જરૂરિયાત કરતા ઓછુ વજન હેલ્થને કરે છે નુકસાન, જાણો વજન વધારવા ડાયટમાં શું કરશો ફેરફારો

એ વાત સાચી છે કે રાત્રે ખોરાક ધીમે ધીમે પચે છે. પરંતુ કંઈ જ ન ખાવું એ તમારા આરોગ્ય માટે નુક્સાનકારક બની શકે છે. રાતના સમયે એકદમ હળવું કંઈક ખાઈ લો, જેનાથી તમારા શરીર પર ખરાબ અસર ન પડે.ઘણી વખત લોકો વજન ઓછું કરવા અથવા થાકના કારણે ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે.વાસ્તવમાં રાતના સમયે શરીરનો મેટાબોલિક રેટ ઓછો હોય છે જેના કારણે ખોરાક ખૂબ ધીમે પચે છે, ઘણીવખત આ જ વિચારીને લોકો રાત્રે ભોજન કરવાનું બંધ કરી નાખે છે કે તેનાથી મોટાપો વધી ન જાય. પણ જો તમે પણ આમ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. ક્યારેક આમ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ લાંબા સમય સુધી જો તમે આમ કરતા હોવ તો તમારા સ્વાસ્થ્ય પર ખૂબ વિપરિત અસર થાય
છે. આનો જાણીએ તેનાથી શું નુક્સાન થઈ શકે…

image source

જો વધુ વજન સ્વાસ્થ્ય માટે નુકશાનકારી છે તો ઓછું વજન પણ કેટલીય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. પાતળા શરીર માટે નુકશાનકારક છે. આ ન માત્ર આપણા આત્મવિશ્વાસને ઘટાડી શકે છે પરંતુ પર્સનાલિટીને પણ અસર કરે છે. કેટલાક ફૂડ્સ છે જે વજન વધારવા માટેની અસરકારક
રીતની જેમ કામ કરી શકે છે. પાતળું શરીર હોવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. પાતળું શરીર તમને ઑસ્ટિયોપોરોસિસ, ફ્રેક્ચર, પ્રજનન સંબંધિત સમસ્યાઓ અને વીક ઈમ્યૂન સિસ્ટમ જેવી સ્વાસ્થ્ય ચિંતાઓથી ગ્રસ્ત કરે છે. એવામાં વજન વધારવાનો ઉપાય કરવો જરૂરી છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે
હેલ્ધી શરીર હોવું જરૂરી છે.

image source

તમે વજન વધારવા માટે ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. આપણું ડાયેટ હેલ્ધી શરીર માટે સૌથી વધારે જવાબદાર હોય છે. જો તમે એક હેલ્ધી ડાયેટ નથી લેતા તો તમે ઓછા વજનનો શિકાર થઇ શકો છો. વજન વધવા માટે ડાયેટ ઘણુ મહત્ત્વ ધરાવે છે. જો તમે વજન વધારવા માટે અસરકારક ફૂડ્સ શોધી રહ્યાછો તો તમારે સૌથી પહેલા આ ફૂડસને પોતાના ડેલી ડાયેટમાં સામેલ કરવું જોઇએ… વજન વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ ફૂડ્સ

ચોખા

image source

ચોખા એક કાર્બ અને કેલોરીથી ભરપૂર ભોજન છે જે ઝડપથી વજન વધારવામાં તમારી મદદ કરી શકે છે
એક કપ રાંધેલા ભાતમાં ઘણી કેલોરી અને કાર્બ્સ અને ખૂબ જ ઓછી ચરબી હોય છે. સૌથી સારી વાત એ છે કે તેને રાંધવું સરળ છે અને તેને કોઇ પણ શાકભાજીની સાથે જોડી શકાય છે. પોતાના ચોખામાં થોડીક કઢી અથવા બીન્સ મિક્સ કરો અને ડાયેટમાં સામેલ જરો.

નટ્સ અને નટ બટર

image soucre

નટ્સ અને નટ બટર ચરબીનું સ્વસ્થ સ્ત્રોત છે અને માંસપેશીઓને પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરી શકે છે.
તે બપોરની ભૂખને માત આપવા માટે યોગ્ય સ્નેક્સ બનાવે છે. પછી તમે બદામ, કાજૂ અથવા અખરોટ પસંદ
કરી શકો છો. તમામ ડ્રાય ફ્રૂટ્સ સ્વસ્થ વિકલ્પ છે. વિભિન્ન પ્રકારના પોષક તત્ત્વ પ્રાપ્ત કરવા માટે તમારી
પાસે મિશ્રિત નટ અને બીજ પણ હોઇ શકે છે.

ચિકન અને માંસ

image source

માત્ર વજન ઘટાડવામાં જ પ્રોટીનનું સેવન વધારવાની જરૂરિયાત નથી હોતી પરંતુ વજન વધારવા માટે પણ
આવશ્યક છે. માંસપેશિઓનાં નિર્માણ માટે પ્રોટીનની જરૂર હોય છે અને ચિકન અને માંસ ઉચ્ચ ગુણવત્તા
ધરાવતા પ્રોટીનના બે સૌથી બેસ્ટ સ્ત્રોત છે. તે સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે
સારા હોય છે.

ફેટી ફિશ

image source

વજન વધારવાની કોશિશ કરતી વખતે સૈલ્મન જેવી ફેટી ફિશને સૌથી સારી માનવામાં આવે છે. સૈલ્મનમાં
પણ કૈલોરી અને પોષક તત્ત્વ હોય છે, જેમાં ઓમેગા-3 અને પ્રોટીન સામેલ છે. આ વસાયુક્ત માછલીઓ
તમારું વજન વધારવામાં ઘણા મદદરૂપ સાબિત થઇ શકે છે.

સ્ટાર્ચવાળી શાકભાજીઓ

image source

સ્ટાર્ચવાળી શાકભાજીઓ તમારા આહારમાં વધારે કાર્બ્સ અને કેલોરી સામેલ કરવાની એક સરળ પદ્ધતિ છે.
તે તમને વજન વધારવામાં મદદ કરે છે અને તમારી માંસપેશિઓના ગ્લાઇકોજન સ્ટોરને પણ વધારે છે.
મકાઇ, બટાકા, બીન્સ અને શક્કરટેટ્ટી સ્ટાર્ચનો સારો સ્રોત છે અને એક કિલો વધારવાનો પ્રયાસ કરતી
વખતે તમારા આહારનો એક હિસ્સો હોવો જોઇએ.

દૂધ

image source

આ યાદીમાં અંતિમ દૂધ છે. દૂધ વજન વધારવા માટે ઉત્કૃષ્ટ છે અને તેના સ્વાસ્થ્ય લાભ માટે સદીઓથી
ઉપયોગમાં લેવામાં આવે છે. કેલ્શિયમ, પ્રોટીન, કાર્બ્સ અને ચરબીથી ભરપૂર, દૂધને આહારમાં ત્યારે સામેલ
કરવા જોઇએ જ્યારે માંસપેશિઓ અથવા વજન વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પીણું
તમારા હાડકાં અને દાંતને પણ મજબૂત બનાવે છે. વધુ માહિતી માટે હંમેશા ડૉકટર્સની સલાહ લેવી જરૂરી
છે.

image source

રાત્રે ભૂખ્યા પેટ સૂવાથી શરીર માઇક્રોન્યુટ્રિશનલ ડિફિસિએન્સીનો શિકાર બને છે. તેનો અર્થ એ છે કે શરીરમાં જરૂરી પોષક તત્વોનો અભાવ આવે છે. શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે અને તેના વિકાસ માટે જરૂરી પોષક તત્વો કે જેને વિજ્ઞાનની ભાષામાં માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ કહેવાય છે. તેમાં આ માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ છે- મેગ્નિશિયમ, વિટામિન બી 13 અને વિટામિન ડી 3 વગેરે. જો રાત્રે લોકો ભૂખ્યા પેટ સૂતા હોય તો તેમના શરીરમાં આ તત્વોની ઊણપ આવે છે અને વિકાસ વિરોધિત બને છે. લોકો ઘણી વખત મોટોપો ઘટાડવા માટે રાત્રે ખાવાનું ટાળે છે, પરંતુ આ ખોટી છે. આ વાત છે કે રાત્રે ખોરાક ઘણો ધીમે પચે છે. પરંતુ એવામાં કંઈજ ન ખાવું એ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રાતના ભોજન અને ઉંઘવાના સમય
વચ્ચે 4 કલાકનું અંતર રાખવું જોઈએ. રાતના સમયે એકદમ હળવો ખોરાક લો, જેનાથી શરીર પર ખરાબ પ્રભાવ ન પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત