સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ થાય છે દહીં, જાણો તેના સેવનથી થતા અન્ય ફાયદા પણ

આપણામાંના ઘણા લોકો દહીં નો ઉપયોગ માત્ર ખોરાક નો સ્વાદ વધારવા માટે કરે છે. પરંતુ દહીં ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં ઘણા પોષક તત્વો હોય છે. દૂધ કરતાં દહીં આરોગ્ય ને વધુ ફાયદો પહોંચાડે છે. કેલ્શિયમ, પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ, રિબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામિન બી 12 જેવા પોષક તત્વો દહીંમાં જોવા મળે છે. દહીંને પાચન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

image source

આ સિવાય દહીં વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, દહીં નો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે. તમે તમારા આહારમાં રાયતા, લસ્સીના રૂપમાં દહીં નો સમાવેશ કરી શકો છો. ઓસ્ટિયોપોરોસિસ, બ્લડ પ્રેશરમાં દહીં ને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

દહીં ખાવાના ફાયદા :

હાડકાં માટે

image soucre

દહીંને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દહીંના નિયમિત સેવનથી હાડકા મજબૂત થાય છે અને ઓસ્ટીયોપોરોસિસ, આર્થરાઈટીસની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

પાચન શક્તિ વધારે

image soucre

દહીં નું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અને પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. પાચન ક્રિયા બરાબર ન હોવાથી તમે બિમારીઓ નો શિકાર થઇ જાવ છો. એટલા માટે આ લોહીની ઉણપ અને નબળાઇ દૂર કરે છે. તેનું સેવન પેટમાં થનાર ઇન્ફેક્શનથી પણ બચાવે છે. સાથે જ જે લોકોને ઓછી ભૂખ લાગે છે તે લોકો માટે ફાયદાકારક છે.

મોંઢાના ચાંદામાં રાહત આપે

image soucre

દહીંની મલાઇને મોંઢાના ચાંદા પર દિવસમાં બે થી ત્રણ વખત લગાવવાથી છાલાની પરેશાનીમાં રાહત મળે છે. દહીં અને મધ ને બરાબર માત્રામાં મિક્સ કરીને સવાર-સાંજે સેવન કરવાથી મોંઢાના છાલા દૂર થઇ જાય છે. જો તમારી પાસે મધ નથી તો ખાલી દહીં પણ ચાલશે.

ઊર્જા માટે

દહીં ને ઊર્જા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે થાક, નબળા અને ઊર્જા ની અછત અનુભવી રહ્યા છો. તો તમે દહીંનું સેવન કરી શકો છો.

મોટાપા માટે

image soucre

દહીંના સેવનથી શરીરની ફાલતૂ ચરબી ને દૂર કરી શકાય છે, કારણ કે તેમાં મળી આવનાર કેલ્શિયમ શરીર ને ફૂલતાં અટકાવે છે. એટલા માટે ડોક્ટર પણ મોટાપા ગ્રસ્ત લોકો ને ખાસ કરીને દહીંનું સેવન કરવાની સલાહ આપે છે.

સુંદર વાળ માટે

image source

વાળ ને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે દહીં અથવા છાસ વડે વાળ ને ધોવાથી ફાયદો મળશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે સારી રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.

લૂ નો રામબાણ ઇલાજ

image soucre

ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય વાત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાછમાં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડી ની હીટ ઓછી થશે.