એક અજાણ્યા વ્યક્તિએ મોનાલિસાની પેઇન્ટિંગ પર કર્યું એવું કે 6500 કરોડથી વધુનું નુકસાન થયું

સૌથી પ્રખ્યાત પેઇન્ટિંગ્સમાંની એક મોના લિસા પર એક વ્યક્તિએ કેક ફેંક્યું. આ પેઇન્ટિંગ પેરિસના પ્રખ્યાત લુવર મ્યુઝિયમમાં હાજર છે. રવિવારે વૃદ્ધ મહિલાના વેશમાં એક વ્યક્તિ મ્યુઝિયમમાં પહોંચ્યો હતો અને તેણે પેઇન્ટિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ માનસિક રીતે ઠીક નથી.

image source

અહેવાલો અનુસાર, ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે એક વ્યક્તિ વ્હીલચેરમાં મોટી વિગ પહેરીને બેઠો હતો. તેણે અચાનક ઊભા થઈને મોનાલિસાની પેઇન્ટિંગનો બુલેટપ્રૂફ કાચ તોડવાનો પ્રયાસ કર્યો, પછી કાચ પર જ કેક ફેંકી. આ જોઈને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. ઘટના પછી તરત જ, મ્યુઝિયમના સુરક્ષા કર્મચારીઓ તે માણસને ઘટનાસ્થળમાંથી બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા, જ્યારે ભીડે વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું હતું.

આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક કર્મચારીઓ આરોપી વ્યક્તિને ત્યાંથી લઈ જતા અને પેઇન્ટિંગની ઉપરના કાચ સાફ કરતા જોવા મળે છે. આ પેઇન્ટિંગને કોઈ નુકસાન નથી કારણ કે તે બુલેટપ્રૂફ કાચની પાછળ રાખવામાં આવી છે.

લિયોનાર્ડો દા વિન્સીની આ પેઇન્ટિંગની વર્તમાન બજાર કિંમત 6748 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મોનાલિસાનું આ રહસ્યમય સ્મિત પેઇન્ટિંગ લગભગ 500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગને ચોરી કે નાશ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. 1911 માં, તે એક કર્મચારી દ્વારા મ્યુઝિયમમાંથી જ ચોરી કરવામાં આવી હતી.

જો કે, આ પેટિંગ પર તાજેતરમાં હુમલો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. હવે સવાલો ઉઠી રહ્યા છે કે આરોપી વ્યક્તિ આટલી સુરક્ષા હોવા છતાં કેક અંદર કેવી રીતે લાવવામાં સફળ થયો.