આ ટિપ્સથી મેન્ટન કરો ઘટાડેલા વજનને, નહિં તો વધી જશે વજન

જાડાપણું કેટલીક વ્યક્તિઓ માટે અભિશાપ બની જાય છે ત્યારે આવી વ્યક્તિઓ જીમમાં કસરત કરે છે, ખાવા- પીવાનું ખુબ જ નિયંત્રણમાં રાખે છે, અહિયાં સુધી કેટલીક વ્યક્તિઓ તો ઉપવાસ પણ કરવા લાગે છે. આટલી મહેનત કરીને વજન ઘટાડ્યા પછી પણ એક ખુબ જ મહત્વનું કામ છે એ છે વજનને જાળવી રાખવું એટલે કે વજન ઘટાડી લીધા પછી આપે જેટલું વજન ઘટાડ્યું છે એટલું જ વજન જાળવી રાખવું. ઘણીવાર વ્યક્તિ ઝડપથી વજન ઘટાડી લે છે અને ત્યાર પછી ઘણા સમયથી પોતાની પસંદગીની વસ્તુ ના ખાધી હોવાથી મનભરીને પસંદગીની વસ્તુઓનું સેવન કરે છે અને આવી વ્યક્તિઓનું ફરીથી વજન વધવા લાગે છે. આપની સાથે આવું ના થાય એ માટે આપે એક મહિનામાં ફક્ત બે થી ત્રણ કિલો જેટલું જ વજન ઘટાડવું જોઈએ.

image source

ઘણા બધા લોકો પોતાનું વજન ઘટાડવા માટે સખ્ત ડાયટીંગ અને વધારે વ્યાયામ કરવા લાગે છે અને પોતાનું વજન ઝડપથી ઘટાડવામાં લાગી જાય છે તેમ છતાં આવી વ્યક્તિઓ પોતાની જીવનશૈલીમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન લાવતા નથી. લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાનો મતલબ એવો બિલકુલ નથી કે, આપે ભોજનનું સેવન એકદમથી જ ઘટાડી દેવું જોઈએ. ભોજનનું પ્રમાણ ઘટાડવાને બદલે આપે હેલ્ધી ફૂડનું સેવન કરવાની ટેવ પાડવી જોઈએ. આ સાથે જ આપે એકસરસાઈઝને પોતાની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવી લો અને એક સક્રિય જીવનશૈલી જીવવાનો પ્રયત્ન શરુ કરી દેવા જોઈએ. ઉપરાંત આપે કેટલાક નાના- મોટા કામ જાતે જ કરવા જોઈએ અને ચાલવાની ટેવ પાડવી જોઈએ.

image source

કેટલીક વ્યક્તિઓ વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરતી વખતે ભૂખ્યા રહેવા લાગે છે પણ કોઈ પાર્ટી કે પ્રસંગ દરમિયાન પેટ ભરીને ભોજન કરે છે. વજન ઘટાડતી વખતે જે વ્યક્તિ આવું કરે છે તે વ્યક્તિનું વજન જેટલી ઝડપથી ઘટાડે છે એટલી જ જલ્દી આવી વ્યક્તિનું વજન વધવા પણ લાગે છે.
ઉપરાંત એકવાર વજન ઘટાડી લીધા પછી કેટલીક વ્યક્તિઓ એકસરસાઈઝ કરવાનું ખુબ ઓછું કરી દે છે કે પછી એકદમ જ એકસરસાઈઝ કરવાનું છોડી દે છે. એકવાર વજન ઘટી ગયા પછી જો ધ્યાન રાખવામાં નથી આવતું તો આપનું વજન ફરીથી વધી જાય છે.

વજન ઘટાડતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું.:

image source

જયારે આપ વજન ઘટાડવાની શરુઆત કરો છો તો ઝડપથી આપનું વજન ઘટવા લાગે છે ત્યારે આપના શરીરની સાથે જ શરીરના સ્નાયુઓ પણ શિથિલ થવા લાગે છે જેના કારણે આપનું વજન ઝડપથી ઘટી જાય છે. એટલા માટે આપે આપનું વજન ઘટાડવાની શરુઆત કરો છો ત્યારે જ આપે જાણી લેવું જોઈએ કે, આપના શરીરમાં કેટલા પ્રમાણમાં ફેટ છે અને મસલ્સ વેઇટ કેટલું છે તે પણ જોઈ લેવું જોઈએ. આપે આપના શરીરના ફેટ અને મસલ્સ વેઇટ ટેસ્ટ પ્રોફેશનલ જીમેનેશિયન કે પછી ફિટનેસ કલીનીકમાં જઈને કરાવવું જોઈએ. જો આપના ટેસ્ટમાં ફેટ વધુ આવે છે તો આપે કાર્ડિયો, સ્ટ્રેચ અને લાઈટ વેઈટ એકસરસાઈઝ કરવાથી શરુ કરી દેવું જોઈએ.

વજન ઘટાડવાના પ્રયત્નો શરુ કરતા સમયે જો આપ જલ્દી અને સારા રીઝલ્ટ મેળવવા માટે કોઈ સારા એક્સપર્ટ કન્સલ્ટન્ટ કે પછી ટ્રેનરના સૂચનો મુજબ અનુસરણ કરવું જોઈએ.

ડાયટ.:

image source

રોજના નિયમિત ભોજન માંથી આપે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ અને પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વો ધરાવતા આહારનું સેવન વધારી દેવું જોઈએ. આપે રોજના ડાયટમાં ૩૦ થી ૪૦ ટકા કાર્બોહાઈડ્રેટ, ૨૦ ટકા ફેટ અને ૪૦ થી ૫૦ ટકા પ્રોટીનનું પ્રમાણ મળી રહે તેવા આહારનું સેવન કરવું જોઈએ.

જયારે આપનું વજન જરૂરિયાત જેટલું વજન ઘટી જાય છે ત્યારે આપે વજન ઘટાડવા દરમિયાન છોડી દીધેલ આહારને તાત્કાલિક જ આરોગવાનું શરુ કરી દેવું જોઈએ નહી. પણ આપે ભરપેટ સમજી- વિચારીને ભોજનનું સેવન કરવું જોઈએ. આપે રોજના ભોજનમાં ફાઈબર, અનાજ અને વિવિધ દાળને સામેલ કરવી જોઈએ. આ સાથે જ આપે રસદાર ફળ જેમ કે, મોસંબી, તરબૂચ, સંતરા જેવા મેટાબોલીઝમ વધારી શકે તેવા આહારનું સેવન કરવાનું રાખવું જોઈએ.

image source

આપે આપનું વજન ઘટાડી લીધા પછી જયારે આપ ડાયટીંગ છોડી દો છો ત્યારે આપે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, દિવસ દરમિયાન આપે એકસાથે ભોજન લેવાના બદલે અલગ અલગ ત્રણ સમયે આહારનું સેવન કરવું જોઈએ. જેના કારણે આપના પેટને ભોજન પચાવવામાં તકલીફ પડે નહી. ઉપરાંત ભોજન શરુ કરતા પહેલા આપે સલાડનું સેવન કરવું જોઈએ. રાતનું ભોજન આપે ૮ વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ. જો શક્ય હોય તો આપે આપના ભોજનમાં કોઈ મીઠાઈ કે ગળી વસ્તુને સામેલ કરવી જોઈએ નહી. તેમજ આપે રાતના સમયે ભોજન કરી લીધા પછી ચાલવા જવાની ટેવ પાડવી જોઈએ.

image source

આપે વજન ઘટી ગયા પછી આખા દિવસ દરમિયાન છ વાર પણ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. એક જ સમયે વધારે ભોજન લેવાથી આપના પેટની કેપેસીટી વધતી જશે અને આપને વધારે ભૂખ લાગી શકે છે. આપે ભોજનમાં વધારે કેલેરીવાળા ભોજનનો સમાવેશ કરવો જોઈએ નહી. હાઈ કેલેરી ફૂડના બદલે રસદાર ફળોનું સેવન કરવું વધારે આરોગ્યપ્રદ રહે છે. આપે બહારના ભોજનનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને જો આપ કોઈવાર હાઈ કેલેરીઝ ભોજન એટલે કે પિઝા અને ગુલાબ જાંબુ નું સેવન કરો છો તો આપે ત્યાર પછીના બે દિવસ સુધી રસદાર ફળ અને શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

image source

ભોજન બનાવવાની રીતમાં ફેરફાર કરવો જોઈએ. તળેલી કે પછી વધારે તેલવાળી વસ્તુઓનું સેવન કરવાને બદલે બેક કરેલી કે બાફવામાં આવેલ વસ્તુઓનું સેવન આપ વિચાર્યા વગર કરી શકો છો. ઉપરાંત આપે ભોજન કરતા સમયે ટીવી જોવું કે પછી અન્ય વ્યક્તિઓ સાથે વાત કરતા સમયે ખાવું જોઈએ નહી કારણ કે, જો આપ આવી રીતે ભોજન કરો છો તો આપનાથી વધારે ભોજન કરી લેવાની સંભાવના વધી જાય છે અને એનાથી આપનું વજન પણ વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત