ચોમાસા દરમિયાન કોરોના વાયરસ વધારે ઝડપથી ફેલાઈ શકે છે, શું છે આ વિશે સચોટ માહિતી જાણો તમે પણ

આપણા જોવામાં અત્યાર સુધીમા આવ્યું છે કે કોવિડ 19 પર નથી તો ઠંડીની અસર થઈ કે નથી તો ગરમીની અસર થઈ. ઉનાળો આવવાનો હતો તે સમયે બધાને એવી આશા હતી કે ઉનાળાની ગરમીના કારણે કોરોના વાયરસનો ફેલાવો અટકી જશે પણ તેવું કશું જ ન થયું અને જે થયું તે આપણી સામે છે. માટે તેની અસર ચોમાસામાં કેવી રહેશે તે કહેવું અત્યંત મુશ્કેલ છે. અને ઇન્ફેક્સન એક્સપર્ટ હાલ પણ આ વાયરસને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. માટે તેઓ પણ માત્ર ધારણાઓ તેમજ અંદાજા જ લગાવી શકાય કોઈ ચોક્કસ હકીકત જણાવવાને સક્ષમ નથી.

image source

ડોક્ટર્સનું કહેવું છે કે આ વાયરસ હજુ નવો જ છે જેને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું. તેના પર અભ્યાસ ચાલુ જ છે. પણ જે રીતે તેના પર ઠંડી અસર ન થઈ કે ગરમી પણ તેને રોકી ન શકી, તેને જોતાં એવું કહી શકાય કે ચોમાસાની પણ આ વાયરસ પર કંઈ ખાસ અસર થશે નહીં.

image source

ડોક્ટર્સનું કહેવું છે કે મોનસુનમાં આ વાયરસનું વર્તન કેવું હશે તે કહેવું હાલ મુશ્કેલ છે. પણ હજુ સુધી આ વાયરસ પર કોઈ પણ પ્રકારની ઋતુની અસર થઈ શકી નથી. જોકે ,ડોક્ટર્સનું કહેવું છે કે વરસાદ થવાથી મચ્છરજન્ય રોગો ફરીથી વકરી શકે છે જેમ કે ડેંગુ, ચિકનગુનિયા વિગેરે. પણ કોરોના વાયરસ એ કોઈ મચ્છરમાંથી નહીં પણ માણસથી માણસમાં ટ્રાન્સફ થતો વાયરસ છે. માટે મોનસુન દરમાયન તે કેટલો એક્ટિવ રહેશે, સુસ્ત રહેશે કે ઝડપથી ફેલાશે તે વિષે કશું જ ચોક્કસ કહેવું મુશ્કેલ છે.

image source

વિવિધ ડોક્ટર્સનો આ બાબત પર એક જ સમાન અભિપ્રયા છે. તેઓ જણાવે છે કે અભ્યાસ બાદ પણ એટલું કહી શકાય કે હ્યુમિડિટી એટલે કે ભેજની તેના પર કોઈ અસર નથી થવાની. ચોમાસામાં જ્યારે હ્યૂમિડિટિની ટકાવારી વધે છે તો તેના કારણે વાયરસનો કંઈ અંત નથી આવવાનો. ડોક્ટર્સનું કહેવું છે કે

image source

આ વાયરસ એક માણસથી માણસમાં ફેલાય છે માટે અને તે ત્યારે જ શક્ય બને છે કે એક હદ કરતાં સંક્રમિત વ્યક્તિ તમારી અત્યંત નજીક આવે. માટે તેના પર ભેજની કોઈ અસર નથી થવાની. હવે જો તમે એવું વિચારતા હોવ કે તે ચોમાસમાં વધારે સક્રિય થશે તો તે વિષે પણ કશું જ કહી શકાય તેમ નથી.

ચોમાસામાં એક સાથે ઘણા બધા વાયરસ એક્ટિવ થઈ શકે છે

image source

ડોક્ટર્સ જણાવે છે કે એવું સાંભળવા મળી રહ્યું હતું કે ગરમીમાં આ વાયરસ તેના તાપમાનના કારણે પૂરો થઈ જશે, પણ તેવું કશું જ થયું નહીં, હા, ચોમાસામાં તકલીફ એ થશે કે એક સાથે બીજા ઘણા વાયરસ એક્ટિવ થઈ જશે, કોવિડની સાથે સાથે ડેંગુ, મેલેરિયા, ચિકનગુનિયાના વાયરસ પણ એક્ટિવ થવાનું જોખમ રહેલું છે. એક સત્ય એ પણ છે કે ભેજમાં વાયરસ ઝડપથી ફેલાય છે, પણ આ વાયરસ ફેલાય છે કે નહીં, તે કેવી રીતે વર્તે છે તે કહી શકાય તેમ નથી. માટે કોઈ ધારણા માંડવાની જગ્યાએ કે કોઈ ભવિષ્યવાણી કરવાની જગ્યાએ રાહ જોવી જ યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત