વજન ઘટાડવું છે? તો આ તદ્દન સરળ ટ્રિક્સનો કરો ઉપયોગ અને જુઓ પછી કેવો થાય છે ચમત્કાર

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમારે વજન ઓછું કરવા માટે ભોજન પણ એ જ રીતનું લેવું જોઈએ. વજન ઘટાડવા માટે આજે અમે એવી ટ્રિક્સ આપીશું જેથી તમે સરળતાથી ને ઝડપથી વજન ઓછું કરી શકશો. વજન ઓછું કેવી રીતે કરવું તે વાત માત્ર જીમ જવાથી કે ડાયટ ફોલો કરવાથી ખબર પડતી નથી. આજે અમે એવી કેટલીક ટ્રિક્સ આપીશું, જેથી તમે સહજતાથી વજન ઓછું કરી શકો. વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ પ્રકારની રીત અને ડાયટ અજવામો છે. તેમાં કેટલીક ડાયટ તો કામ કરી જાય છે, પરંતુ તેનાથી વજન ઘટવામાં ઘણો સમય લાગી જાય છે. તેજીથી વજન ઘટાડવા માટે ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગને ખૂબ કારગર રીત માનવામાં આવે છે. એ ન માત્ર વજન કંટ્રોલ કરે છે, પરંતુ પાચન ક્રિયાને પણ સાચવી રાખે છે. આ જ કારણ છે કે, ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ છેલ્લા કેટલાક દિવસમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.

imag soucre

ગ્રીન ટીથી વજન ઘટાડોઃ ગ્રીન ટી પીવાથી મેટાબોલિક સિસ્ટમ ઠીક થઈ જાય છે. તમે અઠવાડિયામાં 400 કેલરી બર્ન કરી શકો છે. આટલું જ નહીં ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી અનેક ફાયદા થાય છે.

image source

દૂધ પણ ફાયદાકારકઃ દૂધ પીનારા લોકોમાં મેટાબોલિઝ્મ યોગ્ય હોય છે. વજન ઓછું કરવા માટે તમે ગાયનું દૂધ પીવો. ગાયના દૂધમાં ખાસ પ્રકારનું એસિડ હોય છે, જે શરીરમાં જમા થયેલ ફેટને બર્ન કરીને વજન ઝડપથી ઓછું કરે છે.

ઊંઘ પૂરતી લોઃ જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી તેમની બોડી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. હોર્મોન્સ અસંતુલિત થતા વજન ઝડપથી વધે છે. ભરપૂર ઊંઘ લો અને બોડી સિસ્ટમને ફિટ રાખો.

image source

પાણીથી વજન ઘટશેઃ રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવુ જોઈએ. ઘણાં ઓછા લોકો આ વાતને માને છે. જમવાની વચ્ચે વચ્ચે પાણી પીવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેથી શરીરમાં પોષક તત્વોનું અબ્ઝોર્શન ઓછુ થાય છે. ભોજનના 15 મિનિટ પહેલાં અને 15 મિનિટ પછી પાણી પીવું જોઈએ.

8 કલાકમાં તમે સારી ડાયટ લઈ

image source

ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં તમારે 16 કલાક ખાધા વગર રહેવાનું હોય છે અને એક દિવસમાં માત્ર 8 કલાકમાં જ ભોજન લેવાનું હોય છે. આ 8 કલાકમાં તમે સારી ડાયટ લઈ શકો છો. ઉદાહરણ તરીકે, અમે લગભગ 8 વાગ્યા ભોજન શરૂ કરો અને સૂર્યાસ્ત પહેલા લગભગ 5 વાગ્યે ભોજન બંધ કરી દો. જેનો સીધો મતલબ છે કે, આ 8-9 કલાકમાં તમારા શરીરની પાચન ક્રિયા કામ કરશે અને બાકી સમયમાં પાચનતંત્રને આરામ પણ મળી જશે.

મેટાબોલિજ્મ પણ શ્રેષ્ઠ બને

image source

ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગથી વેઈટ લોસ તો થાય જ છે, મેટાબોલિજ્મ પણ શ્રેષ્ઠ બને છે. ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ ઈમ્યૂનિટી વધારવાનું પણ કામ કરે છે. ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગના ફાયદાઓને તમે આ પ્રકારે પણ સમજી શકો છો કે, જ્યારે તમને તાવ આવે છે તો તમારી ભૂખ પોતાની રીતે જ ઓછી થઈ જાય છે. ઓછુ ભોજન ખાવુ અને શરીરને પૂર્ણ આરામ આપવાથી તમે જલ્દી સાજા થઈ જાવ છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત