સોજા કે પેટમાં થતી બળતરાથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા આ રીતે કરો ખસખસનો ઉપયોગ

ખસખસ અપાવશે અનેક સમસ્યાઓથી રાહત, જાણો ફાયદાઓ વિશે!

ખસખસ આમ તો આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેતા હોઇ છીએ પરંતુ શું તમને તેના અઠળક ફાયદાઓ વિશે ખ્યાલ છે ? કેલ્શિયમ, આઇરન, મેગ્નેશિયમ, મેગેનિઝ, ઝિંક જેવા અનેક પ્રકારના વિટામિન અને મિનરલથી ભરપુર ખસખસ માત્ર કેકનો ટેસ્ટ વધારવા કે ગાર્નિશિંગ માટે જ નથી પરંતુ તમારી સ્કિન અને પેટની તકલીફોનું પણ વન સ્ટોપ સોલ્યુશન છે.

image source

ભારતીય રસોડામાં સૌથી વધારે ઉપયોગ કરાતી સામગ્રી પોતાનામાં જ એક પ્રકારની ઔષધિ હોય છે. ખસખસમાં આયર્ન, કૉપર, કેલ્શિયમ જેવા મિનરલ મળી આવે છે. જે શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. પૉપી સીડ્સ આપણને ઉંઘ લાવવામાં અને મગજને શાંત રાખવામાં મદદ કરે છે. તેમાં ફાયબર ખુબ વધારે માત્રામાં હોય છે. ફાયબર આપણા પાચનતંત્રને સાફ રાખવાનું કામ કરે છે. આ સાથે પાચન સારી રીતે થાય છે તો પેટમાં એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ નથી થતી. સાથે જ કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે.

image source

જો ડાયટમાં ખસખસનો ઉપયોગ કરવામાં આવે તો શુગરની બીમારીમાં પણ ફાયદાકારક નિવડે છે. સાથે જ તેની સાથે જો કોઈને શુગર થઈ ચૂકી છે તો તે તેને નિયંત્રણ રાખવામાં પણ ખસખસનો ઉપયોગ કરી શકે છે. તેમાં કેલ્શિયમ અને જિંક મળી આવે છે. તે આપણા હાડકાને મજબૂત બનાવી રાખવાનું કામ કરે છે. આ સાથે પૉપી સીડ્સમાં ફૉસ્ફોરસ પણ મળી આવે છે,

image source

જે બોન્સને વૉલ્યૂમ વધારવામાં હેલ્પ કરે છે. ઓમેગા-6 ફેટી એસિડ, પ્રોટીન, ફાયબરથી ભરપૂર હોવાની સાથે જ ખસખસમાં ફાઈટોકેમિકલ્સ, વિટામિન બી, થાયમિન, કેલ્શિયમ અને મેગનીઝ પણ મળી આવે છે, જે પોષણની દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારક છે.

image source

આ સાથે ખસખસને દૂધમાં પીસીને ફેસપેક તરીકે તમારા ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાને નમી મળે છે. ચહેરામાં ગ્લો આવે છે. પ્રકૃતિક ચમક મળે છે. આ સાથે નાની-નાની સમસ્યાઓ જેવી કે વધારે તરસ લાગવી, તાવ, સોજા કે પેટમાં થનારી બળતરામાંથી આરામ મેળવવા માટે ખસખસનો પ્રયોગ કરવામાં આવે છે. પેટમાં વધતી ગરમીને પણ શાંત કરવામાં તે મદદગાર થાય છે.

image source

ખસખસનો ઉપયોગ તમે સારી ઊંઘ મેળવવા માટે પણ કરી શકો છો, અને ચિંતામુક્ત પણ બની શકો છો. તમે ચા માં ખસખસનું થોડુ એવું પ્રમાણ મેળવીને તેનું સેવન કરી શકો છો જેથી તમને સારી અને ચિંતામુક્ત ઉંઘ આવશે.

image source

જો તમને પેટમાં દુખાવાની તકલીફ હોય તો ઘી અથવા માખણમાં ખસખસનો પાઉડર ઉમેરીને તમે પેટની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં પણ કરવામાં આવતો હોય છે. શિયાળામાં ત્વચા ડ્રાય બની જતી હોય છે, ખસખસમાં એવા તત્વો રહેલા છે જે તમારી સ્કિનને એકદમ તાજગી ભરેલી રાખશે.

image source

ખસખસ આયુર્વેદ ઔષધી સમાન છે તેમા રહેલું મોઇશ્ર્ચર તમારી ત્વચામાંથી મોઇશ્ર્ચરને ઓછુ થવા દેતી નથી. ખસખસ આંખોની નબળાઇ, યાદશક્તિનો અભાવ, ઊંઘની તકલીફ વગેરેને કારણે આયુર્વેદમાં ખસખસ શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. ખસખસના બી શાકભાજીની ગ્રેવી તૈયાર કરવા તથા સગર્ભા સ્ત્રીઓ માટે લાડુ વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,