તમે પણ ખાઓ આ શાકભાજી, અને વિટામીન Dની ઉણપને કરી દો પૂરી

મશરૂમ ફક્ત સ્વાદ માટે જ નહી, ઉપરાંત શરીરને પોષણ પણ આપે છે. ચાલો હવે જાણીશું કે કેવી રીતે શિયાળાની ઋતુમાં મશરૂમનું સેવન કરવું આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શિયાળામાં તાપમાં રાખેલ મશરૂમના અગણિત ફાયદાઓ વિષે…

આજના સમયમાં મશરૂમની વાનગીઓ યુવાનોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. મશરૂમનું સેવન કરવામાં સ્વાદિષ્ટ જ નહી ઉપરાંત કેટલાક જરૂરી પોષક તત્વોનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ સાથે જ મશરૂમ એક ફાઈબરયુક્ત હોવાથી આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. કેટલીક બીમારીઓમાં મશરૂમનો ઉપયોગ એક દવા તરીકે પણ કરવામાં આવે છે. જે વ્યક્તિઓ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે તેવી વ્યક્તિઓએ મશરૂમને પોતાની ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ, મશરૂમ ખુબ જ ફાયદાકારક હોય છે.

image source

શિયાળાની ઋતુમાં શરીરને વિટામીન ડીની વધારે જરૂરિયાત હોય છે, જેનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યનો પ્રકાશ જ છે. જે વ્યક્તિઓના હાડકા નબળા હોય છે તેમના માટે મશરૂમનું સેવન કરવાથી આપના શરીરના હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ જરૂરી છે. આપણા શરીરમાં વધારે પ્રમાણમાં વિટામીન ડીની હાજરી હોવી જરૂરી છે. મશરૂમનું સેવન રોજ નિયમિત રીતે કરવાથી આપણા શરીરની જરૂરિયાતના અંદાજીત ૨૦% વિટામીન ડી મશરૂમ માંથી મળી જાય છે. જે આપણા શરીર માટે પર્યાપ્ત હોય છે.

image source

મશરૂમમાં કોલીન નામનું એક ખાસ પોષક તત્વ હાજર હોય છે જે આપણા શરીરની માંસપેશીયોની સક્રિયતા અને યાદશક્તિને જાળવી રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે. મશરૂમમાં રહેલ પોષક તત્વો આપણા શરીરની ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત કરવા માટે પણ મદદ કરે છે જેના કારણે આપણે જલ્દીથી શરદી ખાંસી જેવી અને વાયરલ બીમારીઓના શિકાર થતા નથી. મશરૂમમાં સેલેનિયમ નામનું એક મહત્વનું પોષક તત્વ રહેલ હોય છે જે આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે.

image source

મશરૂમમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખુબ જ ઓછો હોય છે આ જ કારણ છે કે, મશરૂમ વજન ઘટાડનાર, પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખનાર વ્યક્તિઓ અને બ્લડ સુગરના દર્દીઓના બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવામાં મદદગાર સાબિત થાય છે. મશરૂમનું સેવન કરવું ખાસ મહિલાઓના વાળ અને ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

image source

મશરૂમનું સેવન આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે, મશરૂમમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપુર હોય છે. મશરૂમમાં વિટામીન બી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ જેવા ખુબ મહત્વના પોષક તત્વોથી ભરપુર હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત