5 મિનિટમાં તૈયાર થઈ જાય છે આ સ્કૂટર, પેટ્રોલ વગર પણ ચાલશે, તમે તેને બેગમાં રાખી શકો છો

છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો સ્વચ્છ અને ગ્રીન મોબિલિટી તરફ આગળ વધી રહ્યા છે. સ્કૂટર તમારી મુસાફરીમાં સમય અને અંતર બંનેને કોઈને કોઈ રીતે ઘટાડે છે. જો સ્કૂટર એવું હોય કે જેમાં કોઈને તેલ ભરવું ન પડે કે તેને પાર્ક કરવા માટે જગ્યા શોધવી ન પડે તો પ્રવાસ વધુ સરળ બની જાય છે. આવું જ એક પર્સનલ સ્કૂટર Poimo છે.

આ સ્કૂટર માટે તમારે ના તો પેટ્રોલની જરૂર પડશે અને ના તો પાર્કિંગ માટે જગ્યા. તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને તમારી બેગમાં પણ રાખી શકો છો. Poimoનું ઇલેક્ટ્રિક સ્કૂટર સોફ્ટ રોબોટિક્સ અને ઇલેક્ટ્રિક પર્સનલ મોબિલિટીનું મિશ્રણ છે. આવો જાણીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાતો.

image source

શું છે આની ટેકનોલોજી?

Poimoના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન માત્ર 5.5 કિલો છે. આમાં સોફ્ટ રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રોડક્ટ સોફ્ટ, સલામત અને લાઈટવેટ બની છે. સિંગલ યુઝર આ ખૂબ ઉપયોગી છે. સ્કૂટરનું વજન ઘટાડવા માટે કંપનીએ વાયરલેસ પાવર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. સ્કૂટર પર બેઠેલી વ્યક્તિ તેને સરળતાથી ચલાવી શકે છે.

સ્કૂટર 5 મિનિટમાં તૈયાર થઈ જશે

image source

આની બોડી થર્મોપ્લાસ્ટિક પોલીયુરેથીનથી બનેલી છે. આ એ જ મટેરીયલ છે જેનો ઉપયોગ એરબેડમાં થાય છે. તેમાં આગળ અને પાછળના વ્હીલ્સ, બેટરી ઇલેક્ટ્રિક મોટર, હેન્ડલબાર અને વાયરલેસ કંટ્રોલર પણ છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્કૂટરને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ 5 મિનિટનો સમય લાગે છે. આ એક inflatable ઇલેક્ટ્રોનિક કાર છે, જેને Mercari R4D દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

image source

સ્કૂટર ચલાવતા પહેલા તમારે તેમાં હવા ભરવી પડશે અને પછી તમે તેને ચલાવી શકશો. તેની પાછળ એક વાલ્વ છે, જ્યાંથી તમે તેની હવા કાઢી શકો છો અને પછી તેને તમારી બેગમાં પણ રાખી શકો છો. કારણ કે તે હજુ સુધી બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી, અમે તેની કિંમત વિશે જાણતા નથી.