બ્લો ડ્રાયનો ઉપયોગ કરતી વખતે ના કરો આ ભૂલો, નહિં તો વાળ થઇ જશે સાવ જ ખરાબ

મિત્રો, બ્લો ડ્રાયર એ એક સામાન્ય સ્ટાઇલિંગ ટૂલ છે, જેનો ઉપયોગ સામાન્ય થઇ ચુક્યો છે. તેનો ઉપયોગ તમામ ઉંમરની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, પછી ભલે તે યુવાન હોય કે વૃદ્ધ. આજકાલ સમય એટલો આધુનિક બની ગયો છે કે, કામવાળી પાસે પણ સવારે સ્નાન કરીને વાળ સૂકવવા માટેનો પૂરતો સમય નથી અને તેથી, તે આ બ્લો ડ્રાયર નો ઉપયોગ કરે છે. તે વાળ તો ઝડપથી સૂકવે જ છે પરંતુ, તેની સાથે જ તમારો કિંમતી સમય પણ બચાવે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી ભૂલો વિશે જણાવીશુ જે લોકો બ્લો ડ્રાયરનો ઉપયોગ કરતી વખતે કરે છે.

ભીના વાળમા ક્યારેય પણ ના કરો ડ્રાયરનો ઉપયોગ :

image soucre

એક તજજ્ઞના મત મુજબ વધુ ભીના વાળમા ડ્રાયરનો ક્યારેય પણ ઉપયોગ ના કરવો . જો તમે ડ્રાયરથી તમારા વાળ સૂકવવા ઈચ્છતા હોવ તો વાળ ૮૦ ટકા સુધી સૂકા હોવા જોઈએ. જો તમે તમારા ભીના વાળમા ડ્રાયરનો ઉપયોગ કરશો તો તમારા વાળ બળી શકે છે અને વાળ ખરવા લાગે છે.

હિટ પ્રોટેક્શનનો ઉપયોગ ના કરવો :

image source

ઘણી એવી સ્ત્રીઓ છે કે, જે ડ્રાયર નો ઉપયોગ કરતા પહેલા હીટ પ્રોટેક્શનનો ઉપયોગ કરતી નથી. જો તમે હીટ પ્રોટેક્શનનો ઉપયોગ નહીં કરો તો તે તમારા સ્કેલ્પને નુકસાન પહોંચાડે છે. માટે વાળમા ડ્રાયર નો ઉપયોગ કર્તા પહેલા હીટ પ્રોટેક્શન નો ઉપયોગ કરવો.

વાળમા ખોટી રીતે ડ્રાયરનો ઉપયોગ કરવો :

image soucre

જો તમે વાળમાં ખોટી રીતે ડ્રાયરનો ઉપયોગ કરો તો તમારા વાળ વધુ પડતા શુષ્ક બને છે. જો તમે તમારા વાળને મુલાયમ બનાવવા ઈચ્છતા હોવ તો ડ્રાયર નો યોગ્ય રીતે ઉપયોગ કરવો.

નિયંત્રિત તાપમાન પર કરવો ઉપયોગ :

image source

દરેક ડ્રાયરમાં ત્રણ જુદા-જુદા તાપમાનના સેટિંગ્સ હોય છે. શક્ય બને ત્યાં સુધી હમેંશા નીચા તાપમાનનો વિકલ્પ પસંદ કરવો જોઈએ કારણકે વધારે પડતા તાપમાનથી તમારે વાળ ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વાળને ના વહેંચો જુદા-જુદા ભાગોમા :

image source

ઘણી મહિલાઓ વાળને વહેલા સૂકવવા માટે વાળને જુદા-જુદા ભાગોમા વહેંચીને ડ્રાયરનો ઉપયોગ કરે છે. જો તમે આ રીતે વાળને જુદા-જુદા ભાગોમા વહેંચશો અને ડ્રાયર નો ઉપયોગ કરશો તો તમારા વાળ ગૂંચવાઈ જશે અને વાળ બગડી જશે, માટે ભૂલથી પણ આ ના કરો.

બ્લો ડ્રાયરનો ઉપયોગ કર્યા પછી હેર સીરમ ના લગાવો :

image source

વાળમા ડ્રાયરનો ઉપયોગ કર્યા પછી હેર સીરમ અવશ્યપણે લગાવવુ નહીતર તમારા વાળ શુષ્ક અને ઓઈલી બની જશે તથા તમારા વાળ પણ ગૂંચવાઈ જશે માટે હેર ડ્રાય કર્યા પછી હેર સીરમ અવશ્ય લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત