કહેવું પડે હોં બાકી, પાટિલે હાર્દિકની હવા કાઢી નાખી, 10 મિનિટ રાહ જોવડાવી અને એક જ મિનિટમાં કાર્યક્રમ પુરો

કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે. ગુજરાત બીજેપીના અધ્યક્ષ સીઆર પાટીલે ગાંધીનગરમાં હાર્દિકને પાર્ટીમાં જોડાવવાની ફરજ પાડી હતી. તેમણે 18 મેના રોજ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિકના આ પગલાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલે આજે ભાજપના થયા બાદ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પણ હાર્દિકને સી.આર. પાટિલે 10 મિનિટ રાહ જોવડાવી હતી. અને 1 મિનિટમાં કાર્યક્રમ પતાવ્યો તે વાતે વેગ પકડ્યો છે.

image source

હાર્દિકને બીજેપીમાં સામેલ કરવાનુ વિધિવત આયોજન બીજેપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયુ હતુ. જેમાં મંડપ બાંધી આ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં હાર્દિકે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં બીજેપીને ખેસ પહેરી લીધો હતો, પરંતુ આ દરમિયાન એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ, ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યક્રમમાં હાર્દિકને 10 મિનીટ રાહ જોવડાવી હતી, એટલુ જ નહીં હાર્દિકને બીજેપીમાં સામેલ કરવાનો મોટો કાર્યક્રમ હોવા છતાં તે માત્ર 1 મિનીટમાં તમામ કાર્યક્રમ આટોપીને રવાના થઇ ગયા હતા.

હાર્દિક પટેલ આજે એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે હું રાષ્ટ્ર સેવાના ભક્તિમય કાર્યમાં નાના સૈનિક તરીકે કામ કરીશ. હાર્દિક પટેલે કહ્યું- “રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની ભાવનાઓ સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી વડાપ્રધાનના નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનકડો સિપાહી બનીને હું કામ કરીશ.