તમારા મોંમાથી આવતી વાસને કારણે તમે શરમ અનુભવો છો? તો હવે ચિંતા છોડો અને અપનાવો દાદીમાંના આ નુસખા

ભલે તમે કેટલા સ્માર્ટ અને સુંદર દેખાવ છો, પછી ભલે તમે ગમે તે ડ્રેસ અને વાહનનો ઉપયોગ કરી રહ્યાં છો, પરંતુ જો મોંમાંથી ગંધ આવે છે, તો તે તમારી સારી પર્સનાલિટીને બગાડે છે. આ કારણે કોઈપણ વ્યક્તિ ના તો તમારી પાસે બેસે અથવા ના તમારી સાથે કોઈપણ પ્રકારની વાત કરે. જો તમને પણ આ સમસ્યા છે તો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવો મહત્વપૂર્ણ છે. આજે અમે તમને થોડા ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમારા મોમાં આવતી ગંધ તમે ઘરેલુ ઉપાય અપનાવીને જ દૂર કરી શકશો.

સૂકીકોથમીર

image source

મોમાં આવતી ગંધ દૂર કરવા માટે તમે સૂકી કોથમીરનો ઉપયોગ માઉથ્રેશનર તરીકે કરી શકો છો. આ માટે અડધી ચમચી સૂકા ધાણા લો અને તેને વરિયાળીની જેમ મોમાં રાખો અને ચાવો. તમે દિવસમાં બે કે ત્રણ વખત આ કરી શકો છો. આ તમને મોંની દુર્ગંધથી રાહત આપશે.

મીઠું અને સરસવના તેલથી માલિશ કરો

image source

મોમાં આવતી તીવ્ર દુર્ગંધ દૂર કરવા માટે મીઠું અને સરસવના તેલથી માલિશ કરવી પણ ફાયદાકારક છે. આ માટે અડધી ચમચી મીઠામાં બે થી ત્રણ ટીપાં સરસવના તેલને મિક્સ કરો અને ત્યારબાદ આંગળીથી દાંત અને પેઢાની હળવા હાથે મસાજ કરો. થોડા દિવસો સુધી આ ઉપાય નિયમિત અપનાવવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર થાય છે.

દાડમની છાલ

image source

મોની દુર્ગંધ દૂર કરવા માટે તમે દાડમની છાલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે દાડમની છાલને પાણીમાં ઉકાળો અને તેને પાણીથી કોગળા કરો. આ ઉપાય અપનાવવાથી થોડા દિવસોમાં જ તમારી સમસ્યા દૂર થશે.

લવિંગ

image source

દરેક લોકો જાણે જ છે કે દાંતમાં થતો તીવ્ર દુખાવો દૂર કરવા માટે લવિંગ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે લવિંગ મોંની તીવ્ર ગંધથી પણ રાહત આપે છે. લવિંગને મોમાં રાખીને ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે. તેમજ શિયાળા દરમિયાન તેને ચાવવાથી શરદીથી પણ રાહત મળે છે.

વરિયાળી

image source

વરિયાળી ચાવવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર થાય છે. વરિયાળી માઉથ ફ્રેશનર જેવું કામ કરે છે. આ માટે દિવસમાં ઘણી વખત વરિયાળીનું સેવન કરો. ખાસ કરીને ખોરાક ખાધા પછી તો વરિયાળી ચાવવી જરૂરી છે. વરિયાળી મોમાં આવતી દુર્ગંધ તો દૂર કરે જ છે, સાથે તે પાચનમાં થતી સમસ્યા પણ અટકાવે છે.

જામફળના પાન

image source

જામફળના પાન ચાવવાથી મોની દુર્ગંધ દૂર થાય છે અથવા જામફળના પાનને પાણીમાં ઉકાળો અને આ પાણીથી કોગળા કરો. આ ઉપાય પણ મોની તીવ્ર દુર્ગંધ દૂર કરશે, સાથે જે લોકોના મોમાં અલ્સરની સમસ્યા છે તેમને પણ રાહત થશે.

એલચી

image source

મોમાં આવતી દુર્ગંધ દૂર કરવા માટે એલચી ફાયદાકારક છે. એલચીમાં એવા ઔષધિ ગુણ હોય છે કે તેને ચાવવાથી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. એલચીને માઉથ ફ્રેશનર પણ કહેવામાં આવે છે. એલચીનું નિયમિત સેવન કરવાથી મોંના સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. મોમાં આવતી તીવ્ર ગંધ દૂર કરવા માટે તમે હંમેશા જમ્યા પછી મોમાં એક એલચી રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત