જો તમે આ એક જ વસ્તુ ખાશો તો જીમમાં ગયા વગર જ સડસડાટ ઉતરી જશે તમારું વજન

મિત્રો, મોટાપો એ એક ગંભીર સમસ્યા છે, તે પોતાની સાથે અન્ય અનેકવિધ સમસ્યાઓ લાવે છે અને તમારા શરીરને નિર્બળ બનાવે છે. જો તમે તમારી આ મોટાપાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તેનો ફક્ત એક જ રસ્તો છે અને તે છે કે તમારે તમારી જીભ પર અંકુશ લાવવો પડશે. જો તમે યોગ્ય સમયે યોગ્ય ભોજનનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી વસ્તુઓપ વિશે જણાવીશુ કે, જે તમને મોટાપાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે લાભદાયી સાબિત થશે.

નટ્સ :

image source

જો તમે તમારા શરીરની ચરબી નિયંત્રિત કરવા ઈચ્છતા હોવ તો તમારે તમારા રોજીંદા ભોજનમા બદામ , અખરોટ અને પિસ્તાનુ સેવન કરવુ જોઈએ. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ ડ્રાયફ્રૂટ ખાવાની આદત કેળવો, તે પૌષ્ટિક પણ છે અને તમારુ પેટ પણ ભરે છે તથા તેનુ સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા શરીરનુ મેટાબોલિઝમ મજબુત બનાવે છે તથા તમારી ચયાપચયની ક્રિયા પણ મજબુત બને છે તેથી, તમારે તમારા રોજીંદા ભોજનમા આ વસ્તુનો સમાવેશ અવશ્યપણે કરવો.

આદુ :

image source

આ વસ્તુનુ નિયમિત સેવન કરવાની સીધી અસર આપણા શરીરના મેટાબોલિઝમ પર પડે છે, તે આપણા વજનને નિયંત્રણમા રાખે છે. જો તમારી બોડીમા મેટાબોલિઝમનુ સ્તર યોગ્ય હોય તો તમારુ પાચન પણ મજબુત બને છે અને શરીર સ્વસ્થ તથા તંદુરસ્ત રહે છે. આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી આપણા શરીરની કેલરી નિયંત્રણમા રહે છે અને તેના કારણે આપણુ વજન પણ નિયંત્રણમા રહે છે, જો તમે પણ નિયમિત સવારે આદુ , લીંબુ અને મધ મિક્સ કરી ભૂખ્યા પેટે સેવન કરો તો તમારા શરીરની ચરબી નિયંત્રણમા રહે છે.

શક્કરીયા :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે અને વજન ઓછુ કરવામા પણ ખુબ જ ફાયદાકારક છે. તેમા પુષ્કળ માત્રામા સ્ટાર્ચ સમાવિષ્ટ છે અને તેના કારણે તેની ગણતરી સુપરફૂડમા પણ થાય છે માટે જો તમે તમારા વજનને નિયંત્રણમા રાખવા ઈચ્છો છો તો આ વસ્તુનો રોજીંદા ભોજનમા અવશ્યપણે સમાવેશ કરો.

નારંગી :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે. જો તમે નિયમિત આ ફળનુ સેવન કરો તો તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરે છે અને તમારુ વજન નિયંત્રણમા રહે છે.

મધ :

લીંબુ અને મધ એ વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે નિયમિત વહેલી સવારે લીંબુ , મધ અને ગરમ પાણીનુ સેવન કરશો તો તમારુ વજન ઝડપથી ઘટશે.

આંબળા :

image source

આ વસ્તુનુ સેવન તમારા શરીરના મેટાબોલિઝમને મજબુત બનાવે છે અને તમારા શરીરની વધારાની ચરબી ઓછી કરે છે, જો તમે નિયમિત ભૂખ્યા પેટે આ વસ્તુનુ સેવન કરો તો તમારુ વજન નિયંત્રણમા રહે છે અને તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

કુંવારપાઠુ :

image source

જો તમે એલોવેરાની છાલ કાઢી અને ત્યારબાદ તેમાંથી જેલ કાઢી આ જેલને ફ્રીજમા રાખો અને સવારે ભોજન કર્યાના ૧૫ મિનિટ પહેલા નિરંતર અઠવાડિયા સુધી પીવો તો તમે આ સ્થૂળતાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત