કઇ તકલીફો માટે કયુ આસન છે બેસ્ટ, જાણો તમે પણ, આ બીમારીઓ ભગાડવા માટે નહિં લેવી પડે ક્યારે પણ કોઇ દવા

21 જૂનના દિવસે આખાય વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવામાં આવે છે. આ સમયે કયા રોગો માટે તમારે કયા આસનો કરવા જોઈએ એ અંગે અમે આજના લેખમાં જાણકારી આપીશું. આ આસનોની જાણકારી મેળવીને તમે તમારી સમસ્યાઓ પ્રમાણે આસનો કરી શકો છો. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા તેમજ આરોગ્ય અને સ્ફૂર્તિ પણ મેળવી શકાય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિ જુદા-જુદા આસનો કરી શકે છે. તો જાણો કે કયા રોગથી બચવા માટે કયા આસનો કરવા જોઈએ.

યોગ : યોગ્ય માર્ગદર્શન અંતર્ગત હિતાવહ

image source

આપને જણાવી દઈએ કે યોગાસનનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. યોગ દ્વારા અનેક રોગોમાંથી મુક્તિ મળી શકે છે. પણ આ સાથે જ યોગ કરતી વખતે અનેક સાવચેતી પણ રાખવી પડે છે. કારણ કે દરેક યોગ દરેક પ્રકારના અલગ પરિણામને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. આવા સમયે કોઈ એક આસન અન્યને લાભ અને અન્યની શારીરિક સ્થિતિ પ્રમાણે નુકશાનકારક પણ બની શકે છે. એવામાં જરૂરી છે કે આસન કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન અંતર્ગત જ કરવામાં આવે.

શરીર સાથે બળજબરી કરવી નહિ

image source

યોગ કરવાથી વ્યક્તિના શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવે છે, એ વાત સાથે કોઈ બેમત નથી છતાં પણ યોગ્ય ચોક્સાઈ સાથે જ યોગ કરવામાં આવે તે જરૂરી છે. યોગ એ અનંતની અથવા વ્યક્તિની પોતાના અંતર માટેની ખોજ પણ છે. એટલે યોગાસનમાં મુક્તિની અનુભૂતિ મુખ્ય ગણવામાં આવે છે. શરીર સાથે બળજબરી કરવી એ શરીર માટે હિતાવહ નથી. કોઈ પણ યોગ કરવા માટે શરીરને કષ્ટ આપવાની જરૂર નથી હોતી. અને હા યોગમાં મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી અથવા ખાલી પેટ કરવાના હોય છે. જો કે યોગ કરવા ઈચ્છતા સાધકનું નિરોગી હોવું પણ ઇચ્છનીય છે.

કયા રોગો માટે કયા આસન કરવા જોઈએ

મેદસ્વીતા ઘટાડવા માટે પશ્ચિમોત્તાનાસન, ચક્રાસન, ગોમુખાસન, મત્સ્યેન્દ્રાસન, ધનુરાસન અને હસ્તપાદાસન કરવું હિતાવહ છે.

image source

સાંધા અને કમરના દર્દ માટે વીરાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, વજ્રાસન, મત્સ્યાસન અને સુપ્ત વજ્રાસન જેવા આસનો કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

image source

હાઈ બીપીની સમસ્યા હોય એવા સાધકે શવાસન, પદ્માસન અને સ્વસ્તિકાસન કરવું જોઈએ.

લો બીપી ધરાવતા સાધક માટે સર્વાંગાસન, શીર્ષાસન, ભુજંગાસન અને યોગ મુદ્રાસન જેવા આસનો લાભકારક નીવડે છે.

image source

શ્વાસ સબંધિત રોગ અને કફની તકલીફ હોય તો સાધકે ભુજંગાસન, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, મત્સ્યાસન, સર્વાંગાસન અને સિંહાસન કરવા જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ માટે મયૂરાસન, ભુજંગાસન, મત્સ્યેન્દ્રાસન, ગોમુખાસન અને ચક્રાસન જેવા આસનો ખુબ જ ઉપયોગી બને છે.

image source

અજીર્ણ, મંદાગ્નિ અને અમ્લપિત્ત જેવી સસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે વજ્રાસન, વીરાસન, પવનમુક્તાસન, ઉત્તાનપાદાસન, મયૂરાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન અને ગોમુખાસન ખુબ જ ઉપયોગી બને છે.

કબજિયાત અને વાયુવિકાર જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પવનમુક્તાસન, ભુજંગાસન, ધનુરાસન અને ઉત્તાનપાદાસન જેવા આસનો કરવા જોઈએ.

image source

મગજના વિકાર, અનિદ્રા અને મનના આવેશ જેવી સમસ્યાઓમાં શવાસન, શીર્ષાસન, વિપરીતકરણી, યોગમુદ્રાસન, પદ્માસન અને સ્વસ્તિકાસન ઉપયોગી છે.

માસિક ધર્મ અને ગર્ભાશયના વિકારોથી દુર રહેવા માટે શલભાસન, વીરાસન, ઉત્તાનપાદાસન, પશ્ચિમોત્તાનાસન, સુપ્ત વજ્રાસન અને મત્સ્યાસન કરી શકાય છે.

image source

હરસ મસા જેવી સમસ્યા હોય તો એ માટે શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન અને ઉત્તાનપાદાસન ઉપયોગી આસન બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત