વાહ ભાઈ વાહ, ગુજરાતમાં પણ આવું થઈ જાય તો કેટલું સારું, આ રાજ્યમાં હવે દર વર્ષે 3 ગેસ સિલિન્ડર ફ્રી

મોંઘવારીની વચ્ચે સરકારે સામાન્ય લોકો માટે એક રાહતની જાહેરાત કરી છે. સરકાર દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર ફ્રી આપશે. સરકારે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગોવા સરકારે કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી. જેમકે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતુ કે, જો ભાજપ સત્તામાં આવે છે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષમાં ત્રણ એલપીજી સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે.

image source

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી હતી, પ્રમોદ સાવંતે જણાવ્યું કે કેબિનેટે નવા નાણાંકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન અનુસાર ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.

image source

ગોવા સીએમ પ્રમોદ સાવંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આયર્ન અને ખાણકામને ફરીથી શરૂ કરવા અને રોજગાર સર્જન હાલના કાર્યકાળ દરમ્યાન તેની પ્રાથમિકતા રહી છે. વિરોધીઓ દ્વારા તેમને આકસ્મિક મુખ્યમંત્રી બતાવતા સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે, તેમને પસંદ કરવામાં આવ્યાં નથી.