ઓહ બાપ રે, દ. ગુજરાતના ઉદ્યોગપતિઓને ત્યાં ITએ રેડ પાડી, 300 કરદાતાઓએ વિદેશમાં કરોડોનો ખેલ પાડી દીધો

દક્ષિણ ગુજરાતના ૩૦૦ જેટલા ઉદ્યોગપતિઓ હવે ITના રડારમાં આવી ગયા છે. આ ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવશે. કારણ કે ૩૦૦ જેટલા વેપારીઓએ વિદેશમા કરોડો રૂપિયાનુ રોકાણ કર્યાનું બહાર આવ્યું છે. ૩૦૦ જેટલા રોકાણકારોએ વિદેશોમાં ઘર, હોટલ અને જમીનમા રોકાણો કર્યાની ઘણી વિગતો બહાર આવી છે.

તેમા સુરતના ૨ ઉદ્યોગપતિઓ તો વિદેશમા પોતાનુ ચાર્ટર્ડ પ્લેન પણ ધરાવે છે. આ ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે કરદાતાઓના રિટર્ન ચકાસવાનુ હવે શરૂ કરી દીધું છે. જો કે આ મામલામા આવતા દિવસોમા ઘણા મોટા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.

હાલમા જ વડોદરા અને સુરતની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પર દરોડા પાડ્યા હતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમા જ આ વિભાગ દ્વારા વડોદરાની એક બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ પર આ વિભાગે દરોડા પાડ્યા હતા. બરોડાના ઓપી રોડ પર આવેલ બેંકર્સ હોસ્પિટલ અને સુરતમાં આવેલી હોસ્પિટલના નાણાકીય વહીવટોની બેંક દ્વારા તપાસ થઈ હતી.

IT વિભાગની ત્રણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી :

આ બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિત આના માલિકોના ઘર પર પણ આ ટીમ પહોંચી હતી. તેમણે જમીનો અને સોનામા રોકાણ કર્યું હોવાની પણ તપાસ કરાય હતી. ત્યારે વહેલી સવારથી જ આ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરાય હતી. આ વિભાગની ૩ ટીમોઓ સઘન તપાસ હાથ ધરી હતી.

સુરતમા બેંકર્સ હોસ્પિટલમાં પણ રેડ પાડી હતી :

સુરતમા પણ આ બેંકર્સ હોસ્પિટલમાં પણ આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીપલોદ વિસ્તારમા આવેલ એક હોસ્પિટલમા ટીમ તપાસમા લાગી ગઈ હતી. આ NGoના સહકારથી તેમના જ કેમ્પસમા આ હોસ્પિટલ આવેલી છે આ બાબતે પણ આવકવેરા વિભાગે આ તપાસ હાથ ધરી હતી.

image sours