15 દિવસમાં 3 કિલો વજન ધટાડવુ હોય તો સવારમાં આ 1 કામ કરીને કરો આ નાસ્તો

સવારે આ કામ પતાવીને પછી જ કરો ચા-નાસ્તો, 15 દિવસમાં 3 કિલો જેટલું વજન ઘટશે

હાલમાં લાગેલા લોકડાઉનના કારણે ઘરમાં બેઠા બેઠા અનેક લોકોના વજન વધી ગયા હશે. કારણ કે હાલમાં જીમ અને યોગા ક્લાસ પણ બંધ છે. એવા સમયે વજન ઘટાડવું એ સૌથી મુશ્કેલ પ્રશ્ન બની રહ્યો છે, પણ હા અશક્ય તો નહિ જ. જો કેટલાક ઉપાયો, નિયમો અને નુસખા આજમાવી લેવામાં આવે તો તમે સરળતાથી તમારા વજન અને ચરબીને ઓછી કરી શકો છો. જો કે આ માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું પડે છે, તો ચાલો જાણી લો કે કે વજન ઉતારવા માટેની શ્રેષ્ઠ ટીપ અને ટ્રીક્સ કઈ છે.

એક્સરસાઈઝ કરો અથવા ચાલવા જાઓ

image source

સવારે સૌ પ્રથમ તો વહેલા ઉઠવાનું શરૂ કરો. ઉઠો એટલે સૌપ્રથમ બ્રશ કરીને 2 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીને અડધા કપ સંતરાના રસમાં ૧ ચમચી ઈસબગુલ મિલાવીને પી જાઓ. પછી કસરત કરો અને ચાલવા માટે પણ જાઓ. શરૂઆતમાં ભલે તમે કસરત બહુ ઓછી કરી શકો, પણ પછી ધીરે ધીરે એના સમયમાં વધારો કરો.

image source

જો કે કસરત કરતા પહેલા વોર્મઅપ કરવું પણ જરૂરી છે. કસરત કરીને આવ્યા પછી એક કપ ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિલાવીને પી જાઓ. આ સિવાય ચિયા સીડ્સને સહેજ શેકીને તેને પીસીને દૂધ અથવા દહીંમાં મિક્સ કરીને પણ લઈ શકાય છે, એનાથી પણ જલ્દી વજન ઉતરશે.

નાસ્તામાં પ્રોટીનની માત્રા વધારો

image source

ડાયેટના સમયે દિવસમાં બે વખત ગ્રીન ટી અથવા બ્લેક કોફીનું સેવન કરો. નાસ્તામાં ઈંડા અથવા પનીરનું સેવન કરો. કારણ કે નાસ્તામાં પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે, ખાસ કરીને ઓટ્સ અને મૂસળીને પણ નાસ્તામાં સામેલ કરો. સવારના નાસ્તામાં શક્ય હોય તો દુધના સ્થાને દહીંનો પ્રયોગ કરો. જમ્યાના એક કલાક પહેલા અને એક કલાક પછી પાણી પિતા રહો. જમ્યા પછી તરત બેસવું જોઈએ નહિ, થોડા સમય માટે ચાલો, કારણ કે ભોજન કરતી વખતે તમે જે વધારાની કેલરી ઈનટેક કરી હશે તે ચાલવાથી બર્ન થઈ જશે.

બોડીને ડિટોક્સ કરવા માટેના ઉપાય

image source

સામાન્ય રીતે બોડીને ડિટોક્સ કરવા માટે રાજિંદા જીવનના કર્યો કરતા રહેવું જોઈએ. જો કે એમ ન કરી શકાય તો વેટ લોસ માટે નારિયેળ પાણી, સંતરાનો જ્યૂસ, એલોવેરા અને આમળાના રસને મિલાવીને પીવાથી લાભ થાય છે. સલાડમાં ગાજર, કાકડી અને મૂળાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ.

image source

રાત્રે સુતા પહેલા ૨ કલાક અગાઉ જમી લેવું જોઈએ અને જમ્યા પછી ચાલવું જોઈએ. આ સરળ અને સામાન્ય ઉપાયો દ્વારા જીવનમાં નાના નાના ફેરફાર કરીને પણ 15 દિવસમાં 3 કિલો જેટલું વજન ઉતારી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત