રણબીર આલિયાના ખાસમખાસ ફેન્સ એટલે કે સુરતના પરિવારે સોનામાં મઢેલા ગુલાબ ભેટમાં આપ્યા, જુઓ કેવા દેખાય છે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થાય અને ગિફ્ટનો વરસાદ ન થાય તો તે થઈ શકે નહીં. લગ્ન પહેલા રણબીર કપૂરના બેસ્ટ ફ્રેન્ડે તેને લગ્નની ગિફ્ટ આપી હતી, જ્યારે હવે એક વ્યક્તિએ રણબીર અને આલિયાને એટલી મોંઘી ગિફ્ટ મોકલી છે કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે માણસો ગુલાબના ફૂલોથી બનેલું બુકે પકડીને બેઠા છે. આ બુકે ખુબ મોટું અને લાબું છે. જેમાં સોનાના ગુલાબના ફૂલો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ અનોખી ભેટ લઈને આવેલા વ્યક્તિએ પાપારાઝી સાથે વાત કરતાં કહ્યું – ‘આ ગોલ્ડ પ્લેટેડ ગુલાબ છે. જેના પર સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે. આ 100% સાચું છે. આ લઈને અમે સુરતથી અહીં આવ્યા છીએ. તે સુરત સ્થિત બિઝનેસમેન ડી કુશલ ભાઈ જ્વેલર્સ દ્વારા મોકલવામાં આવ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની હલ્દી સેરેમની 14 એપ્રિલે સવારે 9 વાગ્યે હતી. આ પછી ચુડા વિધિ હતી. આ તમામ ફંક્શનમાં હાજરી આપવા માટે નીતુ કપૂર રણબીર કપૂરના પાલીહિલ હાઉસ પહોંચી છે. આ ખાસ અવસર પર નીતુ કપૂર પીળા આઉટફિટમાં રણબીર કપૂરના ઘરની બહાર કારમાં જોવા મળી હતી. તે જ સમયે, રણબીરની બહેન રિદ્ધિમા કપૂર કારની આગળ બેઠેલી જોવા મળી હતી.

image source

સમાચાર મુજબ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે.અહેવાલ મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિ આજે જ છે અને તે પછી બંને સાંજ પહેલા સાત ફેરા લેશે.