અમે તમને જણાવીએ કે ઘરની ગંદકી દૂર કરવામાં ડુંગળી કેવી રીતે ઉપયોગી થઈ શકે છે.

એક ડુંગળી ઘરની ગંદકી સાફ કરવા માટે પૂરતી છે.તમે કંઈપણ ખર્ચો કર્યા વિના અહીં જણાવેલા ઉપાયની મદદથી તમારા ઘરની ગંદકી સાફ કરી શકો છો

ઘર ગંદું હોય તો કોઈને ગમતું નથી.અમને પણ ગંદકી ગમતી નથી.પરંતુ આપણે ગમે તેટલી સફાઈ કરીએ,ઘણી વખત ઘરની દિવાલો,જાળી,બાથરૂમની ફ્લોર બાજુ ગંદકી રહી જ જાય છે.તે ફક્ત એક ઘરની સમસ્યા જ નહીં, પરંતુ દરેક ઘરમાં લોકોને ગંદકીની સમસ્યાનો સામનો કરવો જ પડે છે.હવે,જો ઘરેલુ ઉપાયનો ઉપયોગ ઘરની સમસ્યામાં કરવામાં આવે તો આપણને કોઈ ખર્ચો પણ નહીં આવે અને ઘરની સાફ-સફાઈ પણ બરાબર થઈ જશે.તો ઘરના રસોડામાં રહેલી ડુંગળી લો,તેનો રસ કાઢો અને હવે અમે તમને જણાવીએ કે ઘરની ગંદકી દૂર કરવામાં ડુંગળી કેવી રીતે ઉપયોગી થઈ શકે છે.
કાટ દુર કરે છે

image source

જો તમારા ઘરમાં કોઈપણ જગ્યાએ અથવા તો કોઈપણ ખૂણામાં કાટ લાગ્યો છે,તો ડુંગળીના રસમાં એક લીંબુનો રસ અને અડધી ચમચી બેકિંગ સોડા નાખીને મિક્સ કરો.તે પછી ડુંગળી,લીંબુનો રસ અને બેકિંગ સોડાના મિશ્રણથી કાટવાળી જગ્યા પર ઘસવું.આ રીતે તમારા ઘરનો કાટ દૂર થશે.

જંતુનાશક દવા

image source

જંતુનાશક દવાઓનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે,તો પણ જંતુઓ ભાગવાનું નામ લેતા નથી.આવી સ્થિતિમાં,જંતુનાશક દવાથી છંટકાવ કર્યા પછી,તમે ડુંગળીનો રસ છાંટો અને તેને થોડા સમય માટે રહેવા દો.ત્યારબાદ તમે જ જોશો કે જંતુઓ ડુંગળીની ગંધથી જ મરી જશે.

કીડીઓ

image source

જ્યાં મીઠાઈ પડી જાય છે,ત્યાં કીડી આવે જ છે.હવે જો ભૂલથી પણ કોઈ જગ્યા પર મીઠાઈ અથવા ખાંડ પડી જાય,તો તરત જ તે જગ્યા પર ડુંગળીનો રસ નાંખો અને તેને રહેવા દો.આ ઉપાયથી એક કીડી પણ ત્યાં નહીં આવે.

દિવાલો પર રહેલા નિશાન

બાળકો પેન્સિલથી દિવાલો પર કંઈક લખ્યા જ કરે છે,બાળકોને ગમે તેટલું સમજાવો તો પણ તેઓ તેમની આ આદતો નથી છોડતા.ત્યારબાદ આપણે ગમે તેટલું સાફ કરીએ તો પણ આ નિશાન દીવાલો પરથી નથી જતા.ડુંગળીના રસની મદદથી તમે આ નિશાનો ફટાફટ દૂર કરી શકો છો.તે માટે તમે એક કપડામાં ડુંગળીનો રસ લો,ત્યારબાદ નિશાન પર આ કપડાથી સાફ કરો.દીવાલ પરનું આ નિશાન ફટાફટ દૂર થઈ જશે.

જીવ-જંતુના કરડવાથી થતી બળતરા દૂર કરે છે

image source

જો તમને કીડી અથવા મકોડાએ બટકું ભર્યું છે,તો તે જગ્યા પર ડુંગળીનો રસ લગાડવાથી ત્યાં થતી બળતરા અને દુખાવો દૂર થાય છે.

નાકમાંથી નીકળતું લોહી દૂર કરે છે

image source

તમને નાકમાંથી લોહી નીકળતું હોય અથવા તો આ સમસ્યા તમને વારંવાર થતી હોય,તો ડુંગળીના રસના 2-3 ટીપા નાકમાં નાખવાથી આ સમસ્યા દૂર થાય છે.

ગરમી દૂર કરે છે

image source

ડુંગળીનો રસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે.ડુંગળીનો રસ પીવાથી તમને ગરમીમાં લૂ નથી લગતી અને તમારા પગમાં થતો દુખાવો પણ દૂર થાય છે.

સાંધાનો દુખાવો દૂર કરે છે

image source

સરસવના તેલમાં ડુંગળીનો રસ નાખી તેને મિક્સ કરો.આ મિક્ષણ સાંધા પર લગાવવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે.

કાનનો દુખાવો

image source

જો તમને વારંવાર કાનમાં દુખાવો થાય છે,તો ડુંગળીના રસના 2-3 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો દુર થાય છે.

શરદી-ઉધરસ દૂર થાય છે

ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી શરદી-ઉધરસ તથા તાવની સમસ્યા દૂર થાય છે.

ત્વચા અને વાળની સમસ્યા દૂર કરે છે

image source

ડુંગળીનો રસ ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.જૈતુનના તેલમાં ડુંગળીનો રસ નાખીને આ મિક્ષણ ત્વચા પર લગાવવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.તેવી જ રીતે આ મિક્ષણનો ઉપયોગ વાળ પર કરવાથી વાળમાં થતો ખોળો દૂર થાય છે અને તમારા વાળ નરમ બને છે.જો તમારા વાળ ખુબ જ ખરતા હોય તો આ માટે તમે તમારા માથાની ચામડી પર ડુંગળીનો રસ લગાવવો.આ ઉપાયથી તમારા ખરતા વાળ બંધ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત