મેથી કરે છે આ અનેક બીમારીઓ દૂર, શું તમે જાણો છો આ અઢળક ફાયદાઓ વિશે?

મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના બીયા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. આ સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. જેથી આજે અમે તમને મેથી દાણાના અઢળક ફાયદા વિશે જણાવીશું. મોટેભાગે બધા મેથીના અનેક ફાયદાઓ વિશે જાણતા જ હોય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી મેથીના દાણા ખૂબ જ ગુણકારી હોય છે. મેથીના દાણાને મસાલા ઉપરાંત દવાઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક રોગની સારવારમાં પણ મેથી કામમાં આવે છે. જાણો તેના ફાયદાઓ વિશે તે કઇ કઇ સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે અને કેવી રીતે તેનું સેવન કરવું ફાયદાકારક હોય છે?

કબજિયાતથી છૂટકારો

image source

જે લોકોને કબજિયાતની સમસ્યા છે તેમના માટે મેથીના દાણા રામબાણ ઇલાજ સાબિત થશે. મેથીના દાણા પાચનક્રિયાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે તમારે એક ચમચી મેથીને બે ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી લો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી કે મેથીનો રંગ પાણીમાં સરખી રીતે મિક્સ ન થઇ જાય. ત્યારબાદ મેથીના દાણાને ગાળીને પાણીમાંથી અલગ કરી લો અને પાણીને સામાન્ય ઠંડું થવા દો. જ્યારે પાણી હુંફાળું હોય એટલે કે ન વધારે ગરમ કે ન વધારે ઠંડું ત્યારે તેનું સેવન કરો.

ડાયાબિટીસના જોખમને ઘટાડે

image source

મેથીના દાણાનું જો પાણી સાથે સેવન કરવામાં આવે તો આ ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ હૃદય અને ફેફસાં સાથે સંકળાયેલી બીમારીઓ અને જોખમને પણ ઓછું કરવામાં સહાયક છે. અઠવાડિયામાં ત્રણ અથવા ચાર વખત તેનું સેવન કરી શકો છો. જો કે આમ કરતા પહેલા ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઇએ.

– સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.

image source

– મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.

image source

– મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. વાળની સમસ્યાઓ દૂર થાય છે.

image source

– ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

image source

-રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.

image source

– અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,