જાણો ગુલાબજળનું ફેશિયલ બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે

સ્ત્રીઓ ચહેરા પર ગ્લો લાવવા માટે વિવિધ પ્રકારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સનો ઉપયોગ કરે છે. પાર્લર જઇને પણ તે તેમના ચેહરાનો ગ્લો વધારવા માટે કલાકો સુધી ટ્રીટમેન્ટ કરાવે છે, પરંતુ કેમિકલ અને ખર્ચાળ ફેશિયલ તેમની ત્વચા અને ખિસ્સા પર ભાર દે છે. આવી સ્થિતિમાં, તમારે થોડા ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. આ વખતે વેલેન્ટાઇન ડે પર જો તમે કંઇક અલગ દેખાવ માટે વિચારો છો, તો ઘરે જ ફેશિયલ ટ્રાય કરો. તમે ઘરે સહેલાઇથી ગુલાબજળનું ફેશિયલ બનાવી શકો છો અને ઘરેથી માત્ર 10 મિનિટમાં જ, ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. ઘરેલુ ફેશિયલ તમારી ત્વચા ગ્લોઈંગ બનાવવાની સાથે તમારા ચેહરાની દરેક સમસ્યા પણ દૂર કરે છે અને આ ફેશિયલ ઘરેલુ હોવાથી તમારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. આ ફેશિયલની મદદથી તમે પૈસા અને સમય બંને બચાવી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે ગુલાબજળનું ફેશિયલ બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

ક્લીનઝિંગ

image soucre

ફેશિયલની શરૂઆત ક્લીનઝિંગથી થાય છે. ક્લીનઝિંગ ચહેરા પરની ધૂળ, ગંદકી, પરસેવો અને તેલ દૂર કરવા માટે કરવામાં આવે છે. આ સિવાય ક્લીનઝિંગનો ઉપયોગ ચહેરા પરથી મેકઅપ દૂર કરવા અને ત્વચાના મૃત કોષોને દૂર કરવા માટે પણ થાય છે. ક્લીનઝિંગથી ચહેરો ઊંડે સુધી સાફ થાય છે કારણ કે ગુલાબજળમાં એસ્ટ્રિજેન્ટ ગુણધર્મો છે, જેથી તે લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે. ક્લીનઝિંગ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને નવા કોષો બનાવે છે. ક્લીનઝિંગ ત્વચાના છિદ્રો, પિમ્પલ્સ અને બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.

ક્લીનઝિંગ કરવાની રીત –

image soucre

ગુલાબજળ એ તમામ પ્રકારની ત્વચા માટે ખૂબ જ સારું ક્લીન્ઝર છે. ચહેરો સાફ કરવા માટે એક ચમચી ગુલાબજળમાં થોડા ટીપાં ગ્લિસરિન નાંખીને કોટનની મદદથી ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થાય છે. આનાથી ચહેરા પર રહેલી ગંદકી અને ધૂળ સરળતાથી દૂર થઈ જશે.

સ્ક્રબિંગ

image soucre

ફેશિયલનું બીજું પગલું સ્ક્રબિંગ છે. સ્ક્રબિંગ ચહેરાની સપાટી પરના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાના બંધ છિદ્રોને તો ખોલે જ છે, સાથે તે ત્વચાને પોષણ પણ આપે છે. ત્વચાને સાફ કરવા માટે નિયમિત સ્ક્રબિંગ એ ખૂબ જ સારી રીત છે. આ રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરે છે.

સ્ક્રબિંગની રીત

image soucre

ગુલાબજળના ફેશિયલમાં સ્ક્રબિંગ માટે તમારે ખાંડ અને ગુલાબજળની જરૂર છે. આ માટે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો અને સ્ક્રબને ચહેરા પર લગાવો. ત્યારબાદ હળવા હાથથી ચેહરાની ગોળ ગતિમાં માલિશ કરો. આ સ્ક્રબ આખા ચહેરા પર એટલે કે કપાળ અને હોઠની આસપાસ કરો. ધ્યાનમાં રાખો કે આ સ્ક્રબ આંખોમાં ન જાય. તમારે ગળા પર થોડું વધુ સ્ક્રબ કરવું જોઈએ અને નાકની આસપાસ સારી રીતે સ્ક્રબ કરવું જોઈએ જેથી બ્લેકહેડ્સ સરળતાથી બહાર આવે.

મસાજ

image soucre

ફેશિયલનું ત્રીજું પગલું મસાજનું છે. મસાજથી ચેહરો ખીલે તો છે જ સાથે તે ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. ઉપરાંત, મસાજ કરવાથી ચહેરા પરથી થાક અદૃશ્ય થઈ જાય છે અને તમે તાજગી અનુભવો છો. મસાજ તમારા ચહેરાને ગ્લોઈંગ પણ બનાવે છે. તે એન્ટી એજિંગની જેમ કામ કરે છે. મસાજ ત્વચાના રક્ત પરિભ્રમણને સુધારે છે, જે ત્વચાને યુવાન અને સ્વસ્થ બનાવે છે.

માલિશ કરવાની રીત

image source

માલિશ કરવા માટે બાઉલમાં થોડું મધ અને ગુલાબજળ લો અને તેને બરાબર મિક્સ કરો. પછી મસાજ કરવા માટે, તેને તમારા હાથમાં લો અને તમારી આંખો બંધ કરો અને તમારા હાથની આંગળીઓથી હળવાશથી આખા ચેહરા પર માલિશ કરો. ઓછામાં ઓછી 5 મિનિટ સુધી માલિશ કરવું યોગ્ય રહેશે. માલિશ હંમેશા ઉપરની તરફ જ કરવી જોઈએ.

સ્ટીમ

image soucre

ફેશિયલના ચોથા પગલામાં સ્ટીમ શામેલ છે. ચહેરાના બંધ છિદ્રોને ખોલવાની આ શ્રેષ્ઠ રીત છે. સ્ટીમ તમારી મૃત ત્વચાને દૂર કરે છે, આ ત્વચાને અંદરથી સાફ કરે છે, જેની અસર બહારથી પણ જોવા મળે છે. આ સિવાય કરચલીઓ ઘટાડવા માટે પણ આ એક સારો ઉપાય છે. તે તમારી ત્વચાને તાજગી આપે છે અને ત્વચાનો ભેજ પણ જાળવી રાખે છે.

સ્ટીમની રીત

ત્વચાના છિદ્રોને ખોલવા માટે, સ્ટીમ લેવી જરૂરી છે. આ માટે એક બાઉલમાં ઉકળેલુ પાણી લો અને તેમાં થોડું ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સ્ટીમ લેવાથી ચહેરા પર જાદુઈ અસર પડે છે. તમે તેમાં તાજી ગુલાબની પાંખડીઓ પણ ઉમેરી શકો છો.

ફેસ-પેક

image soucre

ફેશિયલના છેલ્લા પગલામાં ફેસ પેક લગાવવું છે. આ માટે તમે ગુલાબજળ અને ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટ ત્વચાનું ટેનિંગ ઓછું કરે છે. તે ત્વચાના તેલને નિયંત્રિત કરીને પિમ્પલ્સને પણ ઘટાડે છે. ફેસ પેક પિમ્પલ્સ, ડાર્ક સર્કલ અને ડાઘોને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાના મૃત કોષોને પણ શુદ્ધ કરે છે. ફેસ પેક લગાવવાથી ત્વચા શુધ્ધ અને બેદાગ દેખાય છે. ફેસ-પેક કરચલીઓ, ફાઇન લાઈન ઓછી થાય છે અને ત્વચા ટાઈટ થાય છે.

ફેસ-પેક લગાવવાની રીત –

image soucre

સૌ પ્રથમ, એક ચમચી ચણાના લોટમાં બે ચમચી ગુલાબ જળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ આ ફેસ-પેકને ચહેરા અને ગળા પર લગાવો અને થોડી વાર માટે છોડી દો, ત્યારબાદ હળવા હાથથી મસાજ કરો. હવે ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. ત્યારબાદ તમારા ચહેરા પર એક સારું મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો. આ તમારા ચેહરાની ચમકમાં વધારો કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત