પ્લેન હવામાં અને અડધો કલાલ સુધી પાયલોટ ઊંઘી ગયો, ખાલી યાત્રી જ નહીં બે દેશો વચ્ચે મચી ગયો હડકંપ

તમે ટ્રેનમાં સૂઈ રહેલા લોકો પાઈલટ વિશે તો સાંભળ્યું જ હશે, હવે પ્લેનમાં સૂઈ રહેલા પાઈલટ અને કો-પાઈલટના સમાચાર સામે આવી રહ્યા છે. પેસેન્જરોથી ભરેલું પ્લેન ઉડાવી રહેલા કેપ્ટનને ઊંઘ આવી ગઈ, જેના કારણે 10 મિનિટ સુધી પ્લેન સાથે કોઈ સંપર્ક થયો નહોતો. જે બાદ ઉચ્ચ અધિકારીઓને આતંકવાદી હાઈજેકની આશંકા હતી અને ફાઈટર જેટ તૈયાર કરવામાં આવ્યું હતું.

image source

આ મામલો ઇટાલીનો છે, જ્યાં પાઇલોટ્સ ઇટાલીની સ્ટેટ એરલાઇન્સ માટે કામ કરતા હતા, અહેવાલો અનુસાર, ITA એરવેઝ AZ609 પેસેન્જર ફ્લાઇટના બંને પાઇલટ 30 એપ્રિલના રોજ ન્યૂયોર્કથી રોમ જતી વખતે એરબસ 330ને કંટ્રોલ કરતી વખતે ઊંઘી ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, પ્લેનનો કો-પાયલટ પ્રક્રિયા મુજબ ‘નિયંત્રિત આરામ’ લઈ રહ્યો હતો, પરંતુ પછી કેપ્ટનને જાગતા રહેવું પડ્યું, તે સમયે પ્લેન ઓટોપાયલટ મોડમાં હતું અને 10 મિનિટ સુધી કોઈ સંપર્ક નહોતો થયો.

image source

ફ્રાન્સના અધિકારીઓએ બે ફાઇટર જેટને પણ પાયલોટની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પેસેન્જર પ્લેનની નજીક મોકલવા માટે તૈયાર રહેવા કહ્યું હતું, આ દરમિયાન રોમન અધિકારીઓએ પણ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. 10 મિનિટના સતત પ્રયાસ બાદ આખરે પાઈલટે જવાબ આપ્યો. ત્યારબાદ પ્લેન સમયના 20 મિનિટ પહેલા રોમમાં લેન્ડ થવાનું હતું. તે જ સમયે, ITA એરવેઝની આંતરિક તપાસમાં, કેપ્ટનને દોષિત ગણાવીને તેને કાઢી મુકવામાં આવ્યો.