દાંતનો દુખાવો, જોઇન્ટ્સ પેઇન તેમજ બીજા આટલા બધા દુખાવાને દૂર કરવા કરો આ વસ્તુનો ઉપોગ, થઇ જશે તરત જ રાહત

આજે અમે તમને મહુવાના બી વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ, મહુવા આયુર્વેદમાં સદીઓથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઇલાજ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, મહુઆમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોને દૂર કરે છે. જો તમને પણ આ સમસ્યા છે તો આજે જ મહુઆનો ઉપયોગ કરો અને તમારી સમસ્યા દૂર કરો.

image source

તમે મહુવાના ફળ અને ફૂલો વિશે સાંભળ્યું જ હશે, તે સ્વાદમાં જેટલું સ્વાદિષ્ટ અને સુગંધિત છે, તેટલા જ તેમાં ઔષધીય ગુણધર્મો છે. ઘણા રાજ્યોમાં મહુવાના રસમાંથી દારૂ પણ બનાવવામાં આવે છે અને તેના તેલથી ઘરોમાં ખોરાક બનાવવામાં આવે છે. આ ઝાડના પાંદડા, છાલ, ફૂલો અને બી બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ઘણી વસ્તુઓમાં તેનો ઉપયોગ પણ થાય છે. અનેક રોગોની દવા બનાવવા માટે મહુવાનો ઉપયોગ વિવિધ રીતે થાય છે.

મહુવાથી આ લાભ મળશે

image source

મહુવા બીના તેલનો ઉપયોગ ન્યુમોનિયા, ચામડીના રોગો અને હરસ જેવી સમસ્યા દૂર કરવા માટે થાય છે, આ માટે મહુવાની છાલને પાણીમાં ઉકાળીને એક ઉકાળો તૈયાર કરો, ત્યારબાદ આ ઉકાળાનું સેવન કરો. આ ઉકાળાનું નિયમિત સેવન કરવાથી સંધિવા જેવા દુખાવામાં રાહત મળે છે અથવા અસરગ્રસ્ત વિસ્તારમાં મહુવા બીનું તેલ લગાડવાથી પીડામાંથી રાહત મળે છે.

image source

જે લોકો ડાયાબિટીઝથી પીડાય છે તેમને મહુવાની છાલનો ઉકાળો જરૂરથી પીવો જોઈએ. તે શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે, ખરજવું જેવી ત્વચાની બીમારીઓ દૂર કરવા માટે મહુવાના પાનમાં તલનું તેલ નાખી તેને ગરમ કરી લો, ત્યારબાદ આ પાંદડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં શેક કરવાથી રાહત મળે છે.

image source

જો દાંતમાં દુખાવો થાય છે અથવા પેઢામાંથી લોહી નીકળે છે, તો મહુવાની છાલમાંથી નીકળતા પ્રવાહીને લગભગ 300 મિલીલીટર પાણીમાં મિક્સ કરો ત્યારબાદ આ પાણીથી કોગળા કરો. તમારા દાંત અને પેઢામાં થતી સમસ્યા દૂર થશે અને તે સ્વસ્થ રહેશે.

image source

અત્યારે ચાલતી ભાગદોડવાળી જીવનશૈલીમાં તણાવ એ સામાન્ય છે, પરંતુ તણાવના કારણે વ્યક્તિને માથામાં દુખાવાની સમસ્યા વારંવાર થાય છે. તમારી આ સમસ્યા દૂર કરવા માટે મહુવાનું તેલ ખુબ જ ફાયદાકારક છે. માથાનો દુખાવો દૂર કરવા માટે તમારે તમારા કપાળમાં મહુવાનું તેલ લગાવવું જોઈએ. આ તેલની મદદથી થોડા સમયમાં જ તમારા માથાનો દુખાવો દૂર થશે.

જ્યારે સાપ કરડે છે ત્યારે બધા લોકો ચિંતિત થાય છે કે હવે શું કરવું જોઈએ ? આવી પરિસ્થિતિમાં મહુવાના બીજને પીસીને જ્યાં સાપએ કરડ્યું છે ત્યાં લગાડવું અને આંખની બંને બાજુ પર લગાવવાથી ઝેરની અસર ઓછી થાય છે.

image source

મહુવામાં હાજર પોષક તત્વો શરીરમાં હિમોગ્લોબિન વધારે છે, તે શરીરને સારી ઉર્જા પ્રદાન કરવામાં સક્ષમ છે. મહુવાના પાનનો ઉકાળો પીવાથી તમારા શરીરને ઘણી કેલરી મળે છે, જેથી તમે સરળતાથી તમારા શરીરને શક્તિ અને ઉર્જા આપી શકશો.

image source

જો કોઈને તાવ આવે છે, તો મહુવાના ફૂલનો ઉકાળો બનાવો અને તેને તાવ દરમિયાન દિવસમાં ત્રણ વખત પીવો. તમારો તાવ 2 દિવસની અંદર જ અદૃશ્ય થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત