ઝીંકની ખામી પૂરી કરવા આ 5 વસ્તુઓ ખોરાકમાં લેવાથી રાખશે તમને કોરોના વાયરસથી દૂર!

અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે, જ્યાં 50 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. અહીં દર 10 લાખ લોકોમાં 42 હજાર લોકોની તપાસ થઈ રહી છે અને તેમાંથી 3500 લોકો પોઝિટિવ મળી રહ્યાં છે. સંક્રમણ વધવાની ગતિ જો આ રહી તો ઓક્ટોબર સુધી અમેરિકાને છોડીને વિશ્વમાં સૌથી વધુ દર્દીઓ ભારતમાં હશે. અહીં દરરોજ 90 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આ હિસાબે 31 ઓક્ટોબર સુધી 90 લાખ દર્દી અને સંક્રમણથી મૃત્યુઆંકની સંખ્યા 95 હજાર સુધી પહોંચી શકે છે. ડિસેમ્બર સુધી દર્દીઓની સંખ્યા 1.50 કરોડ અને મૃત્યુઆંક 1.84 લાખથી વધુ હોઈ શકે છે. કોરોનામાં એવા લોકો જે ઝિંકની ઊણપથી પીડિત છે તેમને જો કોરોનાનો ચેપ લાગે તો મૃત્યુ થવાનું જોખમ બમણું થઈ જાય છે. આ દાવો સ્પેનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. તેમનું રિસર્ચ કહે છે કે કોરોનાના જે દર્દીઓમાં ઝિંકની ઊણપ હોય તેમને સોજો આવવાના કિસ્સા વધે છે અને આ મૃત્યુનું જોખમ વધારે છે.

ગંભીર પરિસ્થિતિ ધરાવતા કોરોનાના દર્દીઓ પર રિસર્ચ થયું

image source

યુનિવર્સિટી ઓફ બાર્સેલોનાની ટર્શિયરી યુનિવર્સિટી હોસ્પિટલના રિસર્ચરનું કહેવું છે કે, કોરોનાના દર્દીઓમાં ઝિંકની ઊણપની અસર સમજી શકાય છે. કોરોનાના દર્દીઓ પર 15 માર્ચથી 30 એપ્રિલ 2020 સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં કોરોનાના એવા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમની સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેમના આરોગ્ય, લોકેશન સંબંધિત ડેટા, અગાઉના રોગોનો રેકોર્ડ જાણવામાં આવ્યો હતો.

કોરોનાના દર્દીઓમાં ઝિંક આ કારણોસર જરૂરી છે

image source

રિસર્ચમાં જણાવ્યાનુસાર, કોરોનાના જે દર્દીઓમાં ઝિંકની માત્રા વધારે અથવા પૂરતી હતી તેમનામાં ઇન્ટરલ્યુકિન-6 પ્રોટીનની માત્રા ઓછી હતી. તેમજ, જે દર્દીમાં ઝિંકની ઊણપ હતી તે વ્યક્તિમાં આ પ્રોટીનનું સ્તર વધુ હતું.

આ પ્રોટીન શરીરમાં સોજો અને અનિયંત્રિત રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ બેકાબૂ થઈ જાય ત્યારે તે શરીરને ઊંધું નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. તેને સાઇટોકાઇન સ્ટોર્મ કહેવામાં આવે છે.

image source

જો શરીરમાં પ્લાઝ્મા ઝિંકનું લેવલ 50mcg/dlથી નીચે જતું રહે તો મૃત્યુનું જોખમ 2.3 ગણું વધી જાય છે. શરીરમાં ઝિંકની માત્રા આ કરતાં વધુ હોવી જોઈએ. શરીરને દરરોજ 40 મિલિગ્રામ ઝિંકની જરૂર હોય છે.

ડાયટમાં 5 વસ્તુઓ સામેલ કરીને ઝિંકની ઊણપ પૂરી કરો

1. તડબૂચનાં બીજ અને નટ્સ: તેમાં ઝિંક અને પોટેશિયમ પૂરતી માત્રામાં હોય છે. તડબૂચના બીજ સૂકવી દો અને તેને ક્રશ કરીને તમારા ડાયટમાં સામેલ કરી શકાય. આ ઉપરાંત, દરરોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકાય.

image source

2. માછલી: ઝિંક અને પ્રોટીન સિવાય તેમાં ઘણા પોષક તત્ત્વો પણ હોય છે. તે અઠવાડિયાંમાં બે વાર ખાઈ શકાય. ઝિંક તમારી ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે.

image source

3. ઇંડા: ઇંડામાં 5% ઝિંક હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, દરરોજ તેને તમારા આહારમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારે છે અને ડેમેજ થયેલી સ્નાયુઓને રિપેર પણ કરે છે.

image source

4. ડેરી પ્રોડક્ટ: જો તમને નોનવેજ ખાવાનું પસંદ ન હોય તો તમે આહારમાં ડેરી પ્રોડક્ટની માત્રામાં વધારો કરી શકો છો. દૂધ, પનીર, દહીં દ્વારા પણ ઝિંકની ઊણપને દૂર કરી શકાય છે.

image source

5. ડાર્ક ચોકલેટ: આ ઝિંકની ઊણપને પૂર્ણ કરવાની સાથે પિરિઅડમાં થતા દુખાવામાં પણ રાહત આપે છે. ડાર્ક ચોકલેટ મેટાબોલિઝમ સુધારે છે અને મૂડને ખુશ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત