પ્રેગનન્સી સમયે આ ફળોનું સેવન કરો તો ધ્યાનથી, નહિં તો પાછળથી આવશે રોવાનો વારો

મિત્રો, જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેના આતે આ સમયકાળ ખૂબ જ મુશ્કેલ હોય છે. આ સમય દરમિયાન તેમણે પોતાની વિશેષ કાળજી લેવી પડશે. સગર્ભા સ્ત્રીએ વધારે પડતુ તો પોતાના ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. સગર્ભા સ્ત્રી માટે ફળો અને શાકભાજીનુ સેવન ખૂબ જ લાભદાયી માનવામા આવે છે પરંતુ, અમુક ફળો એવા છે કે જેનુ આ અવસ્થા દરમિયાન સેવન ના કરવાની સલાહ આપવામા આવે છે.

image source

જો કે, આ ફળો ના ખાવા પાછળનુ વાસ્તવિક કારણ કોઈને ખબર નથી પરંતુ, તેનાથી સગર્ભા સ્ત્રીને નુકશાન પહોંચતુ હોવાની વાત સામે આવતા આ ફળનુ સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે, તો ચાલો જાણીએ કે એવા ક્યા ફળો છે કે, જેનુ સેવન સગર્ભા સ્ત્રી માટે નુકશાનકારક સાબિત થાય છે.

પપૈયા :

image source

એવી માન્યતાઓ છે કે, જો સગર્ભા સ્ત્રી આ ફળનુ સેવન કરે તો તેણીની સુવાવડ વહેલી થાય છે તથા કસુવાવડનો ભય પણ રહી શકે છે, તેથી બને ત્યા સુધી ગર્ભાવસ્થા દરમિયાન આ ફળનુ સેવન ના કરવુ જોઈએ. આ વાત આંશિક રીતે સાચી છે કારણકે, તે અપરિપક્વ લેટેક્સથી સમૃદ્ધ છે. આ ઉપરાંત તે ગર્ભાશયના સંકોચનને ટ્રિગર કરવા માટે પણ જાણીતુ છે.

જો તમે પપૈયાનુ સેવન કરવુ પસંદ છે, તો તમે હંમેશા પાકેલા પપૈયાનુ સેવન કરવાનો આગ્રહ રાખવો. તેમા વિટામિન-સી પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. આ ફળમા સમાવિષ્ટ વિટામિન-સી કબજિયાત જેવી સમસ્યાઓથી સગર્ભા સ્ત્રીને બચાવે છે. માટે એવુ કહી શકાય કે, પાકા પપૈયા એ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અનાનસ :

image source

ગર્ભાવસ્થા સમયે સ્ત્રીએ આ ફળનુ સેવન ટાળવુ જોઈએ. આ ફળમા પુષ્કળ માત્રામા બ્રોમેલેન સમાવિષ્ટ હોય છે, જે ગર્ભાશય ગ્રીવાને નરમ બનાવીને વહેલી સુવાવડ થવા માટે જવાબદાર સાબિત થઇ શકે છે. તમારે ગર્ભાવસ્થાના પહેલા ત્રિમાસિક ગાળામાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

દ્રાક્ષ :

image source

સગર્ભાવસ્થા દરમિયાન આ ફળનુ સેવન કરવાથી તમને અનેકવિધ સમસ્યાઓ પણ થઈ શકે છે અને તેથી મોટાભાગના નિષ્ણાતો ગર્ભાવસ્થા દરમિયાન તેને ના ખાવાની ભલામણ કરે છે કારણકે, દ્રાક્ષના છોડને જીવાતોથી દૂર રાખવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામા આવે છે, જે સગર્ભા સ્ત્રી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત તેમા રીવેરાટ્રોલનુ ઉચ્ચ પ્રમાણ સમાવિષ્ટ હોય છે, તે એક એવું રસાયણ છે જે સગર્ભા માતા માટે ઝેરનું કારણ બની શકે છે.ગર્ભાવસ્થા દરમિયાન દ્રાક્ષ ખાવાથી તમને વિટામિન-એ અને વિટામીન-સી જેવા મહત્વપૂર્ણ પોષકતત્વો પણ મળી શકે છે પરંતુ, ગર્ભાવસ્થા દરમિયાન દ્રાક્ષનુ સેવન કરતા પહેલા તમારે તમારા ડોક્ટર સાથે વાત કરવી.

ગર્ભાવસ્થા દરમિયાન ફળો અથવા શાકભાજી ખાતા સમયે આ બાબતોની રાખો વિશેષ સાવચેતી :

image soucre

હમેંશા ફળો અથવા શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ જ તેનુ સેવન કરો. આ ફળની છાલમા ઘણા હાનીકારક બેક્ટેરિયા સમાવિષ્ટ હોય છે, જે ગર્ભને નુકસાન પહોંચાડે છે માટે જ્યારે પણ ફળો કે સબ્જીનુ સેવન કરો ત્યારે તેને ધોઈને ખાવાની ટેવ અવશ્ય રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત