસ્યોની સાથે સાથે ઝાડાને દૂર કરવા માટે પણ કરવામા આવે છે. આ ઉપરાંત તે પાચનને સુધારવાની સાથે સાથે કબજિયાતમાં પણ લાભ પહોંચાડે છે. આદુમાં સમાયેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડનની મદદથી ઝાડા તેમજ સંક્રમનું કારણ બનતા સ્ચેરિચિયા કોલાઈ હીટ-લેબિલ નામના બેક્ટેરિયા ઘટે છે.

ઝાડા થયા હોય ત્યારે શું ખાવું અને શું ન ખાવું

image source

જ્યારે ડાયેરિયા થયા હોય ત્યારે શરીરમાં ઉર્જાની સાથે સાથે જરૂરી પોષક ત્ત્વોની પણ ઘટ પડી જાય છે, માટે ખાનપાન યોગ્ય રાખવું જરૂરી છે. આ અવસ્થામાં મસાલેદાર, જંક ફૂડ્સ અને દારૂથી દૂર રહેવું જોઈએ અને નીચે જણાવેલી વસ્તુનું સેવન કરવું.

કેળા – ઝાડા દરમિયાન કેળા ખુબ જ લાભપ્રદ સાબિત થાય છે. તે પોટેશિયમથી સમૃદ્ધ હોય છે, જે લૂઝ મોશનને અટકાવીને પાચન તંત્રને યોગ્ય બનાવવામાં મદદ કરે છે.

દાડમ – ઝાડા દરમિયાન દાડમનું સેવન કરવું જોઈએ. તેમાં એસ્ટ્રિજન્ટ ગુણ સમાયેલા હોય છે જે ડાયેરિયાને નિયંત્રિત કરે છે. અને શરીરની નબળાઈ પણ દૂર કરે છે.

સ્ટ્રોબેરી- દર્દી સ્ટ્રોબેરી પણ ખાઈ શકે છે. તેમા ફાઇબર હોય છે જે મળને સામાન્ય કરે છે. જેનાથી લૂઝ મોશન બંધ થઈ જાય છે.

ગાજર- ડાયેરિયાને નિયંત્રિત કરવા માટે ગાજર કે ગાજરનો જ્યૂસ પી શકાય છે. તેમાં પેક્ટિન હોય છે જે લૂઝ મોશનને રોકવાનું કામ કરે છે. આ ઉપરાંત, જામફળ પણ ખાઈ શકાય છે.

image source

ઓઆરએસ – ડાયેરિયા દરમિયાન શરીરમાં પ્રવાહી ખુટી જાય છે. તેની કમીને પૂરી કરવા માટે ઓઆરએસ પીતા રહેવું જોઈએ. ઓઆરએસને એક લીટર પાણીમાં છ ચમચી ખાંડ અને અરધી ચમચી મીઠાને મિક્સ કરીને બનાવી શકાય છે. ઓઆરએસ ઝાડાના દેશી ઉપચાર તરીકે કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત