પરિવારે જેના અંતિમ સંસ્કાર કર્યા એ ઘરે ખાટલા પર બેઠો જોવા મળ્યો, ચોંકાવનારો કિસ્સો જાણીને આખો દેશ હેરાન રહી ગયો

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. તે જીવતો બહાર આવ્યો, અચાનક મૃત વ્યક્તિને ઘરે પાછો આવતો જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા. અંતિમ સંસ્કાર કર્યા પછી જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે તેઓએ જોયું કે જેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે ખાટલા પર બેઠો હતો.

image source

હકીકતમાં, 12 મેના રોજ કોન ભરૂહવા ગામ શાક માર્કેટ પાસે એક માર્ગ અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. આ પછી પોલીસે મૃતદેહને મોર્ચરીમાં રાખ્યો હતો. પોલીસે મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસે ઓળખ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. મૃતકનો ફોટો વાઈરલ થતા પરિવારજનોએ મૃતકની ઓળખ કરીને શબગૃહમાં પહોચ્યા હતા.મૃતદેહ જોયા બાદ પરિજનોએ જણાવ્યું કે તે ભવાનીપુર ગામનો રહેવાસી મુન્નીલાલ છે. છેલ્લા એક મહિનાથી તે ઘરની બહાર ગયો હતો.

મૃતદેહની ઓળખ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશની ઓળખ કરતા સગા સંબંધીઓને સોંપી હતી. બુધવારે રાત્રે મૃતદેહની અંતિમ વિધિ કરીને પરિવારજનો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરે લોકોની ભીડ જોવા મળી હતી. મુન્ની લાલને ટોળાની વચ્ચે બેસીને વાત કરતા જોઈને અંતિમ સંસ્કાર કરીને પરત ફરેલા લોકોની આંખો ફાટી ગઈ હતી. મુન્ની લાલના ભાઈઓએ જણાવ્યું કે મૃતકના ચહેરા પર ઈજા થઈ હતી અને ચહેરો સંપૂર્ણ રીતે સોજી ગયો હતો. મૃતકનો ચહેરો અને દેખાવ પણ બિલકુલ મુન્નીલાલ જેવો જ લાગતો હતો. જેના કારણે તેણે તેને પોતાનો ભાઈ સમજી લાશની ઓળખ કરી અંતિમ સંસ્કાર કર્યા હતા.

image source

તે જ સમયે, જીવંત મુન્ની લાલે જણાવ્યું કે તે લગભગ એક મહિનાથી ઘરની બહાર ગયો હતો અને ચુનારમાં તેના સંબંધીઓ સાથે રહેતો હતો. તેની પાસે મોબાઈલ ફોન નહોતો. જેના કારણે તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી શકતો ન હતો. આ અંગે ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે મુનીલાલને પોલીસ ચોકી બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.