આ દેશી ઉપાયોથી રોજ તમારું પેટ થઇ જશે સાફ, જાણો કેવી રીતે

આજકાલ ખોટી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો નબળા પાચક તંત્રની સમસ્યાથી પરેશાન છે અને નબળા પાચક તંત્રને લીધે મોટા ભાગના લોકોના પેટ સવારે યોગ્ય રીતે સાફ થતા નથી જેથી પેટ સંબંધિત ગંભીર રોગો થાય છે. સવારે યોગ્ય રીતે પેટ સાફ ન થવાના કારણે પેટમાં ગેસ, અપચો, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જેના કારણે વ્યક્તિને દિવસભર મુશ્કેલીમાં રહેવું પડે છે અને વ્યક્તિ કોઈ પણ કામ યોગ્ય રીતે કરી શકતો નથી. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેની મદદથી તમારું પેટ સાફ રહેશે અને પેટને લગતા રોગો દૂર થશે. તો ચાલો જાણીએ. જો તમારું પેટ યોગ્ય રીતે સાફ ન થઈ રહ્યું હોય તો આ દેશી ઉપાયો અપનાવો તમારું પેટ તરત જ સાફ થઈ જશે.

અળસીના બીજનો ઉપાય

image source

પેટને યોગ્ય રીતે સાફ કરવા માટે અળસીના બીજ ખૂબ ફાયદાકારક છે. તમારું પેટ યોગ્ય રીતે સાફ કરવા માટે એક ચમચી અળસીના બીનો પાવડર, એક ગ્લાસ દૂધ અથવા એક ગ્લાસ ગરમ પાણીની જરૂર છે. ત્યારબાદ એક ગ્લાસ ગરમ દૂધ અથવા ગરમ પાણીમાં એક ચમચી અળસીનો પાવડર ઉમેરો અને સુતા પહેલા તેનું સેવન કરો. અળસીના બીમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે. જે પાચન શક્તિને મજબૂત કરે છે અને આંતરડાને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે.

એપલ સાઇડર વિનેગર

image soucre

એપલ સાઇડર વિનેગર પેટ સાફ કરવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. એપલ સાઇડર વિનેગરમાં મળતાં પોષક તત્વો કબજિયાતની સમસ્યા દૂર કરે છે. આ ઉપાય કરવા માટે, 1 લિટરની બરણીમાં એક સફરજનનો ટુકડો અને ખાંડના બે ચમચી નાખો પછી તેને ત્રણ થી ચાર અઠવાડિયા સુધી રહેવા દો. ત્યારબાદ કપડાંની મદદથી એ પાણી ગાળી લો. અને પાણીને બરણીમાં પાછું રહેવા દો. ત્યારબાદ તે પાણી બે અઠવાડિયા સુધી રાખો. હવે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર નાખીને સૂતા પહેલા પીવો. આ મિક્ષણ પાચન શક્તિને મજબૂત બનાવશે. આંતરડા સાફ કરશે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.

પપૈયાનું સેવન કરવું

image source

કબજિયાતના દર્દીઓએ પપૈયાનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ, કારણ કે તે પેટને ઝડપથી સાફ કરે છે. પપૈયા ગરમ અસર કરે છે જે સરળતાથી પચે છે અને તમારા આંતરડાને સાફ કરે છે.

તેલયુક્ત ખોરાકથી દૂર રહો

image soucre

કબજિયાતના દર્દીઓએ સૌ પ્રથમ ચરબીયુક્ત ખોરાક જેવા કે તેલના તળેલા ખોરાક, મસાલાવાળી શાકભાજી, મેંદાની બનેલી વાનગીઓ, બિસ્કીટ વગેરે ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય પેટ સાથે સંબંધિત નિયમિત કસરત અથવા યોગ કરવાથી પણ પેટમાં થતી તકલીફો દૂર થાય છે.

પાણી અને લીંબુ

image source

દરરોજ સવારે થોડા ગરમ પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આંતરડામાં જામેલો કચરો પણ દૂર થાય છે.

મધ

image source

મધ કબજિયાત માટેની શ્રેષ્ઠ દવા છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણી સાથે એક ચમચી મધ મિક્સ કરીને રોજ પીવાથી પેટ સાફ થાય છે.

ફુદીનો અને આદુની ચા

ફુદીનો અને આદુથી બનેલી ચા પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે આ ચા કબજિયાતને દૂર કરવા માટેનો એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.

ગોળ

image source

રાત્રે સૂતા પહેલા ગોળ ખાવાથી સવારે પેટમાં કોઈ સમસ્યા થતી નથી. વિટામિન અને ખનિજોથી ભરપૂર ગોળ ખાવાથી કબજિયાત દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત