ગર્ભવતી મહિલાઓએ ક્યારેય ના ખાવા જોઈએ આ ફ્રૂટ, જાણી લો એનાથી આવનાર બાળકને થતા આ ભયંકર નુકસાન વિશે

દરેક સ્ત્રીને માતા બનવાનો અહેસાસ સારો લાગે છે અને આ સાથે મહિલાઓ માતા બનવા માટે પણ ખૂબ ઉત્સાહિત હોય હોય છે. ગર્ભવતી થયા પછી, સ્ત્રીને પોતાની જાતની વિશેષ કાળજી લેવી પડે છે, આ માટે તેણીએ પોતાની રહેણી કહેણીની સાથે સાથે આહારની પણ કાળજી લેવી જરૂરી છે. સગર્ભા સ્ત્રીએ આવી વસ્તુઓ ન ખાવી જોઈએ, જેના માટે તેણીના નવજાત શિશુ પર અસર પડે, ગર્ભાવસ્થામાં સતત ડાયટ અંગેનું સૂચન મહિલાઓને આપવામાં આવે છે. હેલ્ધી ફૂડ લેવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે. લીલાપાનવાળા શાકભાજી, અને સલાડ, દૂધને ડાયટમાં નિયમિત સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે કેટલાક ફળો એવા છે. જેને ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવા જોઇએ. જે ફળની પ્રકૃતિ ગરમ હોય તેવા ફળોને ગર્ભાવસ્થામાં અવોઇડ કરવા જોઇએ, આવા ફળો ખાવાથી મિસકેરેજનો પણ ભય રહે છે,

આ માટે, સ્ત્રીઓએ ગરમ વસ્તુઓ ન ખાવી જોઈએ અને આ ફળો બિલકુલ ન ખાવા જોઈએ.

પપૈયા

image source

ગર્ભાવસ્થામાં ક્યારેય પપૈયાને ન ખાવું જોઇએ. પપૈયું ખાવાથી ગર્ભપાતની સમસ્યા થઇ શકે છે. પપૈયામાં લેટેક્સ હોય છે. જે ગર્ભાવસ્થા માટે હાનિકારક છે. અડધું પાકેલું કે કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી પપૈયાને હંમેશા ગર્ભાવસ્થામાં અવોઇડ કરવું જોઇએ. કારણ કે પપૈયાની પ્રકૃતિ ગરમ છે, જે શરીરમાં ગરમીને વધારે છે, તેથી ગર્ભપાતનો ભય રહે છે. આ સ્થિતિમાં પપૈયાને અવોઇડ કરવું જોઇએ.

પાઈનેપલ

image source

પ્રેગ્નેન્સી દરમિયાન પાઈનેપલ ખાવું ગર્ભવતી મહિલા માટે સારું નથી. પાઈનેપલમાં મોટા પ્રમાણમાં બ્રોમેલિન હોય છે, જે ગર્ભાશયની ગરદનને નરમ બનાવે છે, જેના કારણે મિસકેરેજ થવાની સંભાવના વધી જાય છે.

પાણીથી ધોયા વગરના ફળ

image source

ઘણી વખત ફળો પર જામેલી માટીને કારણે ટોક્સોપ્લાસ્મોસિસ નામ બેક્ટેરિયા હોય છે. જે ગર્ભવતીને નુકસાન પહોંચાડે છે. એટલા માટે પાણીથી ધોયા વગર ફળ ખાવા જોઈએ નહીં.

દ્રાક્ષ

image source

ડોક્ટરો ગર્ભવતી મહિલાને છેલ્લા ટ્રિમેસ્ટરમાં એટલે કે 7થી 9 મહિના દરમિયાન દ્વાક્ષ ખાવની ના પાડે છે. કેમ કે દ્રાક્ષની તાસીર ગરમ હોય છે. એટલા માટે વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી અસમયે પ્રસવ થઈ શકે છે.

કાળા અંગૂર

image source

ડોક્ટર ગર્ભવતી મહિલાને કાળા અંગૂર ન ખાવાની સલાહ આપે છે. જી હાં, કાળા અંગૂરની ભૂલથી પણ ગર્ભવસ્થામાં ન ખાવા જોઇએ. સામાન્ય રીતે ગર્ભવસ્થાના શરૂઆતના પીરિયડમાં તો કાળા અંગૂરને અવોઈડ જ કરવા જોઇએ, કાળા અંગૂર પણ પપૈયાની જેમ શરીરમાં ગરમી વધારે છે. તેથી ગર્ભવસ્થા માટે તે નુકસાનદાયી સાબિત થાય છે.

સંતરા

image source

ગાયનેક ડોક્ટરના મત મુજબ ખાટ્ટા ફળોને ગર્ભાવસ્થા દરમિયાન અવોઈડ કરવા જોઇએ, સંતરાને પણ ન ખાવાની નિષ્ણાત સલાહ આપે છે. ખાટ્ટા ફળો ડિલીવરી સમયે નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન કિવી, શરીફા, કેળા, સફરજન, તરબૂચ અને ચિક્કૂ ખાઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત