’50 હજાર આપો, સ્વર્ગનો દરવાજા બતાવીશ’, આવુ કહીને પાદરીએ પડાવ્યા લોકો પાસેથી પૈસા?

એક પાદરીએ લોકોને સ્વર્ગમાં લઈ જવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે તે લોકોને સ્વર્ગનો દરવાજો બતાવી શકે છે. આ માટે ફી ભરવાની રહેશે. લગભગ 57 હજાર રૂપિયા. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિએ પાદરી વિશે પોલીસમાં ફરિયાદ કરી.

Noah Abraham નામનો આ પાદરી હવે મુશ્કેલીમાં છે. એક ન્યુઝ અહેવાલ મુજબ આ મામલો દક્ષિણ-પશ્ચિમ નાઈજીરિયાનો છે. પાદરીના અનુયાયીએ પોલીસને જણાવ્યું કે તેની પાસેથી 57 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. નાઈજીરીયાના ઈકીતી સ્ટેટના અરારોમી-ઉગ્બેશી ટાઉનના પાદરીએ તેની પાસેથી પૈસા લીધા હતા.

image source

પાદરીએ સ્વીકાર્યું કે તેણે ‘સ્વર્ગનો દરવાજો’ બતાવવાની વાત કરી હતી. તેણે દાવો કર્યો કે ગોડે તેને આ કરવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેણે ચર્ચના સભ્યોને આ વાત કહી. પરંતુ Pastor Ade Abraham નામના આ પાદરીએ એમ પણ કહ્યું કે તેણે બદલામાં પૈસા લીધા નથી.

નાઈજીરીયાના ક્રિશ્ચિયન એસોસિએશને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ હવે પાદરી સાથે કોઈ સંબંધ નથી. તે જ સમયે, ઇકીતી રાજ્ય પોલીસે આ મામલે ચર્ચના સભ્યોના લેખિત નિવેદનો લેવાનું શરૂ કર્યું છે અને તપાસ શરૂ કરી છે.

પાદરીનો વીડિયો વાયરલ થયો હતો

જો કે, હાલમાં જ આ પાદરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ચર્ચમાં આવેલા લોકોને સંબોધતા કહે છે કે, ‘વિદેશમાં રહેતા સંબંધીઓને ચર્ચમાં પૈસા મોકલવા કહો.’