આ પ્રકારની કેળાની છાલવાળા કેળામાં રહેલા છે અઢળક લાભ

આમ તો બધા જ શાકભાજી તેમજ ફળો આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. પણ કેળા તેમાં સૌથી ઉત્તમ છે. પહેલી વાત તો એ કે કેળા તમને બારેમાસ મળી રહે છે. તે અન્ય ફળ જેટલા મોંઘા પણ નથી હોતા અને તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્તવો રહેલા હોય છે. આ સિવાય કેળા ખાવાથી તમારી એનર્જીમાં પણ વધારો થાય છે. આ સિવાય કેળામાં વિટામિન્સ જેવા કે એ, ડી, સી તેમજ કેલ્શિયમ, કોબેલિયમ ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામીન બી 6 વિગેરે સારા પ્રમાણામાં હોય છે.

image source

જે લોકોને દિવસમાં વધારે પ્રમાણમાં શારીરિક શ્રમ કરવાનો રહેતો હોય જેમ કે રમતવીરો, બોડી બિલ્ડર્સ, બાળકો તેમના માટે કેળુ એક ઉત્તમ ફળ છે. જો કે કેટલાક લોકોમાં એવી ગેરસમજ પણ રહેલી છે કે કેળા તમારી ચરબી વધારે છે પણ વાસ્તવમાં તેવું નથી. હા, જો તમે કેળાને વધારે પ્રમાણમાં લેશો તો તમારી ચરબી પર તેની અસર થશે. માટે તમારા શારીરિક શ્રમ પ્રમાણે તમારે કેળાનું સેવન કરવું જોઈએ. નાના બાળકો માટે કેળા અત્યંત પૌષ્ટિક છે. પણ આજે અમે તમારા માટે કેળાના પોષણ વિષે નહીં પણ કેળાની છાલ વિષેની એક રોચક માહિતી લઈને આવ્યા છીએ.

image source

કોઈ પણ વ્યક્તિ જ્યારે કેળાની ખરીદી કરતી હોય છે ત્યારે તે કેળાની છાલ જોઈને તેની ખરીદી કરતી હોય છે. કેળાની છાલ વિવિધ પ્રકારની હોય છે. આમ તો તે સામાન્ય રીતે લીલા અને પીળા રંગની હોય છે. સામાન્ય રીતે લીલા રંગના કેળા કાચા માનવામા આવે છે જ્યારે પીળા રંગની છાલવાળા કેળા પાકા માનવામાં આવે છે. પણ કેળા પરના જે ડાઘ હોય છે તેનાથી ઘણા લોકોને અણગમો હોય છે અને ઘણા લોકો ઓછા ડાઘવાળા કેળાની છાલવાળા કેળા ખરીદવાનું પસંદ કરે છે.

image source

પણ તમને જણાવી દઈએ કે કેળા પરની જે નાની-નાની કાળી ટીક્કીઓ હોય છે. તે કેળાને ઉત્તમ માનવામાં આવે છે. આ કેળા ઘણા પૌષ્ટિક હોય છે, તે શરીરને ભરપુર ઉર્જા આપે છે. આ કેળામાં ફાયબર એટલે કે રેશાનું પ્રમાણ વધારે હોય છે. અને આ રેશાના કારણે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે. આ સિવાય જો તમને ગેસ તેમજ કબજિયાતની સમસ્યા હોય તો આવા કેળા તમારી તે સમસ્યાને દૂર કરે છે.

image source

આ સિવાય જો તમને કે તમારા ઘરમાં કોઈ સભ્યને સુકી ઉધરસ થઈ હોય કે જે લાંબા સમયથી હોય તો તે વ્યક્તિએ આવા કેળાની ચાસણી પીવી જોઈએ તેનાથી તેમને રાહત થશે.

image source

આ પ્રકારની કેળાની ચાસણી કે પછી સ્મૂધી બનાવવા માટે તમારે બે કેળાની જરૂર પડશે . બન્ને કેળાને તમારે સૌ પ્રથમ તો સરસ રીતે મેશ કરી દેવા. અને હવે તેને દૂધ સાથે મિક્સ કરી દેવા અને તૈયાર થયેલી આ કેળાની સ્મૂધીમાં તમારે થોડી ઇલાઈચી ઉમેરી દેવી. અને ત્યાર બાદ તેનું સેવન કરવું.

image source

તમને જણાવી દઈએ કે કેળાનું સેવન કરવાથી તમારું લોહી પાતળુ રહે છે અને સાથે સાથે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. ઉપર જણાવ્યું તેમ કેળામાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તમારા લોહીમાંનું કોલેસ્ટેરોલનું સ્તર નીચું આવે છે. અને જો લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું હોય તો શરીરની લોહીની શીરાઓમાં લોહીનું પરિભ્રમણ સરળ રહે છે.

કેળાના સેવનથી આ અસરકારક લાભ થાય છે

image source

કેળા તમારી ભૂખને નિયંત્રિત રાખે છે. વાસ્તવમાં કેળું ખાધા બાધ પેટ ભરેલું ભરેલું લાગે છે. જેના કારણે તમને ભૂખ નથી લાગતી અને થોડી-થોડી વારે તમારી કંઈકને કંઈક ખાતા રહેવાની આદત પર પણ અંકુશ મુકાય છે. આ રીતે તમારી મેદસ્વીતામાં પણ ઘટાડો થાય છે.

image source

કેળામાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે તમારો મૂડ સારો રહે છે અને તેના કારણે તમારી ઉઁઘ પણ સારી રહે છે.

image source

કેળામાં ભરપુર પ્રમાણાં રેશા હોય છે જે તમારી પાચનક્રીયાને સ્વસ્થ બનાવે છે અને જો તમે રોજ કેળાનુ સેવન કરશો તો તમારી પાચનક્રીયા હંમેશા સારી રહેશે.

આપણા શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામીન બી 6ની જરૂર રહે છે જેથી કરીને હિમોગ્લોબિન અને ઇંસુલિનનું ઉત્પાદન થતું રહે. કેળામાં આ પોષક તત્ત્વો હોવાથી શરીરની જરૂરિયાત પૂર્ણ થાય છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ કેળા સારા માનવામાં આવે છે. હાઈ બીપીના દર્દીઓ માટે કેળાનું સેવન ખાસ કરીને લાભપ્રદ બની શકે છે.

image source

કેળામાં આયર્નનું પ્રમાણ પણ વધારે હોય છે. રોજ એક કેળુ ખાવાથી એનીમિયાનું જોખમ ઘટી જાય છે. આ સિવાય કેળા ખાવાથી મસામાં પણ રાહત મળે છે.

અતિસારમાં કેળા લાભપ્રદ છે દહીં સાથે 2 કેળા ખાવવાથી પેચિશ, તેમજ અતિસારમાં આરામ મળે છે.

કેળામાં એક મોટું રક્ષક આવરણ હોય છે જે ઘાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. તેની સાથે સાથે જ પ્રોટીઝ ત્ત્તવ પેટમાં થતાં અલ્સર કરનારા બેક્ટેરિયામાંથી પણ મુક્તિ આપે છે.

image source

કેળા એસિડીટી દૂર કરે છે અને પાચન ક્રીયા ઠીક કરે છે કેળુ ખાવાથી આમાશય તેમજ આંતરડાનો સોજો દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત