જાણો આજનું પંચાંગ અને રાશિફળ, આ રાશિના જાતકોમાં લોકોને ચારેકોરથી સારા સમાચાર મળે, ધનવર્ષા થશે

તારીખ ૧૯-૦૬-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- છઠ ૨૨:૨૦ સુધી.
*નક્ષત્ર* :- શતતારા ૨૮:૫૪ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- વિષ્કુંભ ૧૦:૫૨ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૨૧
*ચંદ્ર રાશિ* :- કુંભ
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*:-

આજે રવિવારનો દિવસ દ્વિધાયુક્ત બની રહે .વિશ્વાસમાં ન રહેવું.ખટપટ થી સંભાળવું. સામાજિક આગેવાની ન લેવી. સમય પસાર કરવો.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

રવિવારનો દિવસ કાનૂની ગૂંચ ની સંભાવના.વાણી-વર્તનમાં સંભાળવું.પ્રવાસ મુસાફરી ની સંભાવના.અકસ્માતની સંભાવના સાવધ રહેવું.

*શુભ રંગ*:ક્રીમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

રવિવારનો દિવસ નાણાકીય મુશ્કેલી લઈને આવે.સંતાનના પ્રશ્નો,ચિંતા દૂર થાય.મહેમાનનું આગમન થાય.લખાણ કરવામાં સાવધ રહેવું.

*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

રવિવારનો દિવસ છૂપા શત્રુઓથી સાવધ રહેવું.પારિવારિક ખર્ચ મુસાફરીના સંજોગ.સંપત્તિ વાહન અંગેની વિચારણા રહે.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*સિંહ રાશી*

રવિવારનો દિવસ આપની સાથે મુખમેં રામ બગલમેં છૂરી જેવા સંજોગો હોય સંભાળવું.સંતાન ના ભાવી અંગેના નિર્ણય લઈ શકો.લેણદાર નો તકાદો જણાય.

*શુભ રંગ* :-પીળો
*શુભ અંક* :- ૬

*કન્યા રાશિ*

રવિવારનો દિવસ પરિવાર ચિંતામાં પસાર થાય.સામાજિક પરિસ્થિતિ સુધરે.અંગત કામમાં ધ્યાન આપી શકો.સંયમ રાખવો જરૂરી.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

રવિવારનો દિવસ મનમુટાવ ટાળવા.સંતાનના પ્રશ્ને દુવિધા બની રહે.પ્રણયના મામલે સાવધાની વર્તવી.સામાજિક બાબતોમાં વિશેષ ધ્યાન આપવું.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

પ્રવાસ મુસાફરી થાય.સંપત્તિ વ્યવસાયિક બાબતે દ્વિધા ઊભી થાય.બેચેની અકળામણ થાય. સમય વ્યતીત કરવો.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

રવિવારનો દિવસ કાંઈક પરાક્રમ કરવામાં આવે.મુસાફરીના સંજોગો ઊભા થાય.તબિયતની ચિંતા રહે.ઉતાવળા નિર્ણય ટાળવા.

*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

પારિવારિક સમસ્યાઓ લેતીદેતી ના મામલે સંભાળવું.મકાન સંપત્તિના રીપેરીંગમાં પૂરતું ધ્યાન આપવું હિતાવહ.ખાણીપીણીમાં સાવધાની વર્તવી.

*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

સંતાનની પ્રગતિ ના સમાચાર મળે.પરિવારમાં સુખદ મિલન થાય.ખોટા વાદ-વિવાદથી સંભાળવું.નકારાત્મકતા છોડવી.

*શુભરંગ*:-વાદળી
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

રવિવારનો દિવસ હોય છતાં પ્રવાસ મુસાફરી ટાળવા. પારિવારિક મનમુટાવ ટાળવા. આરોગ્ય જાળવવું.સોબત ફેરમાં વ્યસનના સંજોગ બની શકે.

*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫