શરદી સાથે આવતા તાવમાંથી છૂટકારો મેળવવા આ ઘરગથ્થુ ઉપાયો છે રામબાણ ઇલાજ, અપનાવો તમે પણ

ચોમાસાની સીઝન આવવાની સાથે જ હવે ઠંડી ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળે છે. આવા સમયે ઠંડીનું પ્રમાણ વધતા વારંવાર છીંક આવવાના કારણે માથાનો દુખાવો અને આ સાથે જ શરીરનો દુખાવો પણ ચાલુ જ રહે છે. ચોમાસામાં લોકો અવારનવાર આ બીમારીઓનો ભોગ બને છે.

200 પ્રકારના કોલ્ડ વાયરસ જોવા મળે છે

image source

હાલમાં જ્યારે આખાય ભારતમાં કોરોનાનો ભય વ્યાપેલો છે, એવા સમયે સામાન્ય ખાંસી અથવા તાવ આવે તો પણ આપણને કોરોના થયો હોય એવો જ ભ્રમ થવા લાગે છે. આવા સમયે આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક ખાંસી અને દરેક તાવનો અર્થ કોરોના નથી હોતો. કારણ કે લગભગ 200 પ્રકારના કોલ્ડ વાયરસ આજના સમયમાં હયાત છે, જેના કારણે શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ થાય છે. આમાંથી મોટા ભાગના વાયરસ ઘણા સામાન્ય હોય છે, લોકો તેનાથી છુટકારો મેળવવા માટે પણ સામાન્ય દવાઓનો જ ઉપયોગ કરે છે.

વાયરસ નાક અને ગળાના કોષ પર હમલો કરે છે

image source

લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના વાઇરોલોજીસ્ટ પ્રોફેસર જોન ઓક્સફોર્ડ તેના પ્રારંભિક તબક્કામાં જ તેનાથી છૂટકારો મેળવવા અંગેના ઉપાયો વિશે વાત કરી હતી. ઓક્સફર્ડે જણાવ્યું હતું કે, ‘શરદીનું કારણ બને એવા આ વાયરસ તમને ગમે ત્યાં અને ગમે ત્યારે ઘેરી શકે છે. તમને પણ ખબર નહીં હોય, પણ તમારા એક શ્વાસ લેવાની ઘટના 10,000થી પણ વધારે પ્રમાણમાં વાયરસને આમંત્રિત કરી શકે છે. આ વાયરસમાંથી ૧૦૦ પ્રકારના વાયરસ એવા છે જે નાક અને ગળાના કોષ પર હમલો કરે છે. આવા વાયરસ અને તેના દ્વારા થતી અસરોને ટાળવા માટે તમારે અનેક પ્રકારે ખાસ બાબતોની કાળજી રાખવી જરૂરી થઇ જાય છે.

રાહત મેળવવા માટેના અનેક ઉપાયો છે.

image source

કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે મધ અને લીંબુનું મિશ્રણ શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

image source

જો સાવચેતી અંગે વાત કરવામાં આવે તો ડોક્ટરોના મતે કોઈપણ કામ કરતા પહેલા સાબુથી સારી રીતે હાથ ધોઈ લેવા જોઈએ, તેમ જ કોઈ પણ રોગથી પીડિત લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ.

image source

વર્ષ 2000 દરમિયાન કરવામાં આવેલા AUS અભ્યાસ મુજબ ચિકન સૂપને આવા સમયે સૌથી શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. કારણ કે તે શરદીમાં વહેલી તકે રાહત આપવામાં અસરકારક છે.

image source

આ સમયગાળા દરમિયાન એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય જો તમારા લાઇફ પાર્ટનરને પણ શરદી થાય છે, તો એક પથારીમાં એની સાથે રહેવાનું ટાળી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત