પ્લાસ્ટિકના વાસણો પરના ડાઘ દૂર કરવા માટેની છે આ ખાસ ઘરેલૂ ટિપ્સ, આજે જ કરો ઉપાય

પ્લાસ્ટિક કંટેનર્સ દેખાવમાં સુંદર લાગે છે. પરંતુ મોટાભાગની ગૃહિણીઓ માટે તેનું મેન્ટેનન્સ, તેની ચમક તેની વાસ્તવિકતાને બનાવી રાખવાનું પણ તેટલું જ મુશ્કેલ છે. પ્લાસ્ટિકના વાસણમાં જ્યારે તમે શાક કે દાળ ભરો છો ત્યારે તેના ડાઘ તેની પર લાગી જાય છે. આ ડાઘ રોજ ધોવાથી દૂર થતા નથી. તેના માટે ખાસ ઉપાય કરવા જરૂરી છે. આજે અમે આપને એવી કેટલીક ખાસ ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે તમારા ઘરના દરેક પ્લાસ્ટિક કંટેનર્સને સરળતાથી ચમકાવી શકો છો.

જાણો ઘરની કઇ ચીજોની મદદથી તમે પ્લાસ્ટિકની ચીજોને ચમકાવી શકો છો…

image source

એક ટબ લો. તેમાં 1/4 હૂંફાળું પાણી લો અને તેમાં 4 મોટી ચમચી બેકિંગ સોડાને સારી રીતે મિક્સ કરો. હવે પ્લાસ્ટિક કંટેનર્સને તેમાં ડુબાડીને રાખો. જેની પર ડાઘ છે તે દરેક કંટેનર આ સોડા મિક્સ પાણીમાં સારી રીતે ડૂબાડી દો. 30 મિનિટ બાદ કાઢી સાફ પાણીથી ધોઇને તેને સૂકવી લો.

image source

પ્લાસ્ટિક કંટેનરની અંદરની સ્મેલ જલ્દી દૂર થતી નથી. તેને માટે કંટેનરની અંદર ન્યૂઝ પેપરને થોડા વાળીને રાખો અને ઢાંકણું બંધ કરી લો. સ્મેલ જતી રહેશે. આ પછી તમે આ ડબ્બાને કોઈ અન્ય ઉપયોગમાં લઈ શકશો.

1 કપ ગરમ પાણીમાં 1 મોટી ચમચી લિક્વિડ ક્લોરીન બ્લીચને મિક્સ કરો. ઢાંકણામાં ડાઘ હશે તો સિંકમાં નાંખીને ઉપરથી બ્લીચનું મિશ્રણ નાંખો. 30 મિનિટ અથવા તો તે સાફ ન થાય ત્યાં સુધી તેને રહેવા દો.

image source

પ્લાસ્ટિક કંટેનરમાં ટામેટા વાળા ફૂડ રાખવાથી તેની પર લાગેલા ડાઘને કંટેનરમાં રાખતાં પહેલાં નોનસ્ટિક કુકિંગ સ્પ્રે કરો.

કંટેનરને હીટના સંપર્કમાં લાવતાં પહેલાં નક્કી કરો કે કંટેનર માઇક્રોવેવ સેફ છે કે નહીં, પ્લાસ્ટિક માઇક્રોવેવમાં જઇને ખરાબ થઇ શકે છે, સાથે અંદર સ્મેલ રહી જાય છે.

image source

જો પ્લાસ્ટિકના કંટેનર્સમાંથી સ્મેલ આવી રહી છે તો તમે એક ડોલ હૂંફાળું ગરમ પાણી કરો. તેમાં 2 લીંબુનો રસ અને વિનેગર મિક્સ કરી લો. પ્લાસ્ટિક કંટેનર્સને આ પાણીમાં નાંખો. 10 મિનિટ બાદ તેને બહાર કાઢીને સૂકવી લો, તમારા ડબ્બા ફરી નવા જેવા ચમકી જશે.

image source

જો તમે આ સિવાય અન્ય કોઈ ઉપાય અજમાવવા ઈચ્છો છો તો તમે સૌ પહેલા લિક્વિડ ક્લોરીન બ્લીચનો ઉપયોગ કરો. તમે તેમાં પ્લાસ્ટિકના ડબ્બા પલાળી લો. તેનાથી કંટેનર્સના લાભ પણ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત