ગર્ભમાં છોકરો હોય તો શરીર આપે છે કેટલાક આવા સંકેતો, જાણો આ વિશે વધુમાં તમે પણ

જ્યારે મહિલાઓ ગર્ભવતી હોય છે, ત્યારે ઘરના દરેક લોકો વિચારે છે કે ગર્ભમાં દીકરો હશે કે દીકરી હશે. આમ તો ભારતમાં જન્મ પહેલાં બાળકનું લિંગ કહેવું એ ગુનો છે, પરંતુ ઘણી જગ્યા પર દીકરી અથવા દીકરાના ભેદભાવથી નહીં એમની ખુશી માટે એ લોકો વિચારે છે કે માતાના ગર્ભમાં ખરેખર શું છે ? ગર્ભાવસ્થા દરમિયાન મળેલા કેટલાક લક્ષણોની મદદથી તમે જાણી શકો છો કે ગર્ભમાં છોકરો છે કે છોકરી. તો ચાલો જાણીએ તે લક્ષણો
ભ્રમ: એવું કહેવામાં આવે છે કે જ્યારે ગર્ભાવસ્થામાં સવારે નબળાઈ અથવા ઉબકા નથી થતા તો તે પેટમાં છોકરો હોવાની નિશાની છે.

image source

હકીકત: સવારની નબળાઈ, ઉબકા અને ઉલ્ટી થવાનું એક સામાન્ય લક્ષણ છે જે સગર્ભા સ્ત્રીઓમાં 70 થી 80 ટકા જોવા મળે છે. તે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનાના ગાળામાં બંધ થાય છે. પરંતુ કેટલાકને ડિલિવરી સુધી દરરોજ સવારે નબળાઈ રહે છે. કહેવામાં આવે છે કે સવારમાં નબળાઈ આવવી એ હોર્મોન્સના બદલાવના કારણે થાય છે, આ તકલીફનું બાળકના લિંગ સાથે કોઈ જોડાણ નથી.

ભ્રમ: એવું માનવામાં આવે છે કે જો ગર્ભમાં છોકરો છે ડાબી બાજુના સ્તનની તુલનામાં જમણા સ્તનનું કદ વધે છે.

image source

હકીકત: ગર્ભાવસ્થામાં હોર્મોન્સના બદલાવને લીધે લોહીનો પ્રવાહ સુધરે છે અને સ્તનની પેશીઓમાં પણ પરિવર્તન આવે છે જેનાથી ડાબી અથવા જમણી બાજુના સ્તન મોટા દેખાય છે. આ સમયમાં સ્તન દૂધ બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છે, જેના કારણે તે ફૂલી શકે છે. જો કે, આ વાત પર કોઈ પુરાવા નથી કે જ્યારે પેટમાં છોકરો હોય ત્યારે જ સ્તનમાં પરિવર્તન આવે છે.

ભ્રમ: એવું કહેવામાં આવે છે કે સગર્ભા સ્ત્રીના પગ ઠંડા હોય તો તેનો અર્થ એ છે કે તેના ગર્ભમાં દીકરો છે.

image source

હકીકત: નબળા રક્ત પરિભ્રમણ, ડાયાબિટીઝ અથવા વધુ ઠંડા વાતાવરણને લીધે, સગર્ભા સ્ત્રીના પગ ઠંડા થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન જો તમારા પગ ઠંડા થાય છે તો આ તમારા ડોક્ટરને જરૂરથી જણાવો.

image source

ભ્રમ: ગર્ભાવસ્થા દરમિયાન યુરિનનો રંગ બદલાઈ જાય છે અને ઘાટા યુરિનનો અર્થ એ થાય છે કે તમારા ગર્ભમાં છોકરો છે.

હકીકત: ગર્ભાવસ્થા દરમિયાન યુરિનનો રંગ બદલવો સામાન્ય છે. ઘાટા યુરિન એ શરીરમાં પાણીની કમી હોવાના સંકેત હોઈ શકે છે, જે ઉબકા અને ઉલ્ટીના કારણે પણ થઈ શકે છે. કોઈપણ ખોરાક, દવા અને ઈન્જેકશનના કારણે યુરિનનો રંગ બદલાઈ શકે છે અને યુરિનના રંગનો બાળકના લિંગ સાથે કોઈ સંબંધ નથી.

image source

ભ્રમ: કહેવાય છે કે જો તમારા ગર્ભમાં છોકરો છે, તો તમારે મૂડ સ્વિંગથી ડરવાની જરૂર નથી.

હકીકત: ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સના બદલાવને કારણે મૂડ સ્વિંગ થાય છે અને મૂડ સ્વિંગ ન થવું એ હોર્મોન્સથી જ સંબંધિત છે. મૂડ સ્વિંગ થવું એ ગર્ભમાં રહેલા બાળક સાથે કોઈ સંબંધ નથી.

ભ્રમ: જો તમને ગર્ભાવસ્થામાં ખારું અથવા ખાટું ખાવાનું મન થાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા ગર્ભમાં છોકરો છે.

image source

હકીકત: આ સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હોર્મોન્સમાં થતા ફેરફારો, પોષણની ઉણપ અને થોડા માનસિક પરિબળોને કારણે આવું ખાવાની ઈચ્છા થાય છે. જો કે આ બાબત પર વધુ સંશોધન કરવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત