મોંમાં વારંવાર પડી જાય છે છાલા? તો આ અસરકારક ઉપાયોથી મેળવો રાહત

મોમાં થતા અલ્સર ઘણીવાર ખૂબ પીડાદાયક હોય છે અને ખાસ કરીને જેમને પેટની સમસ્યા હોય છે તે લોકોને આ સમસ્યા વારંવાર થાય છે. ઘણી વખત જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતું નથી અથવા પેટ યોગ્ય રીતે સાફ નથી થતું ત્યારે મોમાં અલ્સરની સમસ્યા થાય છે. મોમાં અલ્સર થવા ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ આને કારણે ઘણી સમસ્યાઓ થાય છે. અલ્સરના કિસ્સામાં, કંઈપણ ખાવું અને પીવું મુશ્કેલ બને છે અને પીડા પણ વધ્યા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવાથી આ અલ્સરની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

લસણ:

image source

મોના અલ્સર દૂર કરવા માટે બે થી ત્રણ લસણની કળીઓની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને અલ્સરના વિસ્તારમાં લગાવો. થોડા સમય પછી ઠંડા પાણીથી કોગળા કરી લો.

ફટકડી:

image source

ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેને અલ્સર પર લગાવવાથી ચેપનું જોખમ ઓછું થાય છે અને અલ્સર મટે છે. ફટકડીનો ઉપયોગ કરવાથી તમને થોડી બળતરા થશે જ, પરંતુ તે તમારા અલ્સરને ખૂબ જ ઝડપથી મટાડશે.

તુલસીના પાન:

image source

તુલસીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. જ્યારે પણ તમારા મોમાં અલ્સર થાય છે, ત્યારે તુલસીના પાંદડા બરાબર ધોઈ લો અને ચાવો . આ અલ્સરમાં હાજર બેક્ટેરિયાને મારી નાખે છે અને તેમાં થતા દુખાવામાં રાહત આપે છે.

મધ અને મુલેઠી:

image source

મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે અને મોંની સમસ્યા અને પાચનમાં મુલેઠી પણ ખૂબ ફાયદાકારક છે. જ્યારે અલ્સરની સમસ્યા થાય ત્યારે મુલેઠીને પીસીને તેનો પાઉડર બનાવો. હવે થોડો પાઉડરમાં લો અને તેમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને અલ્સરવાળા વિસ્તારમાં લગાવો. હવે નીચે જોઈને મોંમાંથી લાળ ટપકાવો, ત્યારબાદ સાદા પાણીથી કોગળા કરી લો. આ ઉપાય અપનાવવાથી તમારા મોના અલ્સરની સમસ્યા દૂર થશે.

દૂધ

image source

દૂધમાં કેલ્શિયમ હોય છે જે વાયરસ સામે લડવાનું કામ કરે છે. તેથી દૂધ મોંના અલ્સરને દૂર કરવામાં પણ અસરકારક છે. આ માટે તમે કોટનની મદદથી મોંના અલ્સર પર દૂધ લગાવો. આ ઉપાય તમારી સમસ્યા થોડા દિવસોમાં જ દૂર કરશે.

પાણી

image source

શરીરમાં વધી રહેલી ગરમીના કારણે મોં અથવા જીભ પર અલ્સરની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમારે ખુબ જ પાણી પીવું જોઈએ. પાણી શરીરનું તાપમાન બરાબર રાખે છે, જેના કારણે અલ્સરની સમસ્યા વારંવાર થતી નથી.

હળદર

image source

હળદરમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને તમારા મોના અલ્સર પર લગાવો. હળદર એન્ટિસેપ્ટિક અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે, તે મોંના અલ્સરને તો દૂર કરે જ છે, પરંતુ સાથે તેને ફરી આવતા પણ રોકે છે.

દેશી ઘી

image source

મોંના અલ્સરને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા અલ્સર પર દેશી ઘી લગાવો. બીજા દિવસે સવારે મોંના અલ્સર દૂર થશે.

ટી ટ્રી ઓઇલ

image source

ટી ટ્રી ઓઈલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને અલ્સર પર લગાડવાથી ઝડપી ફાયદા મળે છે. દિવસમાં ત્રણ થી ચાર વખત અસરગ્રસ્ત વિસ્તારમાં તેનો ઉપયોગ કરવાથી અલ્સરની સમસ્યા દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત