મોટી ઉંમરે પણ ઘૂંટણને મજબૂત રાખવા છે તો રોજ કરી લો આ 1 કસરત, મળશે ફાયદો

નમસ્તે મિત્રો, આજે આપણે ઘૂટણ તેમજ સાંધાના દુખાવાને દૂર કરવા માટેના ઉપાયો વિશે ચર્ચા કરીશું.ઘૂંટણના દુ:ખાવાની ફરીયાદ આજ કાલ ખુબજ જોવા મળે છે આ દુખાવા સાથે ઘણી બધી ગેરમાન્યતાં જોડાયેલી છે આજ કાલ લોકો બેઠાડુ જીવન જીવે છે વધારે પડતું ઓફિસમાં કામ કરતાં રહે છે. તેઓ પોતાનાં સ્નાયુની રોજિંદા જીવનમાં સ્ટ્રેચિંગ અને મજબુતાઈની કસરત કરતાં નથી તો તેમને ઉંમર સાથે ઘૂંટણનો દુ:ખાવો શરૂ થઈ શકે છે.

image soucre

વૃદ્ધાવસ્થામાં, ઘૂંટણ નબળા થઈ જાય છે અને સાંધામાં દુ: ખાવો થવા લાગે છે, પરંતુ આ ઘૂંટણની કસરતથી સાંધા મજબૂત બનાવી શકાય છે. વધતી ઉંમરને કારણે ઘૂંટણની સમસ્યા રહે છે અને ઘૂંટણ નબળા પડે છે. જેથી આવા વ્યક્તિને ચાલવામાં, ઉભા રહેવામાં તેમજ બેસવામાં મુશ્કેલી થવા લાગે છે પરંતુ, આજે આપણે નીચે મુજબના ઉપાયો દ્વારા આ સમસ્યાને દૂર કરી શકાય છે.એક જ સરળ કસરત કરીને નબળા ઘૂંટણને મજબૂત બનાવી શકાય છે.

image soucre

ખાસ કરીને વૃદ્ધ લોકોમાં સાંધાના તેમજ ઘૂટણના દુખાવાની સમસ્યા રેહતી હોય છે.આવી સમસ્યા થવા પાછળનું કારણ અસ્થિવાને લીધે,સાંધા વચ્ચેની કોમલાસ્થિને નુકસાન થવાના કારણે, ચેપને કારણે,અસ્થિભંગ થવાના કારણે આવી સમસ્યાઓ ઊભી થાય છે.

image soucre

નબળા ઘૂંટણને મજબૂત બનાવવા માટે, તમારે આજુબાજુના સ્નાયુઓ, હાડકાં અને પ્રવાહીને મજબૂત બનાવવા જરૂરી છે. દરરોજ ઘૂંટણની કસરત કરવાથી તમારા ઘૂંટણ અને તેની આસપાસનો આખો વિસ્તાર મજબૂત બને છે. આ માટે તમે ઘૂંટણની એક્સરસાઇઝ કરી શકો છો. ચાલો આપણે કેવી રીતે ઘૂંટણને મજબૂત બનાવવા ઘૂંટણની એક્સ્ટેંશન એક્સરસાઇઝ સ્ટેપ્સ કરવા તે જાણીએ.

image soucre

ઘૂંટણની કસરત કરવી ખૂબ જ સરળ છે. આ માટે તમે ખુરશી પર બેસો. તમારી કમર સીધી રાખવી, પગનું આખું વજન બંને શૂઝ પર સમાનરૂપે મૂકો. શૂઝને જમીન પર રાખો.હવે ધીમે ધીમે તમારા જમણા પગને સંપૂર્ણ રીતે આગળ ફેલાવો. જ્યારે તે સંપૂર્ણ રીતે ફેલાય છે ત્યારે તેને ૧-૨ સેકંડ માટે રાખો અને પછી ધીમેથી તેને નીચે લાવો.

image source

તે જ પ્રક્રિયાને અન્ય પગ સાથે પણ ફરીથી કરો. આ કસરત શક્ય તેટલી ધીરે ધીરે કરો અને થોડા સમય પછી તમે ઘૂંટીઓ પર હળવા વજન પણ લગાવી શકો છો. આ કસરત સ્નાયુઓને મજબૂત બનાવે છે,ઘૂંટણની રાહત વધારે છે,ઘૂંટણ શરીરનું વજન સહન કરવા સક્ષમ છે,તેમજ ચાલતી વખતે ઘૂંટણની ઇજા થવાનું જોખમ ઘટાડે છે.આમ આ કસરત નિયમિત કરવાથી સંધાને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિને વધુ પડતો ઘૂટણનો દુખાવો થયા છે તો તેવા વ્યક્તિએ ડોકટરની સલાહ લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત