ચોમાસાની ઋતુમાં ફાટી નિકળે છે આ રોગચાળો, ખાસ અપનાવો આ ઘરેલુ ઉપાયો, નહિં બનો કોઇ પણ રોગોનો ભોગ

વરસાદમાં દૂષિત પાણી પીવાના કારણે આ ઋતુમાં અનેક પ્રકારના રોગો થાય છે.આ બિમારીઓથી પીડિત લોકોએ દવાઓની સાથે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવવા જોઈએ.

વરસાદની ઋતુમાં અનેક રોગોનું જોખમ વધે છે.આ ઋતુમાં મચ્છરોની સંખ્યા વધવા માંડે છે,જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ખુબ જ ફેલાવા લાગે છે.તેવી જ રીતે દુષિત પાણી પીવાથી આ ઋતુમાં ઘણા પ્રકારના રોગો શરૂ થાય છે.

image source

ટાઇફોઇડ,હેપેટાઇટિસ,ડાયરિયા અને ફૂડ પોઇઝનિંગ જેવા રોગો પાણી દ્વારા ફેલાય છે,જે વરસાદની ઋતુમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે.આ બિમારીઓથી પીડિત લોકોએ કેટલાક ઘરેલું ઉપાય પણ કરવા જોઈએ.તો ચાલો અમે તમને જણાવીએ કે વરસાદની ઋતુમાં ટાઈફોડ અને અન્ય રોગોથી બચવા માટે શું કરવું જોઈએ ?
વરસાદની ઋતુમાં થતા રોગોને દૂર કરવા માટે ઘરેલું ઉપાય:

તુલસી

image source

ટાઇફોઇડને કારણે સાંધાનો દુખાવો અને સોજા જેવી સમસ્યાઓ થાય છે.આ બંને સમસ્યાઓ એ ટાઇફોઇડના મુખ્ય લક્ષણો છે.તુલસીનો ઉપયોગ સાંધાનો દુખાવો અને સોજોની સમસ્યાથી રાહત આપે છે.તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો રહેલા છે,જે બેક્ટેરિયાના ચેપથી રાહત આપે છે.તમારી ચામાં તુલસીના કેટલાક પાન ઉમેરો અથવા સવારે તુલસીનો ઉકાળો પીવો.આદુના રસની સાથે તુલસીનો રસ અને મધ મિક્સ કરીને પીવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.

લસણ

image source

લસણનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં થાય છે.લસણ એન્ટીઓકિસડન્ટો અને એન્ટીબેક્ટેરિયલ તત્વોથી ભરપુર છે.તેથી ટાઇફોઇડ માટે લસણનો ઉપયોગ એ ખુબ ફાયદાકારક ઘરેલુ ઉપાય સાબિત થાય છે. લસણનું સેવન કરવાથી પ્રતિરક્ષા વધે છે.લસણ શરીરને ડિટોક્સ કરે છે.દિવસમાં બે વખત નવશેકા પાણી સાથે લસણનું સેવન કરો.આ માટે લસણની કળીઓને ક્રશ કરો અને તેની પેસ્ટ બનાવો અને 5 મિનિટ સુધી લસણને ગરમ પાણીમાં મિક્સ કરો.ત્યારબાદ આ પાણીને 5 મિનિટ પછી ગાળો અને પીવો.

ઉકાળેલા સફરજન

image source

પાકેલા અથવા ઉકાળેલા સફરજન ખાવાથી પણ ટાઇફોઇડ તથા પાણી દ્વારા ફેલાતા રોગોમાંથી મુક્તિ મળે છે. સફરજન ઉકલી જાય પછી સફરજનમાં હાજર સેલ્યુલોઝ નરમ થઈ જાય છે.તે પચવામાં સરળ રહે છે. આ હોમમેઇડ રેસીપી ડાયરિયાની સમસ્યા ઝડપથી દૂર કરે છે.બાફેલા સફરજનનું સેવન કરવાથી બેક્ટેરિયા અને વાયરસને લીધે કબજિયાત તથા ડાયરિયા જેવી સમસ્યાઓ દૂર થાય છે,કારણ કે સફરજનમાં રહેલા તત્વો કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે.

ફુદીનાનો રસ

image source

ફુદીનાના પણ પેટ માટે એક આયુર્વેદિક દવા છે.ઉપરાંત ઝાડા જેવી સમસ્યાઓ પણ ફુદીનાના પાનથી ઝડપથી દૂર થઈ જાય છે.એક ચમચી ફુદીનાનો રસ,એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો.દિવસમાં 3 વખત આ મિક્ષણ પીવો.આ મિક્ષણ તમારા પેટની દરેક સમસ્યા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત