આ છે નાના પડદાની સૌથી ફેમસ પાંચ માઁ,અસલી નહિ પણ પાત્રના નામે છે ઘર ઘરમાં ફેમસ

વર્ષોથી નાના પડદા પરના કેટલાક શોમાં કેટલાક શ્રેષ્ઠ મહિલા પાત્રો દર્શાવવામાં આવ્યા છે. તેમાં નાના પડદાની માતાઓના પાત્રો પણ છે જેમણે દર્શકોના મનમાં અમીટ છાપ છોડી છે. આજે મધર્સ ડેના અવસર પર અમે તમને ટીવીની કેટલીક જાણીતી માતાઓ વિશે જણાવીશું, જેમના પાત્રને કારણે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

તુલસી (ક્યૂંકી સાસ ભી કભી બહુ થી)

स्मृति ईरानी
image soucre

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય શોમાંનો એક હતો. વર્ષ 2000માં પ્રસારિત થયેલા આ શોના દરેક પાત્ર ખૂબ જ ફેમસ થયા હતા. પરંતુ લોકોને સિરિયલમાં તુલસીનો રોલ સૌથી વધુ પસંદ આવ્યો હતો. તુલસીનું પાત્ર સ્મૃતિ ઈરાનીએ ભજવ્યું હતું. મોટાભાગના લોકો આજે પણ તેમને તુલસીના નામથી ઓળખે છે.

બા (બા, બહુ ઓર બેબી)

बा, बहू और बेबी
image soucre

આ સિરિયલમાં બાને પરિવારના વડા તરીકે રજૂ કરવામાં આવી હતી. શોમાં, બા એકલા હાથે આઠ બાળકોનો ઉછેર કરતી જોવા મળી હતી કારણ કે તેનો પતિ આલ્કોહોલિક હતો. તેમના અંગત જીવનમાં ઉથલપાથલ હોવા છતાં 20 થી વધુ લોકોના પરિવારનું નેતૃત્વ કરતા શોમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. સરિતા જોશીએ ભજવેલું આ પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ શો વર્ષ 2005માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થયો હતો.

સવિતા તાઈ (પવિત્ર રિશ્તા)

पवित्र रिश्ता
image soucre

સુશાંત સિંહ રાજપૂતનો આ ટીવી શો ઘણો હિટ રહ્યો હતો. અંકિતા લોખંડે (અર્ચના) અને સુશાંત (માનવ) આ શોથી ફેમસ થયા. પરંતુ આ શોમાં એક એવું પાત્ર પણ હતું જેણે લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી હતી. એ પાત્ર સવિતા તાઈનું હતું. આ શોમાં તે માનવની માતાના રોલમાં હતી. તેના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.

ભાભો (દિયા ઓર બાતી હમ)

दीया और बाती हम
image soucre

વર્ષ 2011-2016 દરમિયાન ટેલિકાસ્ટ થયેલો આ શો લોકોને ઘણો પસંદ આવ્યો હતો. આ સિરિયલમાં સંધ્યા અને સૂરજની વાર્તા બતાવવામાં આવી હતી. નીલુ વાઘેલા આ શોમાં ભાભોનું પાત્ર ભજવીને ઘર-ઘર લોકપ્રિય બની હતી. નીલુ રાજસ્થાનની છે. તેઓ રાજસ્થાની સિનેમાનું જાણીતું નામ છે.

દિવ્યાંકા ત્રિપાઠી (યે હૈ મોહબ્બતેં)

ये है मोहब्बतें
image soucre

શોમાં દિવ્યાંકા ત્રિપાઠીના પાત્રને ‘ઈશી મા’ કહેવામાં આવતું હતું. શોમાં રુહીના પ્રેમમાં પડ્યા પછી, ઇશિતાએ તેના છૂટાછેડા લીધેલા પિતા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું જેથી તે તેની પુત્રીની વધુ નજીક આવી શકે. આ શોમાં બતાવવામાં આવ્યું છે કે ઈશિતા માત્ર રુહીની જ નહીં પણ સાવકા પુત્ર આદિત્યની પણ સારી માતા બની રહી છે. તેના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ શો પછી દિવ્યાંકાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી.