આ ઘરેલુ ઉપાયોથી એસિડિટીની સમસ્યામાંથી મેળવો છૂટકારો, થઇ જશે રાહત

એસિડિટીથી પરેશાન છો તો અપનાવો આ અસરદાર ઘરેલુ ઉપાયો

જો પાચક એસિડ પેટમાં વધુ પડતું જાય છે, તો પછી પેટમાં દુખાવો, ગેસ, ઝડપી શ્વાસ, ગભરાટ જેવી ફરિયાદો ઉભી થાય છે. આ એક સામાન્ય રોગ છે જે કોઈપણ વયના લોકોમાં થઈ શકે છે. એસિડિટીને હાર્ટબર્ન પણ કહેવામાં આવે છે. જ્યારે તમને એસિડિટી હોય ત્યારે તમારા પેટથી તમારા ગળા સુધી બળતરા હોય છે. આજે અમે તમને એસિડિટીની સમસ્યાના ઘરેલું ઉપાયો બતાવીશું.

image source

એસિડિટીની સમસ્યાના મુખ્ય કારણો

જમ્યા પછી બેસવું, ચાલવું નહીં.

image source

અતિશય ખોરાક લેવો.

યોગ્ય સમયે ખાવું નહીં.

વધુ પડતા આલ્કોહોલનું સેવન.

image source

ભૂખ કરતાં વધુ ખોરાક લેવો.

કસરત ન કરો.

ખાલી પેટ રહેવું.

image source

ઓછું પાણી પીવો.

તણાવ

જો તમને એસિડિટી લાગે છે, તો પછી માત્ર ૧ ગ્લાસ પાણી નવશેકું પીવો. આ તમારા પેટની અંદરનો વધારાનો એસિડ દૂર કરશે અને તમને આરામ મળશે. તે નાના પાયે એસિડિટીમાં ખૂબ સારી અસર બતાવે છે. જો તમને વધુ એસિડિટી આવી રહી છે, તો તમારે એસિડિટી સમસ્યા નિવારણ માટે ઘરેલુ ઉપાય માટેના અન્ય ઉપાયો અજમાવવા જોઈએ. આજે અમે તમને એસીડિટી દૂર કરવા માટે કેટલાક અસરદર ઘરેલુ ઉપાય બતાવીશુ.

image source

છાશ- એસિડિટીની સમસ્યા માટે ઘરેલું ઉપાય કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે. એસિડિટીને દૂર કરવાની આ એક ખૂબ જ સરળ રીત છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટની એસિડિટીને ઘટાડે છે. તમે બજારમાંથી લાવેલ છાશ પી શકો છો અથવા ઘરે બનાવીને પી શકો. છાશમાં થોડું મરીનો પાઉડર અને કોથમીર મિક્સ કરીને દિવસમાં ઘણી વખત પીવો. આ સિવાય તમે છાશમાં મેથીનો પાઉડર પણ પી શકો છો. તેનાથી પેટનો દુખાવો પણ ઓછો થશે.

કાચુ દૂધ – જે લોકોને એસિડીટીની સમસ્યા રહે છે તેમણે રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસિડિટીની સમસ્યાને ખતમ કરે છે.

image source

તુલસી – સવાર સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસિડીટી કંટ્રોલમાં રહે છે. તુલસીમાં એસિડિટીને ખતમ કરવાના ગુણ જોવા મળે છે. રોજ તેનુ સેવન કરવાથી થોડાક જ દિવસમાં એસિડીટીની સમસ્યા દૂર થાય છે.

કેળા – કેળામાં પોટેશિયમ અને ફાઈબર જોવા મળે છે. જે પેટમાં એસિડ બનવા દેતુ નથી. જો તમને પણ એસીડિટીની સમસ્યા રહે છે તો રોજ સવારે કેળા ખાવ.

સફરજન સિરકા – ૨ મોટી ચમચી સફરજન સરકાને ઠંડુ પાણી મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા સારી રહે છે અને એસિડીટી થતી નથી.

image source

વરિયાળી – વરિયાળીમાં એંટી અલ્સર ગુણ હોય છે જે કબજિયાત અને એસિડીટીની સમસ્યાથી રાહત અપાવે છે. જ્યારે પણ તમને એસીડીટી લાગે તો વરિયાળી ખાઈ લો. જો તમે ચાહો તો વરિયાળીનુ પાણી પણ પી શકો છો.

ફુદીનાની ચા – ફુદીનો એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો.

ઈલાયચી – ઈલાયચી ખાવાથી એસીડીટી અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ૨ ઈલાયચી લો તેને ૧ ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને પી લો. તેને પીવાથી તરત જ એસીડીટીથી રાહત મળશે.

image source

મેથી દાણા – એસિડીટીથી છુટકારો મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો. ૧ ચમચી મેથીના દાણાને આખી રાત ૧ ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,