માતાની પેઈન્ટિંગ જોઈને પીએમ મોદીએ કાર રોકી, બાળકીના માથા પર હાથ રાખીને આશિર્વાદ આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે (મંગળવારે) હિમાચલ પ્રદેશના શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો હતો. આ પહેલા પીએમ મોદીએ શિમલામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન એક છોકરીએ પીએમ મોદીને એક સ્પેશિયલ પેઇન્ટિંગ ગિફ્ટ કરી હતી. પેઇન્ટિંગ જોઈને પીએમ મોદીએ પોતાની કાર રોકી અને યુવતીને મળ્યા.

image source

પીએમ મોદી કારમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે રસ્તાની બાજુમાં એક છોકરીને ઉભી જોઈ. પીએમ મોદી તરત જ કાર રોકીને યુવતી પાસે પહોંચ્યા. છોકરીએ તેને હાથ વડે બનાવેલ એક પેઇન્ટિંગ ભેટમાં આપી. આ પેઇન્ટિંગ પીએમ મોદીની માતા હીરાબેન મોદીની હતી.

પીએમ મોદીએ યુવતીને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તે જાતે બનાવી છે ? તેના પર યુવતીએ જવાબ આપ્યો કે આ પેઇન્ટિંગ તેણે પોતાના હાથથી બનાવી છે. પછી પીએમ મોદીએ પૂછ્યું કે આ પેઇન્ટિંગ કેટલા દિવસમાં તૈયાર થઈ. યુવતીએ જણાવ્યું કે તેને બનાવવામાં એક દિવસ લાગ્યો હતો. યુવતીએ પીએમ મોદીને એમ પણ કહ્યું કે તેણે તેમની પેઈન્ટિંગ પણ બનાવી છે. આ પછી વડાપ્રધાને બાળકીના માથા પર પોતાનો પ્રેમાળ હાથ પણ રાખ્યો હતો. પીએમની આ સાદગીના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

image source

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિના 11મા હપ્તા તરીકે 21,000 કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમણે કહ્યું, ‘આજે મને શિમલાની જમીનમાંથી દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો લહાવો મળ્યો છે.’