જાણો,ઉનાળામાં ચહેરા પર થતા ખીલથી છૂટકારો મેળવવા માટેના આ 5 સરળ ઉપાય

જે લોકો ખીલથી પરેશાન રહેતા હોય છે તેઓને વારંવાર આશ્ચર્ય થાય છે કે ખીલ શા માટે થાય છે? હકીકતમાં, ઉનાળામાં અતિશય પરસેવો થવાના અને ધૂળ અને ગંદકીને કારણે ઘણા ખીલ બહાર આવે છે.આ પ્રકારની સમસ્યાઓ સામાન્ય રીતે કિશોર વયે હોર્મોનલ ફેરફારોને કારણે પણ થાય છે.ત્વચાની નબળી સંભાળના કારણે ખીલ વધવા લાગે છે.આનાથી ચહેરો વધુ ખરાબ લાગે છે.આ સિવાય કેટલાક એવા દાણા પણ છે જે સમય-સમયે ચહેરો સાફ ન કરવાના કારણે બહાર આવે છે.જ્યારે ત્વચા રોમ છિદ્રોને બંધ કરે છે અથવા તેમના પર ગંદકી જામી જાય છે,ત્યારે પેહલા સોજો આવે છે અને પછી ધીમે ધીમે તે પૂરું ભરાય જાય છે.

image source

જો તમે પણ ખીલથી પરેશાન છો,તો અહીં અમે તમારા માટે ખાસ ઉનાળા માટેના ૫ ઉપાયો લાવ્યા છીએ,જે એકદમ સરળ અને ફાયદાકારક છે અને અમને ખાતરી છે કે આ ઉપાયોથી તમને તમારી ત્વચાના ખીલમાં ઘણો ફાયદો મળી શકશે અને તમારી ત્વચામાં પેહલા કરતા વધુ ચમક આવશે.તો ચાલો આ ઉપાયો વિશે વધુ જાણીએ.તેનો ઉપયોગ કરવાની રીત શું છે ? અને તેના ફાયદાઓ વિશે પણ જાણીયે….

1. દ્રાક્ષનું ક્લીન્ઝર

image source

સૌ પ્રથમ તમારા ફ્રિજમાં રહેલી દ્રાક્ષમાંથી બે થી ત્રણ દ્રાક્ષ બહાર કાઢો,પછી વચ્ચેથી તે દ્રાક્ષ કાપો અને ચહેરા પર ઘસો અને થોડા સમય પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.પછી સ્વચ્છ કપડાની મદદથી ચહેરો સાફ કરો.આ રીત કરવાથી તમારા ચહેરાના છિદ્રો ખુલે છે.એક રીતે,આ દ્રાક્ષની પદ્ધતિ તમારા માટે ક્લીન્ઝર તરીકે કામ કરે છે.

2.કાકડીનું ફેસપેક

image source

સૌ પ્રથમ,એક કાકડી લો અને તેને સારી રીતે મેશ કરો.હવે તેમાં થોડું પાણી અને એક ચમચી ખાંડ નાખો અને તેને બરાબર મિક્ષ કરીને એક ફેસપેક જેવું બનાવી લો.આ પછી તેને ચહેરા પર લગાવી અને થોડી વાર માટે રેવા દો.10 મિનિટ થઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો.કાકડીથી તમારા ચહેરા પર તાજગી આવશે.ચહેરાની ગંદકી સાફ થશે અને ખીલથી છુટકારો મળશે.

3.મધનું માસ્ક

image source

ચહેરા પર મધનું માસ્ક લગાવવા માટે પહેલા ચહેરો સાબુથી ધોઈ નાખો જેથી ચહેરાની ગંદકી બરાબર સાફ થઈ જાય અને ચેહરાના છિદ્રો ખુલી જાય.ચહેરા પર મધ લગાવો અને તેને 30 મિનિટ માટે રાખી દો.આ પછી, ફરીથી થોડા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો અને પછી ફરીથી તાજા પાણીથી ચહેરો ધોઈ લો.આ કરવાથી તમારા ચેહરામાં ગ્લો આવશે અને ખીલની સમસ્યાને દૂર થશે.

4. ઓટમિલ ફેશિયલ

image source

ઓટમિલ ફેશિયલ બનાવવાની રીત ખૂબ જ સરળ છે.આ માટે,સૌ પ્રથમ 2 ચમચી ઓટમિલ લો તેમાં 1 ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો.હવે તેને ચહેરા પર લગાવીને હળવા હાથથી ઘસો.ત્યારબાદ થોડા સમય પછી ચહેરો સારી રીતે ધોઈ લો.

5.હળદરનું ફેશિયલ માસ્ક

image source

હળદરનું ફેશિયલ માસ્ક સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.તેને બનાવવા માટે અડધો કપ ચણાનો લોટ,2 ચમચી હળદર,થોડો ચંદનનો પાવડર,ઘી અને બદામનું તેલ અને થોડું પાણી નાખીને મિક્સ કરો.હવે તેને તમારા ચહેરા પર 5 થી 10 મિનિટ માટે રહેવા દો.તમે તેને સૂકાયા પછી સરળતાથી કાઢી શકો છો.અને પછી ચહેરો પાણીથી બરાબર ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત