નારિયેળ પાણી છે સાચો આરોગ્યનો સાથી! જાણો કેવી રીતે

પેટની સમસ્યા એવી હોય છે કે જેનાથી કોઈને કોઈ પરેશાન રહેતું જ હોય છે. આપણા ભાગદોડ ભર્યા જીવનમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ તો હવે ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. આવી સમસ્યાઓ માટે ડોકટર પાસે જવું, દવાઓ ખાવી અને સાથે સાથે માનસિક તાણ પણ અનુભવાય છે. ભલે આ સમસ્યાઓ એમ સામાન્ય જ છે પણ આ સમસ્યાઓ વધી જાય તો તકલીફ ઉભી થઇ શકે છે. એટલે જ આવી સમસ્યાઓને વધતા અટકાવવી જોઈએ અને એ પણ ઘરેલુ ઉપચાર દ્વારા. નારિયેળના પાણીને સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. તેના ઘણા ગુણકારી ફાયદાઓ છે. પેટની બીમારીઓ માટે તો તેને રામબાણ માનવામાં આવે છે. વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ખનીજ તત્વો તેમાં ભરપૂર માત્રામાં હોય છે. એજ કારણ છે કે નારિયેળ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે નારિયેળની અંદર વસા અને કોલેસ્ટ્રોલ નથી હોતું. જેના કારણે તે મોટાપાને પણ ઓછું કરે છે. ચાલો જાણીએ નારિયેળ પાણી પીવાના ફાયદા.

1. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે:

image source

જે લોકોને મોટાભાગે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે તેમને પોતાના ડાયટમાં નારિયેળ પાણી જરૂર સામેલ કરવું જોઈએ. નારિયેળ પાણીમાં રહેલું વિટામિન સી, મેગ્નેશિયમ અને પોટેશિયમના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

2. શરીર પરના દાગ ધબ્બા માટે:

image source

ગરમીની અંદર મોટા ભાગે શરીરમાં ખીલ અને દાગ ધબ્બાની સમસ્યા રહેતી હોય છે. એવામાં નારિયેળ પાણી ખીલને દૂર કરવામાં તમારી મદદ કરે છે. તેના ઉપયોગ તમે ચેહરા ઉપર ફેસપેકની જેમ કરી શકો છો. તેના ઉપયોગથી ખીલ દૂર થઇ જશે.

3. પેટના રોગો માટે:

image source

પેટ દર્દ, એસીડીટી, અલ્સર, કોલાઈટિસ, આંતરડામાં સોજોની સ્થિતિમાં ખાલી પેટે થોડું થોડું નારિયેળ પાણી પીવાથી ખુબ જ જલ્દી આરામ મળે છે. નારિયેળ પાણી ઉર્જાનો સારો સ્ત્રોત હોવાના કારણે કમજોરી, થાક, ચક્કર આવવા જેવી સમસ્યામાં તરત જ લાભ થાય છે.

4. પથરી માટે:

image source

કિડીનીના રોગીઓ માટે મોટાભાગે તરલ પદાર્થોનું સેવન કરવાનું કહેવામાં આવે છે જેનાથી યુરિનના રસ્તાએ પથરી નીકળી જાય. નારિયેળ પાણીનું પણ કિડનીમાં પથરીની સમસ્યામાં ખુબ જ મોટું યોગદાન છે. તે કિડનીમાં પથરીના ક્રિસ્ટલને ઓગાળવામાં મદદ કરે છે.

5. શરીરને રાખે છે હાઈડ્રેટ:

નિયમિત પણે નારિયેળનું પાણી પીવાના કારણે શરીર હાઈડ્રેટ રહે છે. અને શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ વધે છે.

image source

નિયમિત રીતે નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા થાય છે. જો તમે તમારી સવારની શરૂઆત નારિયેળ પાણીથી કરો તો આખો દિવસ ઉર્જાનો અહેસાસ થાય છે અને ડિહાઇડ્રેશનથી બચી શકો છો. કેટલાક લોકો નારિયેળ પાણીનો ઉપયોગ સૌદર્યને નિખારવા માટે કરી શકે છે. નારિયેળ પાણીમાં શરીર માટે ફાયદાકારક હોય એવા અનેક તત્વો છે. દરેક નારિયેળમાં 200 મિલીલિટર કે એનાથી થોડું વધારે પાણી હોય છે. આ એક લો કેલરી ડ્રિન્ક પણ છે. નારિયેળ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ, બી કોમ્પ્લેક્સ વિટામીન તેમજ વિટામીન સીના ફાયદા મળે છે. નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત