અલ્લુ અર્જુન, પ્રભાસથી લઈને રામચરણ સુધી, દિગગજ બૉલીવુડ એક્ટરને ટક્કર આપી રહ્યા છે સાઉથના આ સ્ટાર્સ

જ્યારે પણ એક્શન અને સ્ટંટની વાત થાય છે ત્યારે સાઉથની ફિલ્મોનું નામ સૌથી ઉપર આવે છે. સાઉથની ફિલ્મોમાં વર્લ્ડ ક્લાસ એક્શન સીન જોવા મળે છે.પરંતુ હવે માત્ર સાઉથની ફિલ્મો જ નહીં પરંતુ સાઉથના કલાકારોની પણ લોકપ્રિયતા વધી છે. ભૂતકાળમાં સાઉથના સુપરસ્ટાર્સે માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ દર્શકોના દિલ જીતી લીધા છે.

અલ્લુ અર્જુન, પ્રભાસ, અજિત કુમાર, યશ, ધનુષ, રામ ચરણ અને મહેશ બાબુ જેવા ઘણા કલાકારો પણ હિન્દી બેલ્ટના દર્શકોને ખૂબ પસંદ આવે છે. જો સાઉથના આ સુપરસ્ટાર્સને ફિલ્મોની લોકપ્રિયતા અને કમાણીના આધારે જજ કરવામાં આવે તો હવે બોલિવૂડના હેન્ડસમ હંગ સલમાન ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા મોટા કલાકારોનું ગ્લેમર પણ ફિક્કું પડવા લાગ્યું છે.

અલ્લુ અર્જુન

image socure

માત્ર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ જુઓ. આ ફિલ્મે વર્લ્ડ વાઈડમાં લગભગ 350 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આમાં ફિલ્મે માત્ર હિન્દી વર્ઝનમાં 106 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે હવે હિન્દી બેલ્ટના દર્શકોમાં સાઉથની ફિલ્મો અને હીરોનો ક્રેઝ વધવા લાગ્યો છે

પ્રભાસ

image soucre

બાહુબલીઃ ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’ જેવી ફિલ્મોએ સમગ્ર ભારતમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મ પછી પ્રભાલ માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં સુપરસ્ટાર બની ગયો છે.

રામ ચરણ અને જુનિયર એનટીઆર

હિટ બની રાજામૌલીની RRR, જાણો કોણે આપ્યો હિન્દીમાં રામ ચરણ અને જુનિયર NTRને અવાજ | Story rrr hindi dubbing ram charan and jr ntr dubbed in hindi for ss rajamouli directed rrr
image soucre

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની વાત કરીએ તો આ ફિલ્મ પણ રિલીઝ થતાની સાથે જ ધમાકો થઈ ગઈ હતી. ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆરની જોડી જોવા મળી રહી છે. આ ફિલ્મ 400 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મે તેની રિલીઝના માત્ર પાંચ દિવસમાં વિશ્વભરમાં 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હિન્દી વર્ઝનમાં પણ આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

યશ

Yash News in Gujarati, Latest Yash news, photos, videos | Zee News Gujarati
image soucre

લોકપ્રિયતાના મામલામાં રોકિંગ સ્ટાર યશ પણ બોલિવૂડના કલાકારો કરતા ઘણો આગળ છે. KGF ફિલ્મ પછી તેઓ KGF સ્ટારના નામથી પ્રખ્યાત થયા.
KGFની સફળતા બાદ હવે યશ KGF 2માં જોવા મળવાનો છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. રિલીઝ પહેલા જ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ 1000 કરોડનો બિઝનેસ કરી શકે છે.