રોજ સતત પાણીમાં કામ કરવાથી હાથ ખરાબ થઇ ગયા છે? તો આ ઉપાય તમારી માટે જ છે…

વાતાવરણમાં બદલાવ આવવાને કારણે, ધૂળ તેમજ પ્રદુષણને કારણે મોટાભાગના લોકોના હાથ ડ્રાય થઇ જતા હોય છે. જો તમે ડ્રાય સ્કિન તરફ ધ્યાન નથી આપતા તો તેની અસર ધીરે-ધીરે આખા બોડી પર થાય છે. ડ્રાય સ્કિનની સૌથી વધારે અસર હાથ પર પડે છે અને તે સમય કરતા વહેલા દેખાઇ પણ આવે છે.

image source

આખો દિવસ કામ-કાજ કરવાને કારણે સ્ત્રીઓના હાથ પુરુષોની સરખામણીમાં વધુ પ્રમાણમાં ડ્રાય થઇ જાય છે. આમ, જો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે માર્કેટમાં મળતી કેમિકલ પ્રોડક્ટ્સનો યુઝ કરો છો તો તે આજથી જ બંધ કરી દેજો કારણકે તેનાથી લાંબે ગાળે સ્કિનને નુકશાન થાય છે જ્યારે અનેક લોકોને સ્વાસ્થ્ય સંબંધી રોગો પણ થાય છે. આમ, જો તમે ડ્રાય સ્કિનને દૂર કરવા માટે ઘરેલુ ઉપાયો કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ઘરેલુ ઉપાય કરવાથી તેની કોઇ સાઇડ ઇફેક્ટ લાંબે ગાળે પણ થતી નથી. તો આજે જાણી લો તમે પણ ડ્રાય સ્કિનને દૂર કરવા માટે કયા ઘરગથ્થુ ઉપાયો તમારા માટે રહેશે એકદમ બેસ્ટ…

ઓલિવ ઓઇલનો કરો ઉપયોગ

ડ્રાય સ્કિન માટે ઓલિવ ઓઇલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઓલિવ ઓઇલમાં એન્ટી ઓક્સિડન્ટનું પ્રમાણ સારું એવુ હોય છે જે ડ્રાય સ્કિનને કોમળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ તેલને થોડુ ગરમ કરી લો. ત્યારબાદ તેનાથી 10થી 15 મિનિટ સુધી મસાજ કરો. આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરવાથી હાથ પરની ડ્રાય સ્કિન દૂર થઇ જાય છે અને હાથ એકદમ સુંવાળા થાય છે.

દૂધની મલાઇનો આ રીતે કરો ઉપયોગ

image source

હાથને કોમળ બનાવવા માટે દૂધની મલાઇ એક બેસ્ટ ઓપ્શન છે. દૂધમાં પ્રોટિન અને લેક્ટિક એસિડની માત્રા સારા એવા પ્રમાણમાં હોવાથી તે સ્કિનને મુલાયમ કરવાનું કામ કરે છે. આ પ્રયોગ કરવા માટે એક ચમચી તાજી મલાઇ લો અને તેનાથી હાથ પર 20 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ મલાઇને થોડીવાર હાથ પર એમને એમ જ રહેવા દો. પછી થોડા હુંફાળા પાણીથી હાથ ધોઇ લો. ધ્યાન રહે કે, હાથ ધોયા પછી તેને કોઇ નરમ કપડાથી હલકા હાથે કોરા કરવાના રહેશે.

ઓટ્સમાંથી આ રીતે બનાવો પેસ્ટ

image source

ઓટ્સમાં ચરબીનુ પ્રમાણ વધુ હોવાથી તે સ્કિનને ખૂબ જ ઝડપથી કોમળ બનાવવાનું કામ કરે છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ 1 ચમચી મધ, 1 ટી સ્પૂન લીંબુનો રસ, 2 મોટી ચમચી પીસેલા ઓટ્સ લઇને એક પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટને અડધો કલાક માટે હાથ પર રહેવા દો પછી હાથ ધોઇ લો. હાથ ધોયા પછી કોઇ પણ પ્રકારનું ઓઇલ લઇને તમારા હાથ પર 10 મિનિટ સુધી મસાજ કરો. જો તમે માત્ર 10 દિવસ સુધી રોજ રાત્રે સુતા પહેલા આ પ્રયોગ કરશો તો તમારા હાથ પરની ડ્રાય સ્કિન દૂર થઇ જશે અને હાથ રેશમ જેવા મુલાયમ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત