મલાઈકા અરોરાની ખૂબ જ નજીક આવ્યા પછી ફેન્સે કરી આવી હરકત, સાંભળીને અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ, પણ હખણા રહેતા હોય તો

મલાઈકા અરોરાની દરેક સ્ટાઈલના લોકો દિવાના છે. અભિનેત્રીને જિમ અથવા ઘરની બહાર કોઈપણ રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થતાં જ ચાહકો તેની એક ઝલક જોવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉત્સુક થઈ જાય છે. પરંતુ આ વખતે ફેન્સને ફોટો પડાવવો ભારે પડી ગયો હતો. ફોટો લેવા માટે મલાઈકાની કારની નજીક ફેન આવતા જ એક્ટ્રેસ તેને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. મલાઈકા અરોરાનો એક ફેન્સની ક્લાસ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

મલાઈકા અરોરા મુંબઈમાં જિમની બહાર જોવા મળી હતી. આ પછી અભિનેત્રી પોતાની કાર પાસે જઈને બેસી ગઈ. આ દરમિયાન એક ફેન આવે છે, જેને જોઈને એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. મલાઈકા તેના ફેન્સને ઊંચા અવાજમાં કહે છે- ‘તમે કેટલા ફોટા પાડશો ? હમણાં જ લીધો. વીડિયો જોઈને લાગે છે કે આ ફેન મલાઈકાના ફોટા વારંવાર ક્લિક કરી રહ્યો હતો. જે બાદ એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે અને ફેન્સની ક્લાસ લગાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ફેન્સના ક્લાસ પછી, મલાઈકા અરોરા ફરીથી ફેન્સની બાજુમાં ઉભેલા તેના મિત્રો સાથે વાત કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન અભિનેત્રીના ચહેરા પર સ્મિત પણ જોઈ શકાય છે. મિત્રો સાથે વાત કર્યા પછી, મલાઈકા કારનો ગેટ બંધ કરે છે અને ત્યાંથી નીકળી જાય છે.

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ફેન્સે કોઈ સેલિબ્રિટી સાથે ફોટો પડાવવાને લઈને આવું વર્તન કર્યું હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ સેલેબ્સ સાથે આ રીતે ટ્રીટ કરી ચુક્યા છે.