પ્રેગનન્સીમાં વધારેમાં વધારે આટલી જ વખત કરાવો અલ્ટ્રાસાઉન્ડ, નહિં તો…વાંચી લો આ વિશે શું કહે છે રિસર્ચ

આધુનિક ટેક્નોલોજીને કારણે પ્રેગનેન્સી હવે પહેલા જેવી સ્ટ્રેસફૂલ નથી રહી. આજે બાળક પેટમાં કેવી રીતે વિકસી રહ્યું છે તે જોવા-જાણવા માટે તમારી પાસે અનેક માધ્યમ છે. પ્રેગનેન્સી હોવાની જાણ થાય ત્યારથી જ મોટાભાગના ડોક્ટરો માતાને નિયમિત સોનોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપે છે. તેનાથી પેટમાં વિકસતા બાળકનું વજન, ઉંચાઈ, ગ્રોથ બધુ જ માલૂમ પડી જાય છે. એક સમય એવો હતો કે, જ્યારે ગર્ભમાં રહેલા બાળકની વિશે કંઇ જ જાણી ન હોતું શકાતું પરંતુ આજનો સમય એવો છે કે, હવે પેટમાં રહેલા બાળકની તમામ મુવમેન્ટ પર નજર રાખવામાં આવે છે. તેના વિકાસના વિશે ડૉક્ટર દ્વારા જાણી શકાય છે.

image source

આ બધું જ અલ્ટ્રાસાઉન્ડ ટેક્નિકને કારણે શક્ય થયું છે. આ ટેક્નિકને કારણે આજે ગર્ભમાં ઉછરી રહેલા કોઇ પણ બાળક વિશે પળેપળની માહિતી મેળવી શકાય છે તેમજ તેની તમામ હલચલ પણ જોઇ શકાય છે. પરંતુ એવામાં અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું પ્રેગ્નેન્સી સમયે વારંવાર અલ્ટ્રાસાઉન્ડ કરાવવું એ શું યોગ્ય છે અને શું તે બાળક માટે પણ સુરક્ષિત છે કે નહીં? તો આજે અહીં જાણીશું કે આખરે અલ્ટ્રાસાઉન્ડ એ કેટલું યોગ્ય છે કે નહીં? સંશોધનકર્તાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ‘અલગ-અલગ ઉંમરથી સંબંધિત કેટલાંક બાળકો પર એવું જાણવા માટે રિસર્ચ કરવામાં આવ્યું કે, શું અલ્ટ્રાસાઉન્ડ ટેક્નિક સુરક્ષિત છે? શું તે બાળકોના વિકાસ પર અસર કરે છે? આ સંશોધનમાં કેટલાંક એવાં પણ બાળકો હતાં કે જેઓએ પાંચ વાર અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું.

અલ્ટ્રાસાઉન્ડની બાળકોના વિકાસ પર કોઇ જ અસર નથી થતી – સંશોધન

image source

અલ્ટ્રાસ્કાઉન્ડ સ્કેનમાં હાઈ ફ્રીક્વન્સી વાળા ધ્વનિ તરંગો પેટના માધ્યમથી ગર્ભાશયમાં મોકલવામાં આવે છે. આ તરંગો બાળકને સ્પર્શીને પાછી આવે છે અને કોમ્પ્યુટર આ તરંગોને તસવીરના રૂપમાં પરિવર્તિત કરી દે છે. આ તસવીરથી પેટમાં રહેલા બાળકની હિલચાલ વિષે ખબર પડી જાય છે. સંશોધન દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ‘અલ્ટ્રાસાઉન્ડની બાળકોના વિકાસ, વાતચીતની રીત, વ્યવહાર કે અન્ય કોઇ પણ ગતિવિધિ પર તેની કોઇ જ અસર નથી પડતી. જો કે, ભ્રૂણ પર તેની અસર જરૂર પડે છે.’

ગર્ભાવસ્થા પહેલાં 18 સપ્તાહમાં વારંવાર અલ્ટ્રાસાઉન્ડથી ભ્રૂણ પર સામાન્ય અસર – નિષ્ણાંતો

image source

કેટલાંક નિષ્ણાંતોનું એવું માનવું છે કે, ‘ગર્ભાવસ્થા પહેલાં 18 સપ્તાહમાં જો વારંવાર અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે તો ભ્રૂણ પર તેની સામાન્ય અસર થાય છે. પરંતુ રિસર્ચ દરમ્યાન બાળકોના વિકાસ પર તેની કોઇ જ અસર નથી જોવામાં આવી.

એક્સપર્ટનું માનવું છે કે, ‘અલ્ટ્રાસાઉન્ડ કરાવવું એ દરેક મહિલા માટે જરૂરી છે. જેની મદદથી ડૉક્ટર મહિલા અને તેના ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય છે. સામાન્ય પ્રેગ્નન્સીમાં બે અલ્ટ્રાસાઉન્ડ કરવાની સલાહ આપવામાં આવે છે.’

વધારેમાં વધારે ત્રણથી ચાર વાર અલ્ટ્રાસાઉન્ડ કરી શકાય

image source

ગર્ભાવસ્થામાં અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ છેલ્લા 40 કરતા પણ વધારે વર્ષોથી થઈ રહ્યો છે. અત્યાર સુધી ગર્ભસ્થ બાળક પર તેની કોઈ અવળી અસર પડી હોય તેવુ જોવા મળ્યું નથી. આથી અલ્ટ્રાસાઉન્ડને કારણે બાળકને નુકસાન થાય તે વાત ખોટી માન્યતાથી વિશેષ કશઉં જ નથી. પ્રેગ્નન્ટ મહિલાઓએ કેટલી વાર અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જોઇએ તે અંગે એક્સપર્ટનું કહેવું છે કે, ‘ગર્ભવતી મહિલાનું શારીરિક સ્વાસ્થ્ય એ નક્કી કરે છે કે તે મહિલાએ અલ્ટ્રાસાઉન્ડ કેટલી વાર કરાવવું જોઇએ. વધારેમાં વધારે ત્રણથી ચાર વાર અલ્ટ્રાસાઉન્ડ કરી શકાય.’

image source

જો કે તમને જણાવી દઇએ કે સામાન્ય ધોરણે એક્સપર્ટ ક્યારેય અલ્ટ્રાસાઉન્ડ અંગે સલાહસૂચન નથી આપતા. ભ્રૂણની સ્થિતિ વધુ ખરાબ હોવા પર અલ્ટ્રાસાઉન્ડ કરવા કહેવામાં આવે છે. જો કે અત્રે નોંધનીય છે કે અલગ-અલગ રિસર્ચ કરતા એ બાબત વધારે સામે આવી છે કે, અલ્ટ્રાસાઉન્ડની ભ્રૂણના વિકાસ પર કોઇ જ અસર નથી થતી.’ અત્રે મહત્વનું છે કે, અલ્ટ્રાસાઉન્ડના કારણે બાળકોમાં કોઇ પણ પ્રકારની ગંભીર બીમારી જેમ કે, કેન્સર પણ નથી થતું. અલ્ટ્રાસાઉન્ડ ટેક્નિક ગર્ભવતી મહિલા માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત