હવે જો ચોકલેટ ખાવા માટે કોઈ ના કહે તો તેને પણ ખવડાવજો

આજકાલ તહેવાર કોઈપણ હોય રક્ષાબંધન કે દિવાળી દરેક તહેવારમાં પહેલાની જેમ લોકોએ મીઠાઈ આપવાનું ઓછું કરી નાખ્યું છે અને આ બધાનું સ્થાન લીધું છે ચોકલેટે, હા આજકાલ બધાને ચોકલેટ પસંદ આવી રહી છે અને હવે તો ચોકલેટમાં પણ કેટલી બધી વેરાયટી આવે છે. હવે તો કપલ્સ પણ એકબીજાને પ્રેમથી ભેટમાં ચોકલેટ જ આપે છે. તમે ઘણા વડીલોના મોઢે સાંભળ્યું હશે કે બહુ ચોકલેટ ના ખાશો દાંત ખરાબ થઇ જશે અને બીજું ઘણું બધું પણ હવે તમારે ડરવાની જરૂરત નથી.

image source

હા આજે અમે તમારી માટે લાવ્યા છીએ એવી માહિતી કે જે વાંચીને તમે ચોકલેટ મન ભરીને ખાઈ શકશો. હા જે પણ મિત્રોને ચોકલેટ પસંદ છે પણ ખાઈ નથી શકતા તેઓ હવે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે ચોકલેટ ખાઈ શકો છો. હમણાં થોડા સમય પહેલા કરવામાં આવેલ એક રીપોર્ટ અનુસાર આ વાત સાબિત થઇ ગઈ છે કે ચોકલેટ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ચોકલેટ એ ફક્ત બ્રેઈન પાવર વધારે છે એવું નથી ચોકલેટ ખાવાથી હ્રદય રોગથી પણ બચી શકાય છે, એક્સપર્ટ લોકો અનુસાર ચોકલેટમાં અમુક ન્યુટ્રીશન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બીમારીઓથી રક્ષા કરે છે. વિશ્વભરમાં ધીમે ધીમે વધી રહેલ બીમારી ડાયાબીટીસની સંભાવના એ મીઠાઈ ખાવાથી જેટલી વધારે હોય છે એટલી ચોકલેટ ખાવાથી નથી થતી.

image source

હ્રદયની બીમારીઓથી થશે રક્ષા. એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ નિયમિત થોડા થોડા સમયને અંતરે ચોકલેટનું સેવન કરે છે તેમનામાં હૃદયની બીમારી થવાના બહુ ઓછા ચાન્સ હોય છે. જે લોકોને અત્યારે હૃદયની બીમારી હોય એવા લોકો પણ ચોકલેટનું સેવન કરી શકે છે. એક્સપર્ટ અનુસાર જો અઠવાડિયામાં બે ચોકલેટ ખાવામાં આવે તો તેનાથી કેલીફાઈડ પ્લેકનું જોખમ ૩૨ ટકા ઘટી જાય છે, અને જો અઠવાડિયામાં ૫ ચોકલેટ ખાવામાં આવે તો હાર્ટ એટેકનું જોખમ એ ૫૭ ટકા સુધી ઘટી જાય છે.

image source

બ્લડ પ્રેશર માટે પણ છે ફાયદાકારક, ચોકલેટ એ કાર્ડિયોવૈસ્ક્યુંલરને વધુ સારું બનાવવાનું કામ પણ કરે છે. જો તમને પહેલેથી જ બ્લડ પ્રેશરની પરેશાની છે તો આનાથી તમને બહુ ગાયદો નથી મળતો, હકીકતમાં ચોકલેટમાં ફ્લૈવેનોલ હોય છે જે એડાથૈલીયમથી નાઈટ્રીક ઓક્સાઈડ નીકળે છે. આ નાઈટ્રીક ઓક્સાઈડ એ ધમનીઓને શાંત રહેવા માટે સંદેશ આપે છે જેનાથી લોહીનો પ્રવાહ સારી રીતે થતું રહે છે અને બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.

image source

કોલેસ્ટ્રોલનું બેલેન્સ રાખે છે. જયારે પણ આપણને કોઈ તકલીફ થાય કે બીમારી થાય તો ડોક્ટર સલાહ આપે છે કે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો તો તમે હવે ચોકલેટની મદદથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખી શકો છો. ચોકલેટમાં રહેલ કોકોમાં પાવરફૂલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલમાં બેલેન્સ રાખે છે.

image source

એક સ્ટડી અનુસાર આ વાત પણ સાબિત થઇ ગઈ છે.
ન્યુટ્રીશંસ પણ હોય છે. દૂધ કરતા પણ ડાર્ક ચોકલેટમાં વધારે પોષકતત્વો હોય છે. એક સ્ટડી અનુસાર ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટમાં ૭૦ થી ૮૦ ટકા કોકો અને ૧૧ ગ્રામ ફાયબર હોય છે. આટલી માત્રા એ કોપર અને મેગનિજની જરૂરત પૂરી કરે છે.
તો હવે કોઈપણ ને ભેટમાં આપો ચોકલેટ અને જો તમને પણ ભેટમાં ચોકલેટ મળે તો ખાતા પહેલા બહુ વિચાર ના કરતા. બની શકે તો ડાર્ક ચોકલેટ જ વધારે ખાવાનું રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત